આ 12 વર્ષની બાળકી છે કરોડો રૂપિયાની માલિક, આ રીતે કરે છે કમાણી

12 વર્ષની ઉમર એટલે હસવા રમવાની ઉમર. આટલી નાની ઉમરમાં બાળકો માતા પિતા પાસે રમકડા માગતા હોય છે. પરંતુ જો કોઈ તમને જણાવે કે 12 દિકરીએ બીએમડબલ્યુ કાર ખરીદી છે અને પણ પોતાના પૈસાએ. તેમને આંચકો લાગશે. પરંતુ આ વાત સત્ય છે. આ ઘટના સામે આવી છે થાઈલેન્ડમાં જ્યાં એક 12 વર્ષની બાળકીએ પોતાની કમાણીથી પોતાના 12માં બર્થ ડે પર પોતાને બીએમડબલ્યુ કતાર ગીફ્ટ કરી છે.

image source

તમારામાંથી કેટલાં લોકો એ પોતાના પૈસાથી પોતાની માટે BMW કે લક્ઝરી કાર ખરીદી છે. તે પણ 12 વર્ષની ઉંમર સુધીમાં? હામાં જવાબ લગભગ કોઇનો નહીં હોય. સામાન્ય રીતે લોકો સારી નોકરી મળ્યા બાદ 30 કે 40ની ઉંમરમાં પોતાના માટે ગાડી ખરીદી શકે છે. પરંતુ એક બાળકીએ પોતાના 12મા જન્મદિવસ પર પોતાને BMW કાર ગિફ્ટ કરી છે.

80000થી વધુ ફોલોવર્સ

image source

12 વર્ષની છોકરીનું નામ નેથેનાન (Natthanan) છે અને તે થાઇલેન્ડની ચેંટાબુરીની રહેવાસી છે. તે વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે, તે પણ પ્રોફેશનલ. લંડન ફેશન વીક 2018માં પણ ભાગ લઇ ચૂકી છે. આ લંડન ફેશન વીકમાં મેકઅપ કરનાર સૌથી નાની ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે. નેથેનાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર 80000થી વધુ ફોલોવર્સ છે.

12મા જન્મદિવસ પર પોતાને માટે બીએમડબલ્યુ ગિફ્ટ કરી

image source

નેથેનાનને (Natthanan) પોતાના 12મા જન્મદિવસ પર પોતાને માટે બીએમડબલ્યુ સેડાન ગિફ્ટ કરી. ફેસબુક પર પોતાની પોસ્ટને શેર કરતાં નેથેનાનને (Natthanan) લખ્યું, ‘Happy birthday to me. i will be 12 years old this year. i am very grateful for everything I have so far and i’m thankful to my fans for supporting me. Thanks for all the well wishes, i wish everyone the same as well!’ (મને જન્મદિવસ મુબારક. હું આજે 12 વર્ષની થઇ ગઇ છું. હું તમારા પ્રેમ અને સહયોગ માટે આભારી છું. શુભકામનાઓ માટે ધન્યવાદ)

3 વર્ષની ઉંમરથી પહેલાં યુટ્યુબની મદદથી મેકઅપ કરવાનું શીખતી

image source

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બાદ મજેદાર કમેન્ટસ આવી રહી છે. કોઇનું કહેવું છે કે તેઓ હજુ સુધી લક્ઝરી શું કોઇપણ કાર ખરીદી શકયા નથી. તો કોઇનું કહેવું છે કે જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે ઢીંગલા-ઢીંગલી અને માર્બલ્સ રમતા હતા. કહેવાય છે 12 વર્ષની આ છોકરી 3 વર્ષની ઉંમરથી પહેલાં યુટ્યુબની મદદથી મેકઅપ કરવાનું શીખતી હતી. હવે તેની દુનિયાભરમાં ચર્ચા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત