સુશાંતના કેસમાં ચોંકાવનારો ખુલાસો, શું ઇલેક્ટ્રીક શોક આપતી બંદૂકથી સુંશાતની કરવામાં આવી છે હત્યા?

શું ઇલેક્ટ્રીક શોક આપતી ગનથી સુશાંતની હત્યા કરવામા આવી હતી ? – સુશાંતના ગળા પરના આ નિશાનથી શંકા ઓર વધી રહી છે

14જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના ફ્લેટના બેડરૂમમાંથી પંખે લટકતી હાલતમાં મૃત મળી આવ્યો હતો. શરૂઆતમાં તેના મૃત્યુને લઈને ડીપ્રેશનના કારણે આત્મહત્યાની વાતો ચાલી હતી. પણ ધીમે ધીમે તેના મૃત્યુનું રહસ્ય ઘુંટાતું ગયું અને હાલ લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને તેના મૃત્યુની તપાસ સીબીઆઈ કરી રહી છે.

image source

તેમાં મુખ્ય આરોપી તરીકે સુશાંત સિંહ રાજપૂત સાથે રહેતી તેની લીવ ઇન ગર્લફ્રન્ડ રીયા ચક્રવર્તીની પુછપરછ ચાલી રહી છે. સુશાંતના મૃત્યુને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં સુશાંતની હત્યાની એક થિયરી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. આ થિયરી પ્રમાણે સુશાંતનું મૃત્યુ સ્ટન ગનની મદદથી થયું હોય તેવી વાત કહેવામા આવી છે. અને હાલ આ થિયરી ખૂબ વાયરલ થઈ રહી છે.

image source

યુઝરે પોતાની પોસ્ટમા લખ્યું છે – રાજુ વાધવા નામના એક યુઝરે લખ્યું છે – હું ઇન્ટરનલ મેડિસીનની યુએસએના કેલિફોર્નિયામાં પ્રેક્ટિસ કરું છું. હું એ મુદ્દા પર ધ્યાન દોરવા માગું છું કે સુશાંત સિંહ રાજપુતના ગળાની ડાબી બાજુ પર સ્ટન ગન અથવા તો ટેસર ઇલેક્ટ્રીકલ બર્નના બળી જવાના નીશાન છે. જો તમે આ વાત નોંધશો – તો તેના ચહેરાનો ડાબો અરધો ભાગ પેરલાઇઝ્ડ થઈ ગયો છે – જેને બેલ્સ પાલ્સી કહેવાય છે જે હાઇ વોલ્ટેજના કારણે થતું હોય છે – આજ કારણસર તેનો ચહેરાનો જમણો ભાગ વિચલીત થઈ ગયો છે કારણ કે તેના ચહેરાનો ડાબો ભાગ પેરલાઇઝ્ડ થઈ ગયો હતો અને તેની ડાબી આંખ પણ ખુલ્લી હતી – તે બંધ ન થઈ કારણે ચહેરાની નસ શોકના કારણે પેરલાઇઝ્ડ થઈ ગઈ છે.

image source

કદાચ આ જ કારણસર તે સામે ફાઇટ ન કરી શક્યો. ઘણા બધા લોકો સ્ટન ગન નથી ધરાવતા હોતા માટે તેની શોધનો દાયરો ખૂબ જ સાંકડો રહેશે. આજ મેથડનો ઉપયોગ એકવાર યુએસએના નેવી સીલની હત્યામાં કરવામાં આવી હતી. તેને આત્મહત્યા તરીકે દર્શાવવામાં આવી હતી પણ ફોરેન્સિક્સથી હત્યારા પકડાઈ ગયા હતા.

હાલ આ ટ્વીટ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અને સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કર્યું છે કે શું આ ગન અરેબિયન સીના સરહદી દેશમાંથી સ્મગલ્ડ કરવામા આવી હતી ? એનઆઈએએ આની તપાસ કરવી જોઈએ.

image source

બીજા એક યુઝરે થિયરી શેર કરતાં પોતાની પોસ્ટ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દીકરા આદિત્ય ઠાકરેને પણ ટેગ કર્યા છે અને સાથે સાથે ભાજપના સાંસદ એવા દીગ્ગજ વકીલ સુબ્રમણ્યમ સ્વામીને પણ ટેગ કર્યા છે. યુઝરે પોતે પણ સ્ટન ગન્સ વિષે વાંચ્યું છે અને તેને કેવી રીતે વાપરવી તે વિષે પણ તેણે વાંચ્યું હતું. અને તેને વાપર્યા બાદ શરીર પર કેવા પ્રકારના માર્ક રહી જાય તે વિષે પણ તેણે જાણ્યું હતું.

image source

સુશાંતના મૃત્યુની તપાસમાં મુંબઈ પોલીસ પર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે. તેમણે યોગ્ય રીતે તપાસ નથી કરી તેવા પણ આરોપ સુશાંતના કુટુંબીજનો તેમજ સુશાંતના ફેને લગાવયા છે. ત્યાર બાદ સુશાંતના પિતાએ પટના પોલીસમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પટના પોલીસ મુંબઈ ખાતે તપાસ કરવા આવતા મુંબઈ પોલીસે તેમનો સહકાર નહીં કરવાની વાતો પણ સાંભળવા મળી હતી. અને હાલ છેવટે સીબીઆઈને આ તપાસ સોંપવામા આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત