કોરોનાથી બચવા માટે સરકારએ બનાવેલા સુરક્ષા સ્ટોર્સથી ખરીદી શકાશે જરૂરી સામાન, જાણો શું છે તેની ખાસિયતો

કેન્દ્ર સરકાર કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુડ્સ મોબિલિટી પર પ્રતિબંધ વધારવા પહેલા દેશભરમાં કુલ 20 લાખ રિટેલ ચેઇન ખોલવાની યોજના બનાવી રહી છે.

image source

આ રિટેલ ચેઇન સ્ટોર્સને સુરક્ષા સ્ટોર્સ નામ આપવામાં આવશે. અહીં સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ જરૂરી વસ્તુઓની ખરીદી લોકો કરી શકે તેવી વ્યવસ્થા હશે. તેના માટે એફએમસીજી સેક્ટરની ટોપ 50 કંપનીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

સરકારની આ પહેલથી કરિયાણાની દુકાનોને સેનિટાઈઝ્ડ રિટેલ આઉટલેટસમાં ફેરવવામાં આવશે. અહીં જરૂરી વસ્તુઓનું વેચાણ થશે. આ સ્ટોર્સ પર સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે અન્ય સુરક્ષા માપદંડોનું પણ ધ્યાન રાખવામાં આવશે.

આ અંગે જાણવા મળ્યાનુસાર કેન્દ્ર સરકાર સુરક્ષા સ્ટોર્સના પ્લાન પર કામ કરી રહી છે અને આગામી 45 દિવસમાં સરકાર દેશભરમાં કુલ 20 લાખ આવા સ્ટોર્સ ખોલવા ઈચ્છે છે. આ પ્લાનને ચોક્કસ રીતે અને સાવધાનીથી આખરી ઓપ આપવામાં આવશે.

સુરક્ષા સ્ટોર્સ બનાવવા માટે દરેક રિટેલ સ્ટોરને હેલ્ધી અને સેફ્ટી ચેકલિસ્ટનું પાલન કરવું ફરજિયાત હશે. જેમાં દુકાન અને બિલિંગ કાઉંટર પર 1.5 મીટરનું સોશિયલ ડિસ્ટેંસિંગ, સેનિટાઈઝરનો ઉપયોગ, સ્ટાફ માટે માસ્ક અને બધા જ એરિયાને દિવસમાં બે વાર સેનિટાઈઝ કરવાની વ્યવસ્થા કરવી પડશે. આ રીતે સુરક્ષા સ્ટોર્સ ગ્રોસરીઝ માટે જ નહીં પરંતુ ડ્યૂરેબલ્સ, અપેરલ્સ અને સલૂનનો પણ સમાવેશ થાય છે.

એક એફએમસીજી કંપનીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર આ પ્લાનમાં તેઓ સરકારને સાથ આપશે સુરક્ષા સ્ટોર્સ તૈયાર કરવા તેઓ સ્ટાફને ટ્રેનિંગ પણ આપશે અને હેલ્થ કિટ્સની વ્યવસ્થા પણ કરશે. આ યોજનામાં ઈંડસ્ટ્રીઝ હોલસેલર્સ અને નાના યૂનિટ્સ પણ મદદ કરશે.