વિશાખાપટ્ટનમમાં ગેસ લીકનો બનાવ બનતા રસ્તા પર જ બેભાન થયા લોકો, સર્જાયા કરુણ દ્રશ્યો

અહેવાલો મુજબ વિઝાગમાં રાસાયણિક પ્લાન્ટમાંથી આજે વહેલી સવારે ગેસ લિકેજ થવાને કારણે બે વરિષ્ઠ નાગરિકો અને એક 8 વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને 5000 થી વધુ લોકો ગંભીર ઘાયલ પણ થયા હતાં. અહેવાલો મુજબ, ગુલાબપટ્ટનમ નજીક નાયદુથોટા વિસ્તાર નજીક આરઆર વેંકટપુરમ ખાતે એલજી પોલિમર ઉદ્યોગમાં સવારે 3 વાગ્યાની આસપાસ ગેસ લિકેજ થયો હતો.

image source

આ ઘટનાને પગલે 3 કિમી વિસ્તારમાં સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકોને રસ્તાઓ પર બેભાન અવસ્થામાં જોવામાં આવ્યા હતા જ્યારે કેટલાકને શ્વાસ લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તેમના શરીર પર ફોલ્લીઓ અને આંખો બળવાની ફરિયાદ પણ કરી હતી.

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી તરત જ સ્થાનિક પોલીસ ત્યાં દોડી આવી હતી અને સ્થાનિકોને સ્થળાંતર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

image source

બનાવના ચોક્કસ કારણોની ઓળખ થઈ શકી નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝાગની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) સાથે વાત કરી હતી.

image source

વિઝાગ જિલ્લા કલેક્ટર વી વિનયચંદ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમને ઓક્સિજન સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે, એમ કલેકટરે જણાવ્યું હતું.

પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી સેંકડો લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેંકટપુરમ અને આસપાસના વિસ્તારોમાંથી આશરે 128 લોકોને કેજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કેજીએચમાં આવેલા 128 માંથી 98 વ્યક્તિઓ સ્વસ્થ થયા છે અને દસ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. કેજીએચમાં મૃત્યુઆંક વધી શકે નહીં, એમ ડોક્ટરોએ જણાવ્યું હતું.

image source

આ વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે અને બચાવ કામગીરી ચાલુ કરવામાં છે.

આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ. જગનમોહન રેડ્ડી પણ આ શહેરની મુલાકાતે આવશે અને પરિસ્થિતિનો તાગ લેવાની છે.

એલજી પોલિમર ઉદ્યોગની સ્થાપના 1961 માં હિન્દુસ્તાન પોલિમર તરીકે બનાવવામાં આવી હતી, જેમાં વિઝાગમાં પોલિસ્ટરીન અને તેના સહ-પોલિમરનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તે 1978 માં યુબી ગ્રુપના મેક ડોવેલ એન્ડ કંપની લિમિટેડ સાથે મર્જ કરવામાં આવ્યું હતું.

image source

ગોપાલપટ્ટનમ સર્કલ ઈન્સ્પેક્ટર રામાનૈયાએ ટ્યુઆઈઆઈને જણાવ્યું કે તેઓને બેભાન અવસ્થામાં રસ્તા પર 50 લોકો મળ્યાં હતાં અને આ વિસ્તારમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બન્યું હતું.

પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે તેઓ તેમના ઘરની બહાર આવે અને સલામત સ્થળોએ જાય.

વિશાખા પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પી. ગનાબાબુએ બચાવ કામગીરી માટે તેમના કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી અને સાથે સાથે શહેરના લોકોને ગોપાલપટ્ટનમ તરફ ન આવવાની પણ વિનંતી કરી હતી કારણ કે ગેસ લીકેજથી શ્વાસ લેવાની અને અન્ય સમસ્યાઓ ઉભી થઈ રહી હતી.

image source

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપી સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીને ફોન કર્યો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ. જગનમોહન રેડ્ડીને ફોન કર્યો હતો અને વિઝાગ ગેસ લીકની ઘટના વિશે પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પીડિતોને સહાય માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

2 કિ.મી.ના ત્રિજયામાં આવેલા વિસ્તારોમાં ગેસ લિકેજની અસર અનુભવાઈ છે

image source

ઘટના સ્થળેથી 2 કિલોમીટર દૂર આવેલા સંતોષનગર અને આસપાસના વિસ્તારોમાં પણ ગેસ લિકેજની અસર અનુભવાઈ હતી. અહીંના રહેવાસીઓએ શ્વાસની તકલીફ, ઉલટી થવાની ફરિયાદ કરી અને કેટલાક તો બેભાન પણ થઈ ગયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ પોલીસ આ સ્થળોએ આવી હતી અને રહેવાસીઓને તેમના મકાનો ખાલી કરવા જણાવ્યું હતું. તેમાંથી ઘણા મુરલીનગર જેવા દૂરના વિસ્તારોમાં ગયા હતા અને ત્યાં રસ્તાઓ પર પણ ફસાયેલા હતા. જ્યારે, કેટલાક શહેરના અન્ય ભાગોમાં તેમના મિત્રો અથવા સંબંધીઓના ત્યાં ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત