ઘરતી પાસેથી પસાર થશે એક આફત, પણ બિલકુલ નથી ગભરાવાની જરૂર, જાણો સમય, સ્પિડ અને અંતર વિશે

કોરોના વાયરસને હજી આટલો સમય થઈ ગયા પછી પણ દુર નથી કરી શક્યા ત્યાં જ પૃથ્વીની ઘણી નજીકથી એક અવકાશી આફત પસાર થવાની સંભાવના છે. જો કે આ અવકાશી એસ્ટેરોઈડ પૃથ્વીથી લાખો કીલોમીટરના અંતરે પસાર થવાનો છે. આ એસ્તોરોઈડની સ્પીડ રોકેટ કરતા ત્રણ ગણી વધારે છે. કોઈ એસ્ટેરોઈડ આ સ્પીડથી પૃથ્વી કે અન્ય કોઇપણ ગ્રહ સાથે અથડાશે તો ત્યાં ઘણું મોટું નુકસાન થઈ જશે.

image source

કોરોના વાયરસ સામે લડી રહેલ દુનિયાના બધા દેશોની સામે હવે કેટલાક કલાકો જ દુર એક અવકાશી આફત અંતરીક્ષ માંથી આવી રહી છે. જેના કારણે આખી દુનિયાના વૈજ્ઞાનિકો હેરાન થઈ રહ્યા છે કારણ કે, જો આ એસ્ટેરોઈડની દિશામાં થોડુક પણ પરિવર્તન આવશે તો તેના પરિણામ ઘણા ભયંકર હશે.

image source

અમેરિકન અંતરીક્ષ એજંસી નાસા દ્વારા દોઢ મહિના પહેલા ખુલાસો કરાયો હતો કે, પૃથ્વી તરફ એક વિશાળકાય એસ્ટેરોઈડ ખુબજ ઝડપથી આવી રહ્યો છે. જણાવાય રહ્યું છે કે, આ એસ્ટરોઇડ પૃથ્વીના સૌથી મોટા અને ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ત્રણ ગણો વધારે મોટો છે. આટલો મોટો એસ્ટેરોઈડ અને તે પણ આટલી બધી સ્પીડમાં પૃથ્વીના કોઇપણ ભાગ સાથે અથડાશે તો તે જગ્યાએ ઘણી મોટી સુનામી આવી શકે છે કે પછી ઘણા બધા દેશ એકસાથે બરબાદ થઈ શકે છે.

જો કે, નાસાએ એમ પણ જણાવ્યું છે કે, આ એસ્ટેરોઈડથી ડરવાની જરૂરિયાત નથી કેમ કે, આ એસ્ટેરોઈડ પૃથ્વીથી અંદાજીત ૬૩ લાખ કિલોમીટર દુરથી પસાર થવાની સંભાવના છે. પણ અંતરીક્ષ વિજ્ઞાનમાં આ અંતરને વધારે અંતર માનવામાં આવતું નથી. આ એસ્ટેરોઈડને 52768 (1998 અથવા 2) નામ આપવામાં આવ્યું છે. આ એસ્ટેરોઈડને નાસાએ સૌપ્રથમ ૧૯૯૮માં જોયો હતો. આ એસ્ટેરોઈડનો વ્યાસ ૪ કિલોમીટર જેટલો છે. જયારે તેની ઝડપ ૩૧૩૧૯ કિલોમીટર પ્રતિ કલાકની છે એટલે કે આ એસ્ટેરોઈડ અંદાજીત એક સેકન્ડમાં ૮,૭૨ કિલોમીટરનું અંતર કાપે છે. આ એસ્ટેરોઈડની ઝડપ એક નોર્મલ રોકેટની સ્પીડ કરતા પણ અંદાજીત ત્રણ ગણી વધારે છે.

જયારે આ એસ્ટેરોઈડ પૃથ્વીની નજીકથી પસાર થશે ત્યારે ભારતમાં બપોરના ૩:૨૬નો સમય થયો હશે. પણ સૂર્ય પ્રકાશ તે સમયે વધારે હોવાના કારણે આપણે બધા આ એસ્ટેરોઈડને નરી આંખે જોઈ શકીશું નહી. આ વિષે અંતરીક્ષ વિજ્ઞાની ડૉ.સ્ટીવન પ્રાવડો જણાવે છે કે, આ ઉલ્કા પીંડ 52768ને સૂર્યનું એક ચક્કર પૂરું કરતા ૧૩૪૦ દિવસ જેટલો સમય લાગે છે. આજે જયારે આ એસ્ટેરોઈડ પસાર થઈ જશે ત્યાર પછી એસ્ટેરોઈડ 52768 (1998 અથવા 2) નું પૃથ્વી તરફ બીજું ચક્કર ૧૮ મેં, ૨૦૩૧ની આસપાસ ફરીથી જોવા મળી શકે છે. ત્યારે આ એસ્ટેરોઈડ પૃથ્વીથી અંદાજીત ૧.૯૦ કીલોમીટરના અંતરથી પસાર થઈ શકશે.

image source

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આવા એસ્ટેરોઈડની દર ૧૦૦ વર્ષમાં પૃથ્વી સાથે અથડાવાની ૫૦ હજાર શક્યતાઓ હોય છે. તેમછતાં કોઈને કોઈ પ્રકારે આ એસ્ટરોઈડ પૃથ્વીની ઘણી નજીકથી પસાર થઈ જાય છે.