આ તસ્વીર જોઈને કહો જોઈએ આ મહિલા છે કે પુરુષ?

આજના સમયમાં સોશ્યલ મીડિયા પર કેટલીય એવી તસવીરો ફરી રહી છે જે તસવીરો જોઈને તમે ઘડીક નક્કી જ ન કરી શકો કે તે તસ્વીર મહિલાની છે કે પુરુષની.

image source

અહીં તમે જે તસ્વીર જોઈ રહ્યા છો તે જોઈને તમને પણ એમ જ થતું હશે કે આ તસ્વીર જાપાની સ્કૂલ ગર્લની છે. તો તમારી અહીં ભૂલ થાય છે કારણ કે તસ્વીરમાં દેખાતી વ્યક્તિ કોઈ છોકરી નહિ પણ 43 વર્ષનો એક પરણેલો પુરુષ છે અને તેના બાળકો પણ છે.

1977 માં જન્મેલા આ વ્યક્તિનું નામ તાકુમા તાની છે અને તે વ્યવસાયે એક સિંગર છે. અસલમાં તેની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે જેમાં તે સ્કૂલનો યુનિફોર્મ પહેરેલી એક વિદ્યાર્થીની જેમ દેખાય છે. અસલમાં તાકુમા જયારે સ્કૂલમાં ભણતો ત્યારથી તેને સંગીત પ્રત્યે ભારે રુચિ હતી અને જયારે 28 વર્ષનો થયો તો તેણે એક જાપાની રોક ગ્રુપ જોઈન કર્યું અને સંગીત અને ગાયનને જ પોતાનું કેરિયર બનાવ્યું. વળી, 34 વર્ષની ઉંમરે તેણે ફરી એક વખત એવો વિચાર આવ્યો કે કેમ ફરીથી સ્કૂલના યુનિફોર્મમાં પરફોર્મ ન કરવું. અને પછી શું તેણે એમ જ કર્યું અને તે રૂપ તેને ખુદને પણ એટલું પસંદ આવ્યું કે હવે આ રૂપને જ પોતાની ઓળખ બનાવી લીધી.

image source

નવાઈની વાત તો એ છે કે જયારે તાકુમા સ્કૂલની વિદ્યાર્થીનીઓ વાળો યુનિફોર્મ પહેરે છે તો મોટાભાગના લોકો તેને એક છોકરી જ સમજવા લાગે છે. 162 સેન્ટિમીટર લંબાઈ અને 47 કિલો વજનનું શરીર ધરાવતા તાકુમા આ રંગરૂપ માટે મેકઅપ પણ કરે છે. જો કે હવે આ બધી તેની રોજની આદત બની ગઈ છે અને હવે તે તેના માટે અઘરું પણ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે તાકુમા જાપાનના એક ટીવી શો ક્રોસ ડ્રેસિંગ ચૈમ્પિયન્શિપમાં વિજેતા પણ બની ચુક્યો છે.

image source

એક ગાયક હોવાની સાથે સાથે તાકુમા એક સફળ ઉદ્યોગકાર પણ છે. તાકુમાએ મહિલાઓ માટે કપડાંની એક નવી બ્રાન્ડ અતુકોસ્તેવ ટોક્યો પણ લોન્ચ કરી છે અને એ સિવાય તે મહિલાઓ માટેના કાપડાઓનું મોડલિંગ પણ કરે છે. વર્ષ 2016 માં તાકુમા એક પુત્રીના પિતા બન્યા અને તેણે પોતાની પુત્રીને ખોળામાં રાખીને એક તસ્વીર પણ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં તેણે ” હું એક પિતા છું ” એમ કેપશન પણ લખ્યું હતું.

image source

સોશ્યલ મીડિયા પર પણ તાકુમાને ઘણા લોકો પસંદ કરે છે. તેના ટ્વીટર એકાઉન્ટ પર 20000 થી વધુ ફોલોઅર છે. ટાંકુમાનું માનવું છે કે તમને જે મન થાય એ કામ કરો તમારે કોઈથી ડરવાની કે પોતાને ખરાબ ગણવાની જરૂર નથી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત