ચાર વર્ષની પુત્રીનો રેપ કરી મારી નાખી, આઘાતમાં પિતાએ પણ જીવ આપ્યો, હવે પત્ની પાસે એકપણ પૈસો નથી

હાલમાં એક ચકચારી મચાવનારી ઘટના સામે આવી છે. જો એના વિશે વાત કરીએ તો મૂળ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના નોકરી અર્થે આવેલા પરિવાર હાલ દાનહના નરોલી સ્થિત એક સોસાયટીમાં ભાડે રહે છે. વર્ષ 2016માં લગ્ન કરીને પૂજા (નામ બદલ્યું છે) પણ આ પરિવારના એક સભ્ય તરીકે આવે છે. પુજા વિશે વાત કરીએ તો માત્ર 25 વર્ષની નાનકડી ઉંમરમાં પુજાએ પરિવાર સાથે ભાવિ જીવનના જોયેલા સપના અને તેની આખી દુનિયા જ એક અણઘાર્યા તોફાનમાં વિખેરાઇ ગઇ છે.

image source

પુજા તેમની સાડા ત્રણ વર્ષની પુત્રી દિશા (નામ પ્રતિકાત્મ છે) અને પતિ સાથે રહેતી હતી. પતિ વિશે વાત કરીએ તો તે નરોલીની એક પ્રાઇવેટ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટમાં ઓછા પગારમાં કામ કરતો હતો. એક મહિના પહેલાં જ પુજાએ બાળકને જન્મ આપ્યો હોવાથી સમગ્ર પરિવારમાં નવા સભ્યને લઇને ભારે ખુશી હતી. જો કે, પુજા અને તેમના પરિવાર માટે ગત શુક્રવારનો દિવસ જીવનમાં કદી ભરપાઇ ન કરી શકે એવી ઘટના લઇને આવ્યો હતો.

image source

વાત કઈક એવી બની કે સાંજે સાડા ત્રણેક વાગ્યે માસુમ દિશા બહાર રમવા માટે ગઇ હતી. પડોશી યુવક સંતોષ કોમળ બાળકીને હાથ પકડીને પોતાના રૂમમાં જઇ દુષ્કર્મ આચરી હથિયારથી દિશાનું એક જ ઝાટકે ગળું કાપી નાંખ્યું હતું. વલસાડ જેવી જ ઘટના લોકોને યાદ આવી ગઈ. ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશનમાં પડોશમાં રહેતા સંતોષની કાળી કરતૂત બહાર આવતા પોલીસે તેને દબોચી લીધો હતો. લાડકી બાળકી સાથે દુષ્કર્મ કરનારને જીવવાનો કોઇ અધિકાર નથી એમ કહીને આક્રોશમાં પિતાએ આરોપીને મારવા માટે તેની પાછળ દોટ મુકી હતી.

image source

આખરે બાળકીની જિંદગીને છીનવી લેનાર નરાધમને કંઇ જ કરી ન શક્યો એ અફસોસ અને આાઘતમાં પિતાએ એસિડ ગટગટાવતા તેમનું મોત થયું હતું. દીકરી અને પતિને ખોઈ દીધા બાદ હવે પુજાની સ્થિતિ ખુબ દયનીય બની ગઈ છે. બનાવના સાત દિવસ પછી પણ પુજા પોતાની પુત્રી અને પતિના મોતને ભુલી શકી નથી અને સ્વાભાવિત છે કે આ દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય તો એની હાલત એવી જ થાય.

આ વિશે વાત કરતાં પુજાએ દર્દભર્યા અવાજે જણાવ્યું કે, પતિનો નાનકડો પગાર અને તેમાં થોડીઘણી બચત પુત્રના જન્મ સમયે ઓપરેશન અને અન્ય કામમાં વપરાઈ ગઇ. હાલ તેઓ તેમના પિતરાઇ ભાઇના ઘરે નાના બાળક સાથે આશરો લીધો છે. વતનમાં સસરાનું અગાઉ જ નિધન થઇ ચુક્યું છે અને સાસુમાં બિમાર હોવાથી હોસ્પિટલમાં છે.

image source

આવા સંજોગમાં પુત્રી અને પતિની મરણોત્તર વિધિ કરાવવા માટે વતન ઉત્તરપ્રદેશ તો જવું છે પણ ટિકિટ તો શું તેમના પરિવારના ભરણપોષણ માટે પણ એક રૂપિયો વધ્યો નથી. રૂમનું ભાડું અને પાણીથી લઇને તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે રૂપિયાની આવશ્યક હોય એ વાતમાં કોઈ બે મત નથી. પતિ જ્યા કામ કરતાં હતા એ કંપનીમાંથી પણ મદદ કરવા જણાવ્યું છે. જો કે, હજી મળી નથી.

આ વિશે વાત કરતાં દિશાના કાકાએ પણ જણાવ્યું છે કે, હું પણ એક પ્રાઇવેટ કંપનીમાં સામાન્ય પગારમાં નોકરી કરૂં છું. ભાભી અને તેમના નાનકડાં બાળકને જોઇને હ્રદય કંપી ઉઠે છે. પણ મજબૂરી આગળ બેબશ બની જાઉ છું. મારો પણ એટલો પગાર નથી કે બે પરિવારને સંભાળી શકું તેવી સ્થિતિ છે. આખરે ભાભીને બાળક સાથે વતનમાં મોકલી આપીશું. તેથી હાલમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એક માસના બાળક અને માંડ 25 વર્ષની નાનકડી ઉંમરમાં દિશાની માતા ઉપર હાલ તો આખી દુનિયાના દુ:ખોનો પહાડ તૂટ્યો છે.

image source

સેલવાસના ચકચારિત આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટેમાં ચલાવીને આરોપીને કડક સજા કરવા માટે મહિલા સગઠનોએ માગ કરી છે. દિશાની માતાએ હાલમાં જ સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યો છે. ઘટના બાદ પૂજા તેમના સંબંધી સાથે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે ગઇ હતી ત્યારે પોલીસ પણ આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવવા માટે લઇ આવ્યા હતા. આરોપીને જોતા જ માતાની આંખમાં આક્રોશ આવ્યો હતો અને ઓપરેશનના 20 ટાંકા હોવા છતાં પણ આરોપીને મારવા માટે વ્હીલચેરમાંથી ઊભી થઇને દોડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!