ગુજરાતમાં આવી ગઈ કોરોનાની રસી, આ તારીખથી શરૂ થશે વેક્સિનેશન, જાણો A TO Z માહિતી

ભારતમાં કોરોના રસીકરણ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 16 જાન્યુઆરીથી રસીકરણ યોજાવાનું છે અને મંગળવારે વહેલી સવારે પુનાની સીરમ સંસ્થાએ દેશના વિવિધ ભાગોમાં રસી સપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે. રસીની પહેલી ખેપ પહેલા રાજધાની દિલ્હી પહોંચી હતી. આ રસી મંગળવારે વહેલી સવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક વિશેષ કન્ટેનર દ્વારા રવાના કરવામાં આવી હતી. ત્યાંથી ખાસ કન્ટેનરમાં રાખી રસી હવાઈ માર્ગે ગુજરાત પહોંચી હતી.

image source

પુણેની સિરમની કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી.

અહીં વેક્સિનનું સ્વાગત કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્ય સચિવ જયંતી રવી સહિતના અધિકારીઓ લીલી ઝંડી દેખાડી, શ્રીફળ વધેરી રસીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રહ્યા હતા. વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ કન્ટેનરને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.

image source

મહત્વપૂર્ણ છે કે પહેલી ખેપમાં અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખથી વધારે ડોઝનો જથ્થો અત્યારે ગુજરાત પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદ માટેના ડોઝ અસારવા સિવિલ હોસ્પિટલ રખાશે. જ્યારે ગાંધીનગર માટેના ડોઝ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

image source

હાલ જે જથ્થો આવ્યો છે ત્યારબાદ હવે 14-15 જાન્યુઆરીએ રસીની બીજી ખેપ ગુજરાત આવશે જેમાં ભરુચ જિલ્લા માટે રસી આવશે. અહીં આરોગ્ય શાળાના સ્ટોરેજ ખાતે રસી રાખવામાં આવશે. ત્યારબાદ અહીંથી 16 જાન્યુઆરીના રોજ જિલ્લાના 7 કેન્દ્રો પર રસી મોકલવામાં આવશે.

image source

ઉલ્લેખનીય છે કે રસીની પહેલી ખેપ ગુજરાત પહોંચે તે પહેલા દેશભરમાં આગામી 16 જાન્યુઆરીથી શરુ થઇ રહેલા કોરોનાના રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

image source

ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકાર ની સજ્જતા અને પૂર્વ તૈયારીઓ ની માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનને સવિસ્તર આપી હતી.

image source

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો અને અગ્ર સચિવઓ બેઠકમાં જોડાયા હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત