સુંદર શરીરનો ઉપયોગ કરીને આ બે સુંદરીઓ યુવાનોને લૂંટી રહી છે, લગ્ન કરીને 15 લાખનો ચૂનો ચોપડી ફરાર થઈ

હાલમાં જ જૂનાગઢથી એક લૂંટેરી દુલ્હન પકડાઈ હતી. ત્યારે હવે એવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે અને જેમાં બે લૂંટેરી સુંદરીઓનો પર્દાફાશ થયો છે. તો બધા જ યુવાનોને ચેતવવામાં આવી રહ્યા છે. વિગતે વાત કરીએ તો ગ્વાલિયરમાં બે લુંટેરી દુલ્હન સામે આવી છે. બંને ઉજ્જૈનની રહેવાસી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. બંનેએ 3 મહીના પહેલા કાપડના વેપારીના બે ભાઈઓ સાથે લગ્ન કર્યા અને બાદમાં ઘરેથી 8 લાખ રૂપિયાના ઘરેણાં અને 7 લાખની રોકડ લઈને છુમંતર થઈ ગઈ હતી. પીડિત વેપારીએ બિઓલા પોલીસ મથકે બંને વહુઓ, તેનો ભાઈ સંદીપ મિત્તલ, લગ્ન કરાવનાર સહિતના 6 લોકો સામે FIR નોંધાવી છે.

image source

આ સાથે જ જો વિગતે વાત કરીએ તો લગ્નના સમયે એવું જણાવવામાં આવ્યું હતુ કે, તેમનાં માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું છે, ગરીબ છે, વગેરે વગેરે બહાના આપીને ઈમોશનલ બ્લેકમેલ કરવામાં આવી. પછી એમ કરીને લગ્ન કરાવવાના નામે 7 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે, એક દુલ્હનને તો પહેલેથી જ એક પુત્ર પણ છે. આ વાત જાણમાં આવતા જ હાહાકાર મચી જવા પામ્યો હતો. ઉજ્જૈનમાં બંને સામે દગો કરવાની FIR પહેલેથી જ લોકો દ્વારા નોંધાયેલી છે. બિલોઆ પોલીસ મથક વિસ્તારના રહેવાસી નાગેન્દ્ર જૈન કાપડના વેપારી છે તેમની સાથે આ ભોગ બન્યો છે.

image source

જો કઈ રીતે લૂંટ થઈ એના વિશે વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2020માં તેમનાં નાના ભાઈઓ દિપક જૈન અને સુમિત જૈનના લગ્ન ઉજ્જૈનની રહેવાસી નંદની મિત્તલ અને રિંકી મિત્તલ સાથે કરવામાં આવ્યા હતા. સંબંધ બંને યુવતીના ભાઈ સંદીપ મિત્તલની સામે નક્કી થયો હતો. આ સંબંધ સમાજના જ બાબુલાલ જૈને નક્કી કરાવ્યો હતો. બંનેની જાતિ વૈશ્ય વાણિયા જણાવવામાં આવી હતી. લગ્ન બાદ નંદની અને રિંકી લગભગ 15 થી 20 દિવસ સુધી સાસરીએ રહી હતી. બાદમાં પોતાને પિયર ચાલી ગઈ હતી. આ પછી તે 9 જાન્યુઆરી 2021 ના રોજ તેના ભાઈઓ સંદીપ મિત્તલ અને આકાશ મિત્તલ સાથે આવી હતી. થોડો સમય રૂમમાં સસરાના સાથે વાત કરી.

image source

જોવાની વાત એ હતી કે આ બહુએ વાતો કરી પછી જ સસરાને હાર્ટએટેક આવ્યો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મોત પણ નીપજ્યું હતું. સસરાના તેરમાં પછી બંનેએ તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવીને ઘર છોડીને ચાલી ગઈ. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ, જ્યારે કેટલાક દિવસ તે પરત આવી નહીં. દર વખતે આવવા માટેની માત્ર વાતો જ કરતી રહી. જ્યારે ઘરવાળાને શંકા ગઈ તો રૂમમાં તપાસ કરવામાં આવી. પછી જે બહાર આવ્યું એ જોઈને આખો પરિવાર ચોંકી ગયો હતો.

image source

તપાસમાં સામે આવ્યું કે બંને બહેનો ઘરના તમામ ઘરેણાં અને 7 લાખની રોકડ સાથે લઈને ફરાર થઈ ગઈ છે. ઘરેણાંની કિંમત લગભગ 8 લાખ જેટલી હોવાનું કહેવામા આવે છે. અનેકવાર બોલાવવા છતાં જ્યારે બંને ન આવી, ત્યારે તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું. ત્યારે જાણ થઈ કે બંનેએ પહેલેથી જ લગ્ન કરેલા છે. નંદનીને તો એક બાળક પણ છે અને તેની ફેસબુક આઈડી નંદની પ્રજાપતિ અને ટીના યાદવના નામે છે, જ્યારે રિંકી મિત્તલનું ફેસબુક આઈડી રિંકી પ્રજાપતિના નામે છે. સંદીપ મિત્તલનું આઈડી સંદીપ શર્મા અને ભાભી રીના મિત્તલનું આઈડી રીના ચંદેલ અને બીજા ભાઈ આકાશ મિત્તલનું આઈડી આકાશ મરાઠીના નામેથી મળ્યા છે.

image source

આ સાથે જ જો વાત કરવામાં આવે તો બન્ને વિશે એવી પણ માહિતી સામે આવી કે ઉજ્જૈનમાં બંને દુલ્હનની સાથે તેમનાં સાથી પર લગ્નના નામે દગો દેવાની ફરિયાદ દાખલ છે. પીડિત વેપારીએ જણાવ્યુ હતુ કે લગ્ન ઈન્દોર રહેવાસી બાબુલાલ જૈને કરાવ્યા હતાં અને તેમણે જણાવ્યુ કે 2012માં પૂર આવવાથી નંદની અને રિંકીના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને પરિવાર ગરીબ છે. એટલા માટે બંને તરફના લગ્નનો ખર્ચો ઉપાડતાં અમે તેમને 7 લાખ રૂપિયા રોકડ આપ્યા હતા. આ રીતે બધા પ્લાન કરી કરીને તે દુલ્હનના વેશમાં પોતાની સુંદરતાનો લાભ લઈ લોકોને લૂંટવાનો ધીકતો ધંધો કરી રહી છે. હવે પોલીસે પણ આવી મહિલાઓથી ચેતીને રહેવાની વાત કરી છે અને ચેતવાનું કહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *