સરકારે જાહેર કર્યુ નકલી વેબસાઈટોનું લિસ્ટ, ભૂલથી પણ આ સાઇટ ક્લિક કરી તો ખાતામાંથી ખાલી થઇ જશે બધા રૂપિયા

હાલમાં આપણે સૌ જાણીએ છીએ એ રીતે ઓનલાઈન ફ્રોડના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને લોકોના લાખો રૂપિયા પાણીમાં ધોવાઈ રહ્યા છે. ત્યારે હવે આ વધતા આવા કેસના કારણે સરકારે હવે નકલી વેબસાઈટનું લિસ્ટ જાહેર કર્યુ છે. જો આપ પણ આ વેબસાઈટનો ઉપયોગ કરતા હોઉ તો સાવધાન થઈ જજો નહીંતર તમારા ખાતામાંથી પણ રૂપિયા સાફ થઈ જશે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે જો આ વેબસાઈટના ઝપેટમાં આવી ગયા તો તમારૂ બેંક અકાઉન્ટ અને પર્સનલ ડેટાની ચોરી પણ થઈ શકે છે. એક બાજૂ ઓનલાઈન નેટવર્કે જ્યાં લોકોના કામ સરળ કરી દીધા છે, ત્યાં સાઈબર ક્રાઈમની ફરિયાદો પણ વધી રહી છે. આપને જણાવી દઈએ કે, PIB અને સરકારી બેંકો તરફથી સમય સમયે એલર્ટ જાહેર કરવામાં આવશે અને લોકોને આ અંગે ચેતવણી પણ આપવામાં આવે છે.

image source

જો વિસ્તારથી વાત કરીએ તો પીઆઈબીએ આ વખતે 6 વેબસાઈટનું લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં યુઝર્સને આ વેબસાઈટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જો તમે પણ આ વેબસાઈટ લિંકને ટચ કરશો, તો જીવનભરની કમાણી તમારી ગાયબ થઈ જશે. મળતી વિગત પ્રમાણે આ લિસ્ટમાં સ્કોલરશિપથી લઈને ફ્રીમાં લેપટોપ આપવાની જાહેરાત આપતી વેબસાઈટો પણ સામેલ છે. યુઝર્સે આ વેબસાઈટોથી દૂર રહેવું.

image source

આ સિવાય એસબીઆઈ બેંકે પણ સતર્ક રહેવાનું કહ્યું હતું એમાં કહેવામાં આવ્યું હતું કે-સૌ પ્રથમ તો બેંકની વેબસાઈટને હંમેશા પોતાના બ્રાઉઝર અને એડ્રેસ બારમાં URL ટાઈપ કર્યા બાદ જ એકસેસ કરવી. ગૂગલ પ્લેસ્ટોર, એપ્પલ એપ સ્ટોર, બ્લેકબેરી એપ વર્લ્ડ, ઓવી સ્ટોર, વિંડોઝ માર્કેટપ્લેસ વગેરે જેવા મોબાઈલ એપ્લીકેશન સ્ટોરથી ઓનલાઈન બેંકિગ રજૂ કરતા મૈલિશિયસ એપને ડાઉનલોડ કરતી વખતે સાવધાન રહો. આવા એપ ડાઉનલોડ કરતા પહેલા તેની ઓથેંટિસિટી બેંકથી સંપર્ક કરી ખરાઈ કરી લેવી.

image source

સાઈટને એક્સેસ કરતા પહેલા કોઈપણ ઇ-મેલમાં આપવામાં આવેલ કોઈપણ પ્રકારના લિંક પર ક્લીક કરવું નહિ. SBI અથવા તો તેના કોઈપણ પ્રતિનિધિ કસ્ટમરને એવો કોઈ મેસેજ, ઇમેલ અથવા તો કોલ નથી કરતા જેમાં વ્યક્તિગત માહિતી, પાસવર્ડ અથવા તો ઓટીપી માંગવામાં આવે. આ પ્રકારના ઇમેલ, SMS અથવા તો ફોન કોલ પર કોઈ પ્રતિક્રિયા આપવી નહિ અને તરત જ [email protected] પર રિપોર્ટ કરવી.

જો તમે કોલ, SMS અથવા ઇ-મેલ પર ડ઼િટેલ આપી હોય તો પોતાના યૂઝર એક્સેસને તુરંત લોક કરી દો. કોમ્પ્યુટરને એન્ટિવાયરસ સાથે નિયમિતપણે સ્કેન કરો અને પાસવર્ડ બદલ્યા કરો. પોસ્ટ લોગઇન પેજ પર હંમેશા અંતિમ લોગ-ઇનની તારીખ તેમજ સમયની ચકાસણી કરો તેમજ બ્રાઉઝરના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત