હાવર્ડ યુનિવર્સિટીનાં પ્રોફસરે એલિયન અંગે એવો દાવો કર્યો કે સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ

મોટાભાગે એવા અહેવાલ આવે છે કે અંતરિક્ષથી એક મોટો પથ્થર, એસ્ટરોઇડ અથવા ઉલ્કા ધરતી પર આવી રહી છે. પૃથ્વી જોખમમાં છે. હવે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે દાવો કર્યો છે કે આ પથ્થર, એસ્ટરોઇડ અથવા ઉલ્કાગ્રહ એ એલિયન્સ દ્વારા પૃથ્વી તરફ ફેંકવામાં આવતો કચરો છે. પ્રોફેસર તેને અંતરિક્ષનો કચરો ગણાવી રહ્યા છે. એટલે કે સ્પેસ ગાર્બેજ. ચાલો આપણે જાણીએ કે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે તેમના દાવામાં બીજી કઈ કઈ વાતો કહી છે.

image source

ધરતી સિવાય પણ જીવન છે

હાર્વર્ડ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્ર વિભાગના પ્રોફેસર, અવિ લોએબ કહે છે કે અવકાશમાંથી પૃથ્વી પર આવતા ચમકતા પત્થરો એ વાતનું પ્રમાણ છે કે ધરતી સિવાય પણ જીવન છે. આ પથ્થર એલિયન્સ અથવા અન્ય સંસ્કૃતિના લોકો દ્વારા અતરિક્ષમાંથી ફેંકવામાં આવેલો કચરો છે. આ કચરો હવે આખા અંતરિક્ષમાં ફેલાયેલો છે. આ સમાચાર વાયન નામની વેબસાઇટમાં પ્રકાશિત થયા છે.

image source

આપણા સૌરમંડળની યાત્રા કરે છે

પ્રોફેસર અવી લોએબનો દાવો છે કે 2017 માં, એલિયન્સએ કચરો ફેંક્યો હતો. આનો ઉલ્લેખ તેમણે પોતાના પુસ્તક એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ: ધ ફર્સ્ટ સાઇન ઓફ ઇન્ટેલિજન્ટ લાઇફ બિયોન્ડ અર્થ (Extraterrestrial: The First Sign of Intelligent Life Beyond Earth)માં કર્યો છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે આ જગ્યાનો કચરો આપણા સૌરમંડળની યાત્રા કરે છે, જ્યારે આપણે તેને એક ચમકતો પથ્થર સમજી રહ્યા છીએ.

image source

પૃથ્વીની પરિક્રમા કર્યા પછી ફરી ગાયબ થઈ ગયો

પ્રોફેસર અવી લોયેબે કહ્યું કે 6 સપ્ટેમ્બર 2017 ના રોજ એક વસ્તુ સ્ટાર વેગામાંથી નિકળી, આ તારો પૃથ્વીથી 25 પ્રકાશ વર્ષ દૂર છે. તે તારો આપણા સૌરમંડળમાં પ્રવેશ કર્યો અને 9 સપ્ટેમ્બરના રોજ સૂર્યની નજીકથી નિકળ્યો. આ જ પદાર્થ શુક્ર ગ્રહ પાસેથી 94790 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયો. આ પછી, તે પેગાસસ નક્ષત્ર તરફ જતા, અંધકારમાં અદૃશ્ય થઈ ગયો. 7 ઓક્ટોબરે તે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી ફરી ગાયબ થઈ ગયો.

image source

મેં આખી જિંદગી અવકાશમાંથી આવતા પત્થરોનો અભ્યાસ કર્યો છે

અવકાશમાંથી આવેલ આ વસ્તુનું નામ ઓઉમુઆમુઆ (Oumuamua) છે. તે 300 ફૂટ લાંબી પથ્થર દેખાતી વસ્તુ છે. આ પ્રથમ એવુ અવકાશ ટુરિસ્ટ છે જે અંતરિક્ષમાં હાજર કોઈ બીજી દુનિયાથી આવીને આપણા સૌરમંડળની પરિક્રમા કરીને પરત જતો રહ્યો. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આપણા સૌરમંડળમાં આ વસ્તુ આવ્યા બાદ સૂર્યની ગુરુત્વાકર્ષણ બળ પણ ઓછુ ન કરી શકી. પ્રોફેસર અવિ લોએબ કહે છે કે જો ગુફામાં રહેતા વ્યક્તિને સેલ ફોન બતાવવામાં આવે તો તે શું વિચારશે. મેં આખી જિંદગી અવકાશમાંથી આવતા પત્થરોનો અભ્યાસ કર્યો છે. પરંતુ આ ચમકતા પથ્થરને જોઈને લાગે છે કે તે સામાન્ય પથ્થર કરતાં કંઈક વધારે છે.

image source

ઓમુઆમુઆ અલગ પ્રકારનો છે

પ્રોફેસર લોએબે લખ્યું છે કે ઓઉમુઆમુઆ (Oumuamua) તેની પહોળાઈ કરતા દસ ગણો લાંબો છે. આ ખૂબ જ દુર્લભ પરિસ્થિતિ છે. અમે અત્યાર સુધીમાં અવકાસ કે એસ્ટોરોયડના જેટલા પથ્થરો જોયા છે ઓમુઆમુઆ તે પ્રકારનો નથી. પ્રોફેસર અવી લોએબ કહે છે કે ઓઉમુઆમુઆ (Oumuamua)ની ભૂમિતિ અન્ય એસ્ટરોઇડ અથવા ઉલ્કાઓથી ભિન્ન છે. તેમાં એક વિચિત્ર પ્રકાશ છે. તે આપણા સૌરમંડળમાં દેખાતા એસ્ટરોઇડ અથવા ઉલ્કાઓ કરતાં દસ ગણો વધુ પ્રકાશ પરાવર્તિત કરે છે.

image source

ઈઝરાયેલના વૈજ્ઞાનિકે કર્યો હતો દાવો

તમને જણાવી દઈએ કે આવો દાવો કોઈ પહેલી વાર કરવામાં નથી આવ્યો. આ પહેલા પણ ઘણા વૈજ્ઞાનિકોએ સમયે સમયે એલિયનને લઈને દાવા કરતા રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ઇઝરાયલના પૂર્વ અંતરિક્ષ સુરક્ષા પ્રોગ્રામના ડાયરેકટરે બ્રહ્માંડમાં રહેતા એલિયન્સ અમેરિકા અને ઇઝરાયલના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. જેને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે ઘણું જાણે છે. અને આ અંગે મોટો ધડાકો કરવાના જ હતા પરંતુ તેમને રોકી દેવામાં આવ્યા હતા.

image source

એલિયન્સનો સામનો કરવા માટે માનવજાત તૈયાર ન હોવાથી આ અંગેની માહિતી છુપાવી રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૩૦ વર્ષ સુધી ઇઝરાયલના સ્પેસ પ્રોગ્રામ સાથે સંકળાયેલા રહેલા ડાયરેકટર ઇશદનું માનવું છે કે ગેલેકિટક ફેડરેશન નામનું સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે જે અમેરિકા સાથે ગુપ્ત સમજૂતી હેઠળ મંગળ ગ્રહ પર એક મથક ચલાવે છે. જો કે તેમના દાવામાં કેટલી સચ્ચાઈ છે એતો આવનારા સમયમાં જ ખબર પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત