વિકાસ દૂબે કેસ, 8 પોલીસકર્મીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો એવો ચોંકાવનારો ખુલાસો કે…

વિકાસ દૂબે કેસ – પોલીસકર્મીઓના પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવી મુકનારો ખુલાસો

કુખ્યાદ ગેંગસ્ટર વિકાસ દૂબે દ્વારા ઉત્તર પ્રેદશના કાનપુરમાં બિકરુ ગામમાં થયેલા નરસંહારમાં 8 પોલીસ કર્મચારીઓ શહીદ થઈ ગયા હતા. જો કે ત્યાર બાદ વિકાસ દૂબેને પકડી લેવામા આવ્યો હતો અને તે પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કરતા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પણ હાલ 8 શહિદ થયેલા પોલીસ કર્મચારીઓનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો છે. અને તેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

image source

પોસ્ટમોર્ટમ દ્વારા જાણવા મળ્યું છે કે વિકાસ દૂબે અને તેના માણસોએ કેટલી ક્રૂરતાથી આ પોલીસ કર્મીઓને ગોળીએ વિંધ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ગૃપની આગેવાની કરતાં સીઓ દેવેન્દ્ર મિશ્રાના શરીરમાં ચાર-ચાર ગોળીઓ ધરબી દેવામા આવી હતી. માત્ર તેટલું જ નહીં પણ તેમને ગોળી માર્યા બાદ તેમના પગને પણ કાપવામા આવ્યો હતો.

image source

પોસ્ટમોર્ટમમાં એ પણ જાણવા મળ્યું છે કે દેવેન્દ્ર મિશ્રા સહિતના પોલીસ કર્મચારીઓ પર વિકાસ દૂબે તેમજ તેના સાથીઓ દ્વારા જે હૂમલો કરવામા આવ્યો હતો તે માત્ર ગોળીઓથી જ નહોતો કરવા આવ્યો પણ તેમાં ધારદાર હથિયારોનો પણ ઉપયોગ કરવામા આવ્યો હતો. અને જે રીતે તેમના પર ક્રૂરતા કરવામાં આવી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે તેમને માત્ર મારવાનો જ ઉદ્દેશ વિકાસ દૂબે અને તેના સાથીઓ નહોતા ધરાવતા પણ તેઓ પોલીસ પાસે બદલો પણ લેવા માગતા હતા.

image source

સીઓ દેવેન્દ્ર મિશ્રાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે તેમને ચાર ગોળીઓ શરીરમાં ધરબી દેવામાં આવી હતી. જેમાંથી ત્રણ ગોળીઓ તો તેમની શરીરની આરપાર નીકળી ગઈ હતી. બે ગોળીઓ તેમને પેટમાં વાગી હતી એક છાતીમાં વાગી હતી અને એક ગોળી માથામાં વાગી હતી. તેમજ પોસ્ટમોર્ટમ અહેવાલ પ્રમાણે તેમને મારી નાખ્યા બાદ તેમનો પગ પણ કાપી નાખવામાં આવ્યો હતો. અને એવું પણ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે તેમને બધી જ ગોળીઓ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી જ મારવામાં આવી હતી.

image source

પોસ્ટમોર્ટમ અહેવાલ પ્રમાણે એટલો ખ્યાલ આવી રહ્યો છે કે પોલીસ કર્મીઓની હત્યા ખૂબ જ ઘાતકી રીતે કરવામા આવી હતી. 8 પોલીસવાળામાંથી ત્રણ પોલીસ કર્મીઓના માથામાં ગોળી વાગી હતી અને એક પોલીસકર્મીને ચહેરા પર ગોળી વાગી હતી.

image source

આ ઘટનાએ આખાએ દેશને ઘમરોળી મુક્યું હતું. આ ઘટના બાદ કેટાલક દિવસ સુધી વિકાસ દૂબે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો પણ થોડાજ દિવસ બાદ તે મધ્યપ્રદેશના ઉજજૈનમાં આવેલા મહાકાલના મંદિરમાં જોવા મળ્યો હતો. અને તેણે ત્યાં પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું. મધ્ય પ્રદેશ પોલીસે તેને ઉત્તર પ્રદેશ પોલીસને હવાલે કરી દીધો હતો

image source

અને ઉત્તર પ્રદેશ આવતી વખતે પોલીસના કાફલાને અકસ્માત નડતાં પોલીસની વાન પલટી ખાઈ ગઈ હતી અને તે ઘડીનો ફાયદો ઉઠાવતા વિકાસ દૂબેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે પોલીસ એન્કાઉટરમાં તે માર્યો ગયો હતો. જોકે સોશિયલ મિડિયા પર ઘણા બધા લોકોએ આ એન્કાઉન્ટરને ફેક ગણાવ્યું હતું, તો કેટલાકે તેને પૂર્વાયોજિત એન્કાઉન્ટર ગણાવ્યું હતું અને હાલ તેની પણ તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત