BRTS બસનો ટ્રક સાથે ભયંકર અકસ્માત, ટેમ્પો સાથે અથડાયા બાદ બસ રેલિંગમાં ઘુસી ગઇ

અમદાવાદમાં BRTS બસની મુસાફરી હવે જોખમી બની રહી છે. માતેલા ચાંઢની જેમ ફરતી BRTS ના રોજે રોજ નવા પરાક્રમો સામે આવી રહ્યા છે. અખબારનગર અંડરપાસ પાસે થયેલ અકસ્માતની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે આજે ફરી ચંદ્રનગર નજીક વધુ એક BRTS બસે અકસ્માત સર્જયો છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચંદ્રનગર નજીક BRTS બસનો અકસ્માત

image source

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ચંદ્રનગર નજીક BRTS બસને અકસ્માત સર્જાયો છે. ટેમ્પો સાથે અથડાયા બાદ BRTS બસ રેલિંગમાં ઘુસી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિના અહેવાલ નથી. જો કે આજે સવારે BRTS બસ આંબેડકર બ્રિજથી ઉતરી ચંદ્રનગર તરફ BRTS કોરિડોરમાં જતી હતી, ત્યારે બસ ચાલકે પાછળ જોયા વગર જ કોરિડોરમાં જવા દેતા પાછળથી ઓવરટેક કરવા જતાં ટેમ્પો સાથે બસ અથડાઇ ગઈ હતી. બસ ચાલકે બસ એવી રીતે ચલાવી હતી કે BRTS કોરિડોરની રેલિંગ પણ તૂટી ગઈ હતી. બસ ડ્રાઈવરો સામે લોકોનો રોષ ભભૂકી રહ્યો છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

અખબારનગર અંડર પાસેની દિવાલમાં BRTS બસ ઘુસી ગઈ હતી

image source

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદના અખબારનગર અંડર પાસેની દિવાલમાં BRTS બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના આગળના ભાગના બે ભાગ થઇ ગયા હતા. આ અકસ્માત સમયે ડ્રાઇવર અને સુપરવાઇઝર જ બસમાં હતા, જેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે આ BRSTના અકસ્માત મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. હાલમાં બસનો ડ્રાઈવર સિવિલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે બસને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ. ત્યારબાદ આ અકસ્માત કોની બેદરકારીથી સર્જાયો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો. આ અંગે B ટ્રાફિક પોલીસ સ્ટેશન વધુ તપાસ કરી રહી છે. તેવામાં હવે આ બસ કોન્ટ્રાક્ટર ચાર્ટડ સ્પીડની હતી. આ અકસ્માત અંગે હવે ચાર્ટર્ડ સ્પીડ કંપનીને નોટીસ આપવામાં આવી છે. આ સાથે રૂપિયા 1 લાખ સુધીનો દંડ પણ વસુલવામાં આવશે.

સ્ટિયરિંગ લોક થયું ન હતું પરંતુ ડ્રાઈવરની બેદરકારી હતી

image source

ટ્રાફિકના B ડીવીઝનના ઈન્ચાર્જ પી.આઈ.એફ.એમ.નાયબે જણાવ્યું હતું કે સ્ટિયરિંગ લોક થયું ન હતું પરંતુ ડ્રાઈવરની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હતો. અમે કંડ્કટર ચરણ ગેહલોતની ફરિયાદને આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત