ઐશ્વર્યાની ભાભી છે આજે દેશની જાણીતી ફેશન બ્લોગર, નણંદ-ભાભી બન્ને ફેશનમાં એકબીજાને આપે છે જબરી કોમ્પીટીશન

ઐશ્વર્યા રાયની જેમ જ ગ્લેમરસ છે તેની ભાભી, તે પણ ભાગ લઈ ચૂકી છે બ્યૂટી કોન્ટેસ્ટમાં

ઐશ્વર્યાની ભાભી છે આજે દેશની જાણીતી ફેશન બ્લોગર – નણંદ-ભાભી બન્ને ફેશનમાં એકબીજાને કમ્પીટીશન આપે છે

ઐશ્વર્યા રાયે માત્ર 21 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડ બનીને વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું હતું. અને મિસ વર્લ્ડ બન્યા બાદ તેણે ક્યારેય પાછુ વળીને નથી જોયું. આજે તેણી અભિનેતા અભિષેક બચ્ચન એટલે કે અમિતાભ – જયા બચ્ચનના સુપુત્રની સાથે પરણિને ઠરીઠામ થઈ ગઈ છે. તેણીને એક સુંદર દીકરી પણ છે અને તે સતત પ્રયાસમાં રહે છે કે તે પોતાની દીકરી સાથે બને તેટલો સમય પસાર કરે અને માટે તેણી ઘણી ઓછી ફિલ્મો હાથ પર લે છે.

image source

ફિલ્મોમાં ઓછું કામ કરવા છતાં ઐશ્વર્યા હંમેશા લાઇમલાઇટમાં રહે છે. ક્યારેક તેના કામના કારણે ક્યારેક તેના પિતાના અવસાનના કારણે ક્યારેક તેની દીકરીના કારણે તો ક્યારેક સાસરિયાઓના કારણે અને હંમેશની જેમ તેણીના સૌંદર્યના કારણે તો ખરી જ. પણ આટલી પ્રખ્યાત વ્યક્તિ હોવા છતાં તેના પિયર પક્ષ વિષે મિડિયામાં ખાસ કોઈ ચર્ચા નથી હોતી. પણ તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાની ભાભી પણ તેણી જેવી જ ગ્લેમરસ છે.

image source

ઐશ્વર્યાનો એક ભાઈ છે આદિત્ય, તે મર્ચેન્ટ નેવિમાં એન્જિનિયર છે. તેની પત્નીનું શ્રીમા છે. તેણી એક મોડેલ રહી ચૂકી છે. શ્રીમા પણ ઐશ્વર્યાની જેમ મિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લઈ ચૂકી છે અને નણંદની જેમ તેણી પણ ફર્સ્ટ રનરઅપ રહી ચૂકી છે. શ્રીમા પણ સૌંદર્યની દ્રષ્ટિએ તેની નણંદ જેવી જ આકર્ષક છે. અને તે બન્ને એકબીજા સાથે સારું બોન્ડિંગ પણ ધરાવે છે. તેણીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેણી ઐશ્વર્યાને એક સુપર સ્ટાર તરીકે નહીં પણ પોતાની નણંદ તરીકે જ જુએ છે.

image source

શ્રીમા પોતાની નણંદ વિષે જણાવે છે કે તેણી એક પ્રોફેશનલ રેમ્પ વૉકર છે. શ્રીમાએ 2009માં મિસિસ ઇન્ડિયા ગ્લોબનું ટાઇટલ પણ જીત્યું હતું.
તેણીનો જન્મ યુ.એસમાં થયો છે, તેણી એક ઇનવેસ્ટમેન્ટ બેંકર અને એક મોડેલ પણ રહી ચુકી છે, જો કે છેલ્લા થોડા સમયથી તેણીએ પોતાની કેરિયર બદલી છે અને તેણી એક ફેશન અને લાઇફસ્ટાઇલ બ્લોગર બની છે.

image source

તેણી ધ અર્બન અનવિન્ડ નામનો બ્લોગ ધરાવે છે અને તેના પર તેણી ફેશન તેમજ બ્યુટી ટીપ્સને લઈને ઘણી બધી સલાહ આપતી રહે છે. આ ઉપરાંત તેણી પેરેન્ટીંગ તેમજ મધરહૂડ પર પણ ટીપ્સ શેર કરતી રહે છે. તેણીએ થોડા સમય પહેલાં પોતાનું પોસ્ટ પ્રેગ્નન્સી ડાયેટ પણ શેર કર્યું હતું. શ્રીમા બે સંતાનોની માતા છે. તેણી પોતાની નણંદની જેમ વેસ્ટર્ન તેમજ ટ્રેડિશનલ બન્ને પરિધાનોમાં સુંદર લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત