સીરમની વેક્સિન સૌથી સસ્તી હશે, જાણો સરકારને એક ડોઝ કેટલા રૂપિયામાં આપવાની કરી તૈયારીઓ

વિશ્વની સૌથી મોટી વેક્સિન- બનાવી રહેલ કંપની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા (SSI)ની કેન્દ્ર સરકારની સાથે કોરોના વાયરસની વેક્સિન- કોવિ શિલ્ડના સપ્લાઈ કોન્ટ્રાક્ટ પર સહી કરવાના છે. સીરમ કંપનીના જણાવ્યા મુજબ સીરમ કંપની સરકારને એક ડોઝ રૂ.૨૫૦માં આપવાની સંભાવના છે.

image source

સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા (SSI) દ્વારા ભારતમાં કોવિશિલ્ડ કોરોના વેક્સિનના તાત્કાલિક ઉપયોગ કરવા માટે પરવાનગી આપવાની માંગ કરી છે, ત્યાં જ સરકારી સુત્રોના જણાવ્યા મુજબ, થોડાક સમયમાં જ તાત્કાલિક ઉપયોગ વિષે નિર્ણય કરવામાં આવશે. તાત્કાલિક ઉપયોગની પરવાનગી લેવા માટેની પ્રક્રિયા પહેલેથી જ ઝડપી બનાવી દીધી છે. જો યોજના અનુસાર બધું જ યોગ્ય રહેશે તો જાન્યુઆરી મહિનાથી ભારત દેશમાં વેક્સિનેશનનું કાર્ય શરુ કરી દેવામાં આવશે. કોવિશિલ્ડ કોરોના વાયરસ વેક્સિનને ઓક્સફર્ડ યુનીવર્સીટી અને એસ્ટ્રાજેનેકાએ એકસાથે મળીને બનાવવામાં આવી છે ભારતમાં સીરમ ઇન્સ્ટીટયુટએ જ તેના ફેઝ ૨/૩ ના ટ્રાયલ્સ કરાવ્યા છે.

image source

SSI કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) અદાર પૂનાવાલા દ્વારા પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું કે, કોરોના વેક્સિનનો
એક ડોઝ ભારત દેશના ખાનગી બજારમાં રૂ.૧૦૦૦માં મળી શકશે. જો કે, ભારત સરકાર સાથે મોટી સપ્લાઈ ડીલમાં કોરોના વાયરસ
વેક્સિનની કીમતમાં થોડો ઘટાડો કરવામાં આવશે. આ સાથે એવું પણ જણાવ્યું હતું કે, ભારત સરકારને આપવામાં આવતી કોરોના વેક્સિનની કીમત ૩ ડોલર એટલે કે અંદાજીત રૂ. ૨૨૫થી રૂ. ૨૫૦ સુધી રાખવામાં આવી શકે છે. અદાર પૂનાવાલાએ એવું પણ જણાવ્યું હતું કે, તેઓનું ધ્યાન સૌથી પહેલા ભારત દેશમાં કોરોના વાયરસની વેક્સિન કોવિશિલ્ડની સપ્લાઈ કરવા પર રહેશે.

ફાઈઝર કંપની પણ ભારત સરકાર સાથે ડીલ કરવા માટે તૈયાર.

image source

અત્યાર સુધી ભારત દેશમાં ૯૭ લાખ કરતા વધારે વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના કેસ સામે આવ્યા છે. અમેરિકા પછી
આખા વિશ્વમાં ભારત દેશ બીજા નંબરે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસ સામે આવ્યા છે. અત્યારે ફાઈઝર કંપની પણ પોતાની
કોરોના વાયરસની વેક્સિનના તાત્કાલિક ઉપયોગ કરવા માટે ભારત સરકાર પાસે પરવાનગીની માંગ કરી છે.

image source

પરંતુ ફાઈઝર કંપનીની કોરોના વાયરસ વેક્સિનના એક ડોઝની કીમત રૂ. ૧૪૫૦ની આસપાસ રહી શકવાની સંભાવના જણાવી છે. તેમ છતાં ફાઈઝર કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે. જો ભારત સરકાર તરફથી વધારે પ્રમાણમાં કોરોના વાયરસ વેક્સિન સપ્લાઈની ડીલ કરવામાં આવશે તો વેક્સિનની થોડાક અંશે કિમતમાં ઘટાડો પણ કરી શકે છે. તેમ છતાં આ વિષે બહ્ર્ત સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભારત બાયોટેક કંપની દ્વારા પણ તાત્કાલિક ઉપયોગ કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે.

image source

ત્યાં જ બીજી તરફ, સ્વદેશી કોરોના વાયરસ વેક્સિન કોવેક્સિનને નિર્માણ કરનાર હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ પોતાની કંપનીની કોરોના વેક્સિન માટે કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક ઉપયોગ કરવામાં મંજુરી આપવાની માંગ કરી છે. ભારત બાયોટેક કંપનીની વેક્સિનને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી (NIV) દ્વારા એકસાથે મળીને તૈયાર કરવામાં આવી છે. ભારત બાયોટેક કંપનીની કોવેક્સિનની કીમત શું હશે તેના વિષે અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ અંદાજ લગાવાઈ રહ્યો છે કે, ભારત બાયોટેક કંપનીની કોવેક્સિનના એક ડોઝની કીમત રૂ. ૩૦૦- ૪૦૦ રૂપિયા હોઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત