એક, બે નહિં પણ આટલા બધા કામમાં ઉપયોગ થાય છે ટૂથપેસ્ટ, જાણો તમે પણ
ટુથ પેસ્ટ

ટુથ પેસ્ટ કપડા પહેરવા કે પછી રોજ નાહવા જેટલી જ જરૂરી છે કેમ કે, આપણે પોતાના દિવસની શરુઆત ટુથ પેસ્ટ વગર કરી શકતા નથી. ટુથ પેસ્ટ દાંતને ચમકાવે છે, સફેદ અને દાંતના ડાઘને પણ દુર કરે છે. શું આપ જાણો છો કે જે ઘટક ટુથ પેસ્ટમાં મળે છે તે જ ઘટકની મદદથી આપણે પોતાના ઘરના સામાનને ચમકદાર બનાવી શકાય છે.
આજે અમે આપને ટુથ પેસ્ટના કેટલાક અદ્દભુત ઉપયોગો વિષે જણાવીશું.:
-ચાંદીના વાસણોને ચમકાવવા માટે.:

જો આપના ચાંદીના ઘરેણા કાળા પડી ગયા છે તો ચિંતા નહી કરવી. આપના ઘરમાં રહેલ ટુથ પેસ્ટમાંથી થોડીક ટુથ પેસ્ટ લઈને ચાંદીના ઘરેણાઓ પર લગાવી રાખો. આપે ટુથ પેસ્ટને ઘરેણાઓ પર આખી રાત માટે લગાવીને રહેવા દો. ત્યાર પછી બીજી સવારે ટુથ પેસ્ટ લગાવીને રાખેલ ચાંદીના ઘરેણાઓને સારી રીતે સાફ કરી લો. આપના ચાંદીના ઘરેણા હવે ચમકવા લાગશે. આપ પોતાના હીરાને પણ આ જ રીતે ચમકાવી શકો છો.
-કીટક અને જંતુઓના કરડી જવા અને જખમ માટે.:

કીટક અને જંતુઓના કરડી જવાથી થતી ત્વચાની તકલીફો અને બળતરા ઉત્પન્ન કરી શકે છે. ખંજવાળ અને બળતરાથી છુટકારો મેળવવા માટે થોડીક ટુથ પેસ્ટ લઈને જ્યાં જખમ થયો હોય ત્યાં લગાવી દો. આમ કરવાથી આપને જલ્દી જ આરામ મળી શકે છે. કીટક અને જંતુના કરડી જવાથી કેટલીકવાર ફોલ્લા પડી જાય છે અને જખમ પણ થઈ જાય છે એના માટે આપ ટુથ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
-બળતરા દુર કરવા માટે.:
આપ ટુથ પેસ્ટનો ઉપયોગ આપને થતી સામાન્ય બળતરા થતી હોય ત્યારે પણ કરી શકો છો. આપને શરીરના જે ભાગમાં બળતરા થતી હોય તે ભાગ પર સીધી જ થોડીક ટુથ પેસ્ટ લગાવીને બળતરાથી છુટકારો મેળવી શકો છો.

-ચહેરા પરના ખીલ.:
જો આપના ચહેરા પર ખીલની સમસ્યા રહેતી હોય તો આપે થોડીક ટુથ પેસ્ટ લઈને ચહેરા પર ઉપસી આવેલ ખીલ પર આખી રાત ટુથ પેસ્ટને લગાવીને રહેવા દેવી. આપ ફક્ત એક રાતમાં જ તેનો પ્રભાવ જોઈ શકો છો. ટુથ પેસ્ટ આપના ચહેરા પરના ખીલને પ્રભાવિત રીતે દુર કરે છે.
-નખ માટે ઉપયોગ કરી શકો છો.:
જો આપના નખ વારંવાર તૂટી જતા હોય તો આપે આપના નખને સ્વસ્થ રાખવા માટે આપ ટુથ પેસ્ટનો ઉપયોગ પોતાના નખને ચમકાવવા માટે પણ પ્રયોગ કરી શકો છો. ચમકદાર, મજબુત અને ચોખ્ખા નખ માટે આપે ટુથબ્રશ અને ટુથ પેસ્ટની મદદથી નખને સાફ કરી શકો છો.

-કાલીન પરના ડાઘ- ધબ્બાને દુર કરે છે.:
આપ ટુથ પેસ્ટનો ઉપયોગ કરીને કાલીન પર લાગી ગયેલ ડાઘ- ધબ્બાને દુર કરવા માટે ટુથ પેસ્ટનો પ્રયોગ કરી શકો છો, આપે કાલીન પર જ્યાં ડાઘ હોય તે જગ્યા પર ટુથ પેસ્ટ લગાવીને બ્રશથી રગડવી જોઈએ, આવી રીતે રગડી લીધા પછી કાલીનને સામાન્ય રીતે ધોઈ લેવી. ટુથ પેસ્ટની મદદથી આપ સરળતાથી કાલીન પર લાગેલ ડાઘને દુર કરી શકાય છે.
-ગંદા જૂતા- ચપ્પલને સાફ કરો.:

આપ આપના સ્પોર્ટ્સ શુઝ અને ચામડાના બનેલ જૂતા- ચપ્પલને સાફ કરવા માટે ટુથ પેસ્ટનો પ્રયોગ કરી શકો છો. જેવી રીતે કાલીન પરના ડાઘ દુર કરવા માટે ટુથ પેસ્ટને રગડવામાં આવી હતી તેવી જ રીતે આપે આપના જૂતા-ચપ્પલ પર થોડીક ટુથ પેસ્ટ લગાવીને તેને ટુથબ્રશની મદદથી જૂતા પર રગડવી. ત્યાર પછી આપે આપના જૂતાને ચોખ્ખા કપડાથી સાફ કરો કે પછી તરત જ ધોઈ લો.
Source : DailyHunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત