જાણો કોણ છે સુધીર સીતાપતિ, જેમનું નામ જોડવાથી Godrej Consumerના શેરમાં આવ્યો 25 ટકા સુધીનો ઉછાળો

કન્ઝ્યુમર ગુડ્સ બનાવનારી કંપની Godrej Consumer નું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ કંપની નહાવાના સાબુ, કપડાં ધોવા માટે EG, મચ્છર ભગાવવા માટે હિટ અને ગુડ નાઈટ, રમ ફ્રેશનર એયર જેવા અનેક પ્રોડક્ટો બનાવે છે. માર્ચના અંતે કંપનીનું રિઝલ્ટ આવ્યું છે અને સાથે જ કંપનીના નવા મેનેજીંગ ડાયરેક્ટર અને CEO ની જાહેરાત પણ કરવામાં આવી છે. આ ખબરને કારણે આજના તેના શેયરમાં 25 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

image source

કન્ઝ્યુમર પ્રોડક્ટ વિશ્વના પ્રખ્યાત પ્રોફેશનલ સુધીર સીતાપતિને કંપનીએ તેના મેનેજીંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણુંક કરી છે. તેઓ 18 ઓક્ટોબરથી કંપનીનું કામકાજ સંભાળશે. તેની નિમણુંક આગામી પાંચ વર્ષો માટે કરવામાં આવી છે.

હાલમાં નિસાબા ગોદરેજ કંપનીના ચેરપર્સન અને મેનેજજિંગ ડાયરેક્ટર છે. તેઓ એક્ઝિક્યુટિવ ચેરપર્સનની ભૂમિકા ભજવતા રહેશે. જયારે સુધીર સીતાપતી હાલમાં હિન્દુસ્તાન યુનિલીવરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના પદ પર હતા. અને ત્યાં તેઓ છેલ્લા 22 વર્ષોથી કંપની સાથે જોડાયેલા હતા.

નવી ઊંચાઈએ પહોંચ્યો શેયરનો ભાવ

image source

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ નો શેયર આ લખાય છે તે દિવસે 22 ટકાની ઝડપથી વધીને બંધ થયો હતો. 156 રૂપિયાની તેજી સાથે તેનો શેયર 872.85 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. આજ રોજ કંપનીનો શેયર 892 રૂપિયા સુધીના સ્તર સુધી પહોંચ્યો હતો જે તેના 52 સપ્તાહનો ઉચ્ચતમ સ્તર છે. આ તિમાહીના કંપનીના કન્સોલીલેટેડ નેટ પ્રોફિટ માં 59 ટકાની તેજી આવી હતી અને તે 366 કરોડ રૂપિયા રહ્યો હતો. માર્ચ 2020 તિમાહીમાં કંપનીનું નેટ પ્રોફિટ 229 કરોડ રહ્યું હતું.

હુલ સાથે છેલ્લા 22 વર્ષોથી જોડાયેલા હતા

આ પહેલા 10 મે ના રોજ FMCG ક્ષેત્રની ટોચની કંપની હિન્દુસ્તાન યુનિલીવર એટલે કે HUL એ કહ્યું કે તેના કાર્યકારી નિર્દેશક (ફૂડ એન્ડ રિફ્રેશમેન્ટ) સુધીર સીતાપતી સંગઠન છોડી રહ્યા છે અને શ્રીનંદન સુન્દરમ તેનું સ્થાન લેશે. આ કંપનીના ટોચના સ્તરના પ્રબંધનમાં કરવામાં આવતા ફેરફાર અંતર્ગત થશે. કંપનીએ ગત સોમવારે જાહેરાત કરી જણાવ્યું હતું કે શ્રીનંદન સુન્દરમ સુધીર સીતાપતીનું સ્થાન લેશે જે કોઈ બાહરી અવસરને કારણે કંપની છોડી રહ્યા છે. સુન્દરમ આ સયમે HUL માં કાર્યકારી નિર્દેશક એટલે કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. પ્રબંધન સમિતિમાં ફેરફાર એક જુલાઈ 2021 થી અમલમાં આવશે.

image source

IIM અમદાવાદ થી કર્યું છે MBA

સુધીર સીતાપતી 1999 માં IIM અમદાવાદ MBA નો અભ્યાસ કર્યો છે. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેઓએ મેથ્સ અને ઇકોનોમિક્સમાં BSC કર્યું હતું. તેની પહેલી નોકરી HUL માં થઇ હતી જ્યાં તેઓએ 22 વર્ષ સુધી કામ કર્યું. તે સિવાય તેઓએ ‘The CEO Factory: Management lessons from Hindustan Unilever’ નામથી એક પુસ્તક પણ લખ્યું છે જેને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ પુસ્તકના અત્યાર સુધીમાં છ એડિશન આવી ચુક્યા છે. હાર્વર્ડ બિઝનેસ રીવ્યુના જણાવ્યા મુજબ 2020 માં આ પુસ્તક વાંચવા માટે એક સારું પુસ્તક છે.

મારા માટે સન્માનની વાત છે : સુધીર સીતાપતી

પોતાની નવી જવાબદારીને લઈને સુધીર સીતાપતીએ જણાવ્યું હતું કે આ મારા માટે સન્માનની વાત છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડના બોર્ડે મને પસંદ કર્યો છે તે માટે હું તેમનો આભારી છું. હું આ કંપનીની લિગેસીથી ઘણો પ્રભાવિત છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!