ઉત્તરાયણ પર આ નિયમોનું પાલન નહિં કરો તો થશે કાર્યવાહી, વાંચી લો નહિં તો પછી…

છેલ્લા 9 મહિનાથી કોરોના મહામારી ચાલી રહી છે જેના કારણે મોટા ભાગના ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ખાસ કરીને આ વર્ષ નવરાત્રિ પર પણ મંજૂરી આપવામાં આવી નહોતી. નોંધનિય છે ઉત્સવો દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા જેને કારણે કોરોનાનો ખતરો વધી જાય છે.

image source

તો આ થોડા દિવસમાં આવતા મકરસંક્રતિના તહેવારને લઈને પણ પોલીસ હરકતમાં આવી છે. રાજકોટમાં પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરા, તુક્કલના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે, તેમજ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના ફેલાય નહીં તે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે.

પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં

image source

આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે, જાહેરનામા મુજબ તા.18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં. ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય તેવા લખાણ વાળી પતંગ ઉડાવી શકાશે નહીં.

image source

હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં. જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ચાઇનીઝ દોરાને કારણે શરીર પર તીક્ષ્ણ કાપાઓ પડતાં હોવાથી ચાઇનીઝ દોરાના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સાવચેતી રાખવી અનિવાર્ય

image source

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. મકરસંક્રાંતી પૂર્વે પોલીસ કમિશનર હર હંમેશ જાહેરનામુ પ્રસિદ્ધ કરતા હોય છે. જેનું મુખ્ય કારણ એ છે કે લોકો તહેવારને ખૂબ સારી રીતે માણી શકે અને કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને. પરંતુ આપણે દર વર્ષે જોઈએ છીએ કે લોકો ધાબા પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે.

image source

પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે પરિસ્થિતિ અલગ હોવાથી થોડી વધુ સાવચેતી રાખવી અનિવાર્ય છે. આ વર્ષે કોરોનાકાળ હોવાથી લોકો વધુ ભેગા થશે તો સંક્રમણ ફેલાવાનું વધુ જોખમ રહેશે. જેની તકેદારીરૂપે આ વર્ષે પોલીસે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને કોરોના ગાઈડ લાઈનનનું પાલન કરી મકરસંક્રાંતિ ઉજવવાની અપીલ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત