સુરતનો અઢિ વર્ષનો બ્રેઇનડેડ જશ બન્યો સુપરહીરો, હૃદય રશિયાના બાળકમાં અને ફેફસાં યુક્રેનના બાળકમાં કરાયાં ટ્રાન્સપ્લાન્ટ

ગુજરાત રાજ્યમાં પહેલીવાર સુરત શહેરમાં રહેતા અઢી વર્ષ નાના બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું, બાળકનું હ્રદય રશિયાના બાળકને અને ફેફસા યુક્રેનના બાળકને દાનમાં આપીને ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યા.

  • -જશ ઓઝાના ફેફસા, કીડની, લિવર અને આંખોનું દાન આપીને સાત વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા પ્રાપ્ત થશે.
  • -સુરતથી ચેન્નઈ ફક્ત ૧૬૦ મિનીટમાં પહોચીને રશિયાના ૪ વર્ષીય બાળકનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
  • -જયારે ફેફસા યુક્રેનમાં રહેતા ૪ વર્ષીય બાળકનું ચેન્નઈમાં આવેલ MGM હોસ્પિટલમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
image source

ગુજરાત રાજ્યમાં અંગદાન કરવાની બાબતમાં અગ્રસર રહેનાર સુરત શહેરના એક અઢી વર્ષના બાળકના અંગોનું પહેલીવાર દાન કરવામાં આવ્યું છે. જશ ઓઝાના પત્રકાર પિતા તરફથી સહમતિ આપી દેવામાં આવ્યા પછી જશનું દિલ રશિયામાં રહેતા બાળકના શરીરમાં ધબકશે, જયારે જશના ફેફસા યુક્રેનમાં રહેતા એક બાળકના શરીરમાં શ્વાસ લેશે. આવું એટલા માટે કેમ કે, રશિયા દેશનો રહેવાસી ૪ વર્ષીય બાળકના શરીરમાં જશના હ્રદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે જયારે યુક્રેનના ૪ વર્ષીય બાળકના શરીરના ફેફસાને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ બંને બાળકોની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ચેન્નઈ શહેરમાં કરવામાં આવી છે.

ઘરે રમતા સમયે પડી જવાના લીધે જશ બ્રેઈન ડેડ થઈ ગયો.

જશ સંજીવભાઈ ઓઝા (ઉ.વ. ૨.૫ વર્ષ) તા. ૯ ડીસેમ્બર, ૨૦૨૦ બુધવારના રોજ જશ પાડોશીના ઘરે રમવા ગયો હતો ત્યારે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જવાના કારણે જશને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ આવી જવાના લીધે બેહોશ થઈ ગયો હતો. ત્યાર બાદ જશને તેના પરિવારના સભ્યો તાત્કાલિક ભટારમાં આવેલ અમૃતા હોસ્પિટલમાં ડૉ. સ્નેહલ દેસાઈ પાસે સારવાર માટે લઈ જાય છે. ત્યાર બાદ જશની સારવાર શરુ કરી દેવામાં આવે છે. જયારે જશના માથાના ભાગના સિટી સ્કેન અને MRI રીપોર્ટ કરાવવામાં આવ્યો તો તેમાં જાણવા મળ્યું કે જશને બ્રેઈન હેમરેજ થયું હોવાથી મગજમાં સોજો આવ્યાની જાણ થઈ હતી.

પિતા અંગદાન માટે રાજી થયા.

image source

તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રો જશની સારવાર કરી રહેલ પીડીયાટ્રીક ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. સ્નેહલ દેસાઈ, ન્યુરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રા, ડૉ. જયેશ કોઠારી અને ડૉ. કમલેશ પારેખ દ્વારા જ્શનું ચેક અપ કરતા તે બ્રેઈનડેડ હોવાનું સામે આવ્યું હતું. જશના પિતા સંજીવભાઈ જેઓ એક પત્રકાર તરીકે ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિષે સમાચાર પત્રોમાં લેખ લખીને સમાજમાં અંગદાન પ્રત્યે જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપે છે ત્યારે સંજીવભાઈએ આવા કપરા સમયમાં પોતાના હ્રદય પર પથ્થર મુકીને કહ્યું હતું કે, નિલેશભાઈ આજે મારો બાબુ (જ્શનું હુલામણું નામ) ભલે હવે નથી રહ્યો. પણ આપ તેના અંગોનું દાન કરાવીને અમદાવાદ, મુંબઈ, દિલ્લી, ચેન્નઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઈ રહેલ બાળકોને નવજીવન આપવા માટે આગળ વધો. મારા દીકરાના અંગદાનથી મારો દીકરો અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યાર બાદ જશના પિતા સંજીવભાઈએ ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલા અને ડૉ. સ્નેહલ દેસાઈએ સાથે રહીને પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કરી લીધા.

બે વિદેશી બાળકોને અંગોની જરૂર હતી.

ઓઝા પરિવારના દીકરા જશના અંગદાનની અહ્મતી મળી જતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી સાથે સંપર્ક કરીને હ્રદય, ફેફસા, કીડની અને લીવરના દાન અંગે જણાવી દેવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં નાના બાળકના હ્રદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી નહી હોવાના લીધે SOTTO દ્વારા જ ROTTO મુંબઈ સાથે સંપર્ક કરવામાં આવ્યો. ત્યાર બાદ ROTTO મુંબઈમાં પણ આ બ્લડગ્રુપ સંબંધિત કોઈ દર્દી નહી હોવાના લીધે NOTTO સાથે સંપર્ક કરવામાં આવ્યો. NOTTO સંસ્થા દ્વારા દેશમાં ચાલી રહેલ અલગ અલગ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ્સમાં B+ બ્લડ ગ્રુપ ધરાવતું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી નહી હોવાના લીધે ચેન્નઈમાં આવેલ MGM હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ રશિયા અને યુક્રેન દેશની નાગરિકતા ધરાવતા ચાર વર્ષીય બે વિદેશી બાળકોને જશના હ્રદય અને ફેફસાને ફાળવણી કરવામાં આવી હતી.

image source

ચેન્નઈમાં હ્રદય અને ફેફસા મોકલવામાં આવ્યા.

SOTTO તરફથી જશના કીડની અને લિવરને અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને ફાળવી દેવામાં આવ્યા છે. ચેન્નઈથી સુરત આવીને હ્રદય અને ફેફસાનું દાન ચેન્નઈની MGM હોસ્પિટલના ડૉ. મોહન અને તેમની તથા લીવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ. વિકાસ પટેલ અને તેમની ટીમ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતી જયારે આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું. સુરતની અમૃતા હોસ્પિટલથી લઈને ચેન્નઈમાં આવેલ MGM હોસ્પિટલ સુધીનું ૧૬૧૫ કિલોમીટર જેટલું અંતર ફક્ત ૧૬૦ મિનીટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના નિવાસી ચેર વર્ષીય બાળકમાં કરવામાં આવ્યું જયારે ફેફસાનું ટ્રાન્સ =પ્લાન્ટ યુક્રેનના નિવાસી ચાર વર્ષના બળમાં ડૉ. બાલા ક્રિષ્ણન અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

કિડનીનું દાન ગુજરાતમાં કરાવવામાં આવ્યું.

સુરત શહેરની અમૃતા હોસ્પિટલથી લઈને અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધી ૨૬૫ કિલોમીટર જેટલું અંતર રોડ માર્ગે અંદાજીત ૧૮૦ મિનીટમાં કાપીને દાનમાં પ્રાપ્ત કરેલ બે કીડનીઓ માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગર નિવાસી એક ૧૩ વર્ષની ઉમર ધરાવતી છોકરીમાં કરવામાં આવ્યું જયારે બીજી કીડની સુરતની નિવાસી એક ૧૭ વર્ષની છોકરીમાં કરવામાં આવ્યું. ત્યાર બાદ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરમાં રહેતી એક બે વર્ષની બાળકીમાં ડૉ. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

ગ્રીન કોરિડોરની મદદથી અંગો મોકલવામાં આવ્યા.

જશના ફેફસા અને હ્રદયને સમયસર ચેન્નઈની MGM હોસ્પિટલ સુધી મોકલવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી માર્ગને ગ્રીન કોરીડોર તૈયાર કરવા માટે સુરત શહેર પોલીસનો સહકાર પ્રાપ્ત થયો હતો. આવી જ રીતે કીડની અને લિવરને અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) સુધી પહોચાડવા માટે ૨૬૫ કિલોમીટરના રસ્તાને ગ્રીન કોરીડોર તરીકે તૈયાર કરવા માટે રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારની પોલીસનો સહકાર મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત