મુંબઈના ટ્રાફિક ભર્યા રોડ વચ્ચે પત્નીએ રંગે હાથ પકડ્યો પતિને ગર્લફ્રેન્ડ સાથે, અને પછી શું થયુ તે જોઇ લો આ વિડીયોમાં

મુંબઈના ટ્રાફિક ભર્યા રોડ વચ્ચે પત્નીએ રંગે હાથ પકડ્યો પતિને કોઈ બીજી સ્ત્રી સાથે – અને પછી જામી ગયો ટ્રાફીક

આજના યુગમાં એક્સ્ટ્રા મેરિટલ સંબંધો એટલે કે લગ્નેત્તર સંબંધો ખૂબ જ વધી રહ્યા છે. તેની પાછળ વિવિધ કારણો જવાબદાર હોઈ શકે છે. અને આવા સંબંધો ગમે ત્યારે બહાર આવી જ જતા હોય છે. ક્યારેક છડા ચોકે તેનો ભાંડો ફૂટતો હોય છે તો ક્યારેક બંધ બારણે તેનું રહસ્ય ખુલ્લું થતું હોય છે.

image source

તાજેતરમાં દેશના મહાનગર એવા મુંબઈમાં જ આવી ઘટના ઘટી ગઈ છે. મુંબઈના પેડર રોડ પર ખૂબ જ અલગ દ્રશ્ય જોવા મળ્યું હતું જ્યારે રસ્તાની વચોવચ એક પત્ની પોતાના પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે રંગેહાથ પકડી લે છે. અને આ દરમિયાન રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય છે. આ ઘટના ગત શરનિવાર સાંજની છે. અહીં હાજર ટ્રાફિક પોલીસે તે બન્નેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. સાર્વજનિક જગ્યા પર ગાડી છોડવાના આરોપમાં મહિલા વિરુદ્ધ ઇ-ચાલાન પણ આપવામાં આવ્યું હતું.

આ ઘટના ઘટી તે સમયે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે શનિવાર સાંજે 5 વાગ્યાન આસપાસ એક વ્યક્તિ એક મહિલાની સાથે એક કારમાં જઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક તેની પત્નીએ કાર ઓવરટેક કરી તેને રોક્યો. ત્યાર બાદ પત્નીએ રસ્તા વચ્ચે એવો તે હોબાળો મચાવી દીધો કે તે કારના બોનેટ પર પણ ચડી ગઈ હતી. અને કારની આગળના કાચ પર તેણે પોતાના ચપ્પલ પણ માર્યા હતા. અને ખૂબ જ જોર જોરથી બૂમો પણ પાડી રહી હતી.

અને આ હોબાળા દરમિયાન તે રૂટ પરનો ટ્રાફિક બરાબરનો જામ થઈ ગયો હતો. તેણીએ ઘણા લાંબા સમય સુધી પોતાના પતિની ગાડી આગળ ઉભી રહી હતી. અને બોનેટ પર ચડીને પતિની બાજુની સીટ પર બેસેલી મહિલાને હાથ ઉંચા કરી કરીને કંઈક કહી રહી હતી. મહાપરાણે ટ્રાફિક પોલીસે તેણીને રસ્તા પરથી સાઇડ પર લઈ ગઈ હતી. ત્યાર બાદ જ્યારે તેના પતિએ ગાડી આગળ ચલાવી મુકી ત્યારે તેણી તે ગાડી પાછળ દોડી હતી અને પતિના દરવાજો ખોલતાની સાથે જ તેણી તેના પર ટૂટી પડી હતી.

ઘટના સમયે હાજર ઘણા લોકોએ તેની વિડિયો ઉતારી હતી અને સોશિયલ મિડિયા પર શેર કરી હતી. હાલ આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ શેર થઈ રહી છે. આ મહિલાને કદાચ છેલ્લા ઘણા સમયથી ખ્યાલ હશે કે તેના પતિનો બીજી કોઈ મહિલા સાથે પણ સંબંધ છે. જો કે આ ઘટનામાં કોઈ પણ જાતનો ગુનો નોંધવાં આવ્યો નથી.

સોશિયલ મિડિયા પર આ વિડિયો વાયરલ થતાં એક પોલીસ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે તે સ્ત્રી બીજી કોઈ કારમાં પોતાના પતિની રેન્જ રોવરનો પેડર રોડ પર પીછો કરી રહી હતી. અને તેના પતિની ગાડીમાં તેની બાજુની સીટ પર એક મહિલા પણ બેસેલી જોઈ શકાતી હતી. અને તેણે પતિની ગાડીનો ઓવર ટેક કરીને પતિને રસ્તા વચ્ચે જ આંતરી લીધો હતો અને જોર જોરથી પતિને ગાડીની બહાર આવવા બૂમો પાડી રહી હતી. જ્યારે તે પુરુષ કારની બહાર આવ્યો ત્યારે તેણીએ તેને લાત મારી હતી.

આ દરમિયાન બીજી સ્ત્રી જે તેના પતિની ગાડીમા હતી તેણે ગાડી આગળ ચલાવવા માંડી હતી. તે જોઈ પત્ની તે ગાડી પાછળ દોડી હતી અને જ્યારે ગાડી સીગ્નલ પર રોકાઈ ત્યારે દરવાજો ખોલીને તેણીએ તે સ્ત્રીને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યાં હાજર ટ્રાફિક પોલીસે મામલામાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે ત્રણે વ્યક્તિ તેમજ બન્ને વાહનોને ગામદેવી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

Source: Hindustantimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત