જો તમે ઈન્ટરનેટ પર સર્ચ કરો છો આ નંબર તો તમારા એકાઉન્ટથી ગાયબ થઈ શકે છે રૂપિયા, SBIનું એલર્ટ

SBIએ કાર્ડ ધારકોને માટે એલર્ટ જાહેર કર્યું છે. તેઓએ આ એલર્ટની મદદથી યૂઝર્સને ચેતવ્યા છે કે જલ્દી તમારા માટે કોઈ ખાસ ઈન્ટરનેટ પર ટોલ ફ્રી નંબર ચેક કરવાનું મુશ્કેલીનું કામ હોઈ શકે છે. એલર્ટમાં કહેવાયું છે કે ઈન્ટરનેટ પર ટોલ ફ્રી નંબર કે કન્ઝ્યુમર કેર નંબર ક્યારેય સર્ચ ન કરો. આ સાથે SBI કાર્ડના યૂઝર્સને પણ જાણકારી આપી છે કે જેના અનુસાર યૂઝર્સને ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં સરળતા રહે છે.

image source

SBIએ ગ્રાહકોને માટે જાહેર કરેલા ન્યૂઝ લેટરમાં કહ્યું છે કે ટોલ ફ્રી નંબર સર્ચ કરવો ખાતા ધારકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. જ્યારે પણ તમે બેંક કે કોઈ અન્ય કામ માટે કન્ઝ્યુમર કેરની જરૂર અનુભવો છો તો તમે સીધા ઈન્ટરનેટ પર ટોલ ફ્રી કે કન્ઝ્યુમર કેર નંબર સર્ચ કરવાનું શરૂ કરી દો છો. ઈન્ટરનેટ પર મળનારા નંબર પર કોલ કરીને પોતાની તકલીફ જણાવી શકો છો. પરંતુ આમ કરવાથી તમારી તકલીફ વધી જાય છે. જાણો આ માટે બેંક તમને શું સલાહ આપે છે.

SBIનું શું છે એલર્ટ

image source

SBIની તરફથી જે માહિતિ આપવામાં આવી છે તેમાં કહેવાયું છે કે ક્યારેય પણ કસ્ટમર સપોર્ટ નંબર શોધવા માટે સર્ચ એન્જિનનો ઉપયોગ ન કરે. આ માટે હંમેશા ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડરની સાઈટ કે અધિકૃત એપ્લીકેશન પર જાઓ અને અહીંથી કોઈ નંબર મેળવો. તમારી વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર સપોર્ટમાં કોલ કરવો કે પોતાના ક્રેડિટ કાર્ડ પર લખેલા નંબર પર કોલ કરો.

બેંક કહે છે કે ક્યારેય ઓટીપી, સીવીવી કે પિન નંબરની જાણકારી કોઈની સાથે ભૂલથી પણ શેર ન કરો એસબીઆઈ કાર્ડના અધિકારી ક્યારેય આવી જાણકારી પૂછતા નથી. યાદ રાખો કે ટોલ ફ્રી નંબર કે કસ્ટમર સપોર્ટ નંબર ફોન નંબરની જેમ દેખાતા નથી. તે હંમેશા 1800-1888-1844 વગેરેથી શરૂ થાય છે. એવામાં તમે પણ ઇન્ટરનેટ પર ટોલ ફ્રી નંબર શોધવાની કોશિશ કરો છો તો ટોલ ફ્રી નંબર ખ્યાલ ન હોવાની સ્થિતિમાં અધિકૃત વેબસાઈટની મદદ લઈ શકે છો.

image source

કેવી રીતે થાય છે ફ્રોડ

આજકાલ હેકર્, વધારે સર્ચ કરતા કીવર્ડ પર ટોલ ફ્રી નંબર રેંક કરી લેતા હોય છે. એવી સ્થિતિમાં તમે જો SBIના કસ્ટમર કેરના કંઈ કામ માટે ઈન્ટરનેટ પર સર્ચ કરો છો તો તમારા રિઝલ્ટમાં એક ટોલ ફ્રી નંબર દેખાય છે જે ખોટો હોઈ શકે છે. જ્યારે તમે આ નબર પર ફોન કરો છો તો તમને અનેક પર્સનલ જાણકારી પૂછાય છે અને પછી તેઓ તમારું એકાઉન્ટ ખાલી કરી લેતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *