શું તમે 5000 રૂપિયાની અંદર સ્માર્ટફોન ખરીદવા માગો છો? તો આ રહ્યા બેસ્ટ વિકલ્પ

સ્માર્ટફોન આજે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે. પછી તે કોઈ સામાન્ય માણસ હોય કે પછી કોઈ શ્રીમંત વ્યક્તિ હોય. આજે મોટા ભાગના વ્યવહારો પછી તે વ્યવસાય હોય, શિક્ષણ હોય, આર્થિક લેવડદેવડ હોય કે પછી કમ્યુનીકેશન હોય કે પછી મનોરંજન હોય બધું જ સ્માર્ટ ફોન પર કરી શકાય છે. લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે અને પોતાની આર્થિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને સ્માર્ટ ફોન ખરીદતા હોય છે. જો તમે પણ ઓછા રૂપિયામાં સ્માર્ટ ફોન ખરીદવા માગતા હોવ તો અમે તમારા માટે કેટલાક એવા સ્માર્ટ ફોન વિષેની માહિતી લઈને આવ્યા છીએ જે તમને બજારમાં 5000 રૂપિયાની અંદર મળે છે. તો ચાલો જાણીએ તે વિષે.

image source

લોકોનો એવો સામાન્ય ખ્યાલ છે કે સ્માર્ટફોન્સ મોંઘા જ આવે છે. જ્યારે એવું નથી. ભારતીય સ્માર્ટફોન બજારમાં કેટલાએ એવા વિકલ્પ હાજર છે જે ખૂબ જ ઓછી કીંમતમાં એટલે કે 5000 રૂપિયાથી પણ ઓછામાં ખરીદી શકાય છે.

image source

જ્યારે પણ કોઈ ફીચર ફોન યુઝર સ્માર્ટ ફોનમાં સ્વિચ કરે છે ત્યારે તેની જરૂરિયાત સ્માર્ટફોનની ઓનલાઈન પેમેન્ટ કે ઇન્ટરનેટ બ્રાઉસ કરવાની હોય શકે છે, જે આજકાલ ખૂબ જરૂરી થઈ ગયું છે. તેવામાં અમે તમારા માટે કેટલાક એવા સ્માર્ટફોન્સનું લીસ્ટ લઈને આવ્યા છીએ જે 5000 રૂપિયાથી ઓછી કીંમતમાં ખરીદી શકાય છે અને જેયુઝર્સ ફીચર ફોનથી સ્માર્ટફોનમાં સ્વીચ કરવા ઇચ્છે છે તેમના માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ સ્માર્ટફોન્સ વિષે.

માઇક્રોમેક્સ ભારત 2 પ્લસ – આ ફોન એક જ વેરિએન્ટમાં આવે છે. તે 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજની સાથે છે. તેની સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. તેની કીંમત 3300 રૂપિયા છે. તેમાં 4 ઇંચનો ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામા આવ્યો છે. તે ફોન એન્ડ્રોઇડ 7 પર કામ કરે છે.

તેમાં ક્વોડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 1600 એમએએચની બેટરી આપવામાં આવી છે. સાથે જ 5 મેગાપિક્સલનું રિયર સેંસર અને 2 મેગાપિક્સલનું ફ્રન્ટ સેંસર આપવામાં આવ્યું છે.

image source

Itel A23 – આ ફોન એક જ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તે 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ સાથે આવે છે તેના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. તેની કીંમત, 3999 રૂપિયા છે. તેમાં 5 ઇંચનું FWVGA ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફેન એન્ડ્રોઇડ ઓએસ પર કામ કરે છે. તેમાં ક્વોડ- કોર કોર્ટેક્સ આર્કિટેક્ચર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 2050 એમએએચની બેટરી આપવામાં આવી છે. સાથે સાથે 2 મેગાપિક્સલનું રિયર સેંસર અને 0.3 મેગાપિક્સલનું ફ્રન્ટ સેંસર આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી M01 Core – આ ફોન બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. પહેલું વેરિયન્ટ 1 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ સાથે આવે છે. તો બીજું વેરિએન્ટ 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ સાથે આવે છે. 5000 રૂપિયાથી ઓછી કીંમતમાં આ ફોનનું બેઝ વેરિએન્ટ એટલે કે 1 જીબી અને 16 જીબી સ્ટોરેજ ઉપલબ્ધ છે જેની કીંમત 4999 રૂપિયા છે. તેમાં 5.3 ઇંચનું પીએલએસ ટીએફટી એસલીટી એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ ગો પર આધારિત છે. તેમાં મિડિયાટેક MT6739WW પ્રોસેસર આપવામાં આવ્યું છે.ફોનમાં 3000 એમએએચની બેટરી આપવામા આવી છે. સાથે 8 મેગાપિક્સલનું રિયર સેંસર અને 5 મેગાપિક્સલનું ફ્રન્ટ સેંસર આપવામાં આવ્યું છે. તેના
સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

ઇન્ટેક્સ એક્વા એર 2 – આ ફોન એક જ વેરિએન્ટમાં આવે છે. તે 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજન સાથે આવે છે. તેના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. તેની કીંમત 4889 રૂપિયા છે. તેમાં 5 ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તે ફોન એન્ડ્રોઈડ 4.4 પર કામ કરે છે. તેમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂઅલ-કોર મીડિયાટેક MT6572W પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 2300 એમએએચની બેટરી આપવામા આવી છે. સાથે 2 મેગાપિક્સલનું રિયર સેંસર અને 0.3 મેગાપિક્સલનું ફ્રન્ટ સેંસર આપવામાં આવ્યું છે.

પેનાસોનિક ઇલુગા આઈ7 – આ ફોન એક જ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તે 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ સાથે આવે છે. તેના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. તેની કીંમત 5000 રૂપિયા છે. તેમાં 5.45 ઇંચને ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તે ફોન એડ્રોઇડ 7 પર કામ કરે છે. તેમાં ક્વોડ-કોર મિડિયાટેક MT6737H પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે. સાથે જ 8 મેગાપિક્સલનું રિયર સેંસર અને 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેંસર આપવામાં આવ્યું છે. તેને બ્લેક, બ્લૂ અને ગોલ્ડ કલરમાં ખરીદી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત