વિરાટ કોહલીની લેંબોરગીની વેચાઈ રહી છે, શુ તમે એને લેવામાં રસ ધરાવો છો તો જાણી લો કિંમત

ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી દ્વારા ઉપયોગમાં લેવાયેલી લક્ઝુરિયસ લેમ્બોર્ગિની ગેલાર્ડો સ્પાઈડર કાર હવે વેચાવા માટે તૈયાર છે. આ તે કાર છે જેનો કોહલીએ 2015 માં ઉપયોગ કર્યો હતો અને આ કારની કિંમત હાલમાં 1.35 કરોડ રૂપિયા છે. આ કાર 0 થી 100 કિમી / કલાકની ઝડપ માત્ર 4 સેકન્ડમાં પકડી લે છે. ઇલેક્ટ્રોનિક લિમિટરની ઝડપ 324 કિમી / કલાક છે. લેમ્બોર્ગિની હાલમાં સૌથી લોકપ્રિય કારોમાંની એક છે.

image soucre

થોડા સમય માટે તેનો ઉપયોગ કર્યા બાદ કોહલીએ કાર વેચી દીધી હતી. કોચ્ચી સ્થિત કંપની રોયલ ડ્રાઇવના માર્કેટિંગ મેનેજરે પુષ્ટિ કરી કે લમ્બોરગીની હવે વેચાણ માટે છે અને અત્યાર સુધી માત્ર 10,000 કિલોમીટર જ ચલાવી છે. માર્કેટિંગ મેનેજરે વધુમાં જણાવ્યું કે આ કારને આ વર્ષે જાન્યુઆરીમાં રોયલ ડ્રાઇવ દ્વારા કોલકત્તાના એક કાર ડીલર પાસેથી ખરીદી હતી.

image soucre

માર્કેટિંગ મેનેજરે જણાવ્યું હતું કે, “આ 2013 નું મોડેલ લેમ્બોર્ગિની છે જેનો ઉપયોગ ક્રિકેટર કોહલીએ થોડા સમય માટે કર્યો હતો. તે માત્ર 10,000 કિલોમીટર સુધી જ ચાલી છે. અમે આ સેલિબ્રિટી કારને જાન્યુઆરી 2021 માં પ્રીમિયમ અને લક્ઝરી પ્રિ- ઓન્ડ કાર ડીલર પાસે ખરીદી હતી. કોહલી પાસે હાલમાં ઘણા વૈભવી વાહનો છે. કોહલી પાસે ઓડી R8 કાર છે, જેની કિંમત લગભગ 2.70 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે BMW X6, લેન્ડ રોવર, ઓડી Q74.2 અને ઓડી S6 સહિત ઘણા વાહનો છે.

image soucre

વિરાટ કોહલીએ નક્કી કર્યું છે કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021 સિઝન સમાપ્ત થયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટનપદેથી રાજીનામું આપશે. આરસીબી ફ્રેન્ચાઇઝીના સત્તાવાર ટ્વિટર હેન્ડલે પણ તેની પુષ્ટિ કરી છે. કોહલીએ એમ પણ કહ્યું હતું કે ભલે તે પોતાની કેપ્ટનશીપની જવાબદારી છોડી દે, પણ તે પોતાની છેલ્લી IPL મેચ સુધી RCB ફ્રેન્ચાઇઝી માટે રમવાનું ચાલુ રાખશે. તેમણે ચાહકોના સતત સમર્થન માટે તેમનો આભાર પણ માન્યો

image soucre

કોહલીએ કહ્યું, “આરસીબીના કેપ્ટન તરીકે આ મારી છેલ્લી આઈપીએલ હશે. હું મારી છેલ્લી આઈપીએલ મેચ રમીશ ત્યાં સુધી હું આરસીબી ખેલાડી બનીને રહીશ. હું મારા પર વિશ્વાસ કરવા અને મને ટેકો આપવા માટે તમામ આરસીબી ચાહકોનો આભાર માનું છું.” વિરાટ કોહલી IPL માં સર્વકાલીન મહાન બેટ્સમેનોમાંનો એક છે.તેણે 40 ની એવરેજથી 6076 રન બનાવ્યા છે.

image source

આઈપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. તેણે 2016 ની IPL સિઝનમાં 973 રન બનાવ્યા અને 81.08 ની સરેરાશથી તેના રન બનાવ્યા. કોહલીએ 2016 ની સિઝનમાં 4 સદી પણ ફટકારી હતી. વિરાટ કોહલી 20 સપ્ટેમ્બર 2021 ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) સામે આઈપીએલના બીજા તબક્કાની પોતાની પ્રથમ મેચમાં આરસીબીની આગેવાની માટે મેદાનમાં ઉતરશે.