અંધવિશ્વાસની પરાકાષ્ઠા: પૂજા માટે મહિલાઓના ટોળા ઉમટ્યા, જાણો તમે પણ ‘કોરોના માઈ’ની આ પૂજા વિશે
ભારે વરસાદમાં ગંગાકિનારે થઇ રહી છે, કોરોના માઈની ખાસ પૂજા : અંધવિશ્વાસની અનોખી ઘટના
એક તરફ આખા વિશ્વની સાથે આપણો દેશ પણ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે, ત્યારે બિહારના બક્સરમાં અંધવિશ્વાસનો વાયરસ કોરોનાથી પણ વધુ ગતિએ ફેલાઈ રહ્યો છે.

આ વાયરસ એટલો ત્રીવ્ર છે કે ભારે વરસાદની સ્થિતિમાં પણ મહિલાઓ ગંગા નદીના કિનારે કોરોના માઈની પૂજા કરવા માટે નીકળી પડી છે. આટલું જ ઓછું હોય તેમ અહી વિશેષ દિવસે ખાસ પૂજનવિધિ દ્વારા કોરોનાની પૂજા કરવામાં આવી રહી છે, કહેવાય છે કે એક વાયરલ થયેલ વીડિયો જોયા બાદ આ મહિલાઓ પણ કોરોનાની પૂજા કરી રહી છે.
અંધશ્રદ્ધાની અનેક અસરો

આખોય દેશ હાલમાં જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે ત્યારે બિહાર રાજ્યમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવી રહ્યો છે. બક્સરમાં લોકો સરકારે આપેલા સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમનો છેડેચોક ભંગ કરી રહ્યા છે. કોરોના કરતા બમણી ગતિએ ફેલાતા આ અંધશ્રદ્ધા વાયરસે કોરોના સંકટ અને જીવના અન્ય જોખમમાં પણ અનેક ઘણો વધારો કર્યો છે.
ક્યાંથી ફેલાય છે આવી માહિતી

એક તરફ કોરોના વાયરસથી દેશને નુકસાન થઇ રહ્યું છે, આ સમયે દેશમાં અંધવિશ્વાસ નામક વાયરસ પણ ક્યારે હટશે તે એક યક્ષ પ્રશ્ન છે. ગામડાની આ સ્ત્રીઓને આ જાણકારી ક્યાંથી આપવામાં આવે છે? પૂજા કરવા આવેલ કુસુમ દેવીએ કહ્યું કે એક વિડીયો દ્વારા એમને આ અંગે માહિતી મળી હતી કે જો કોરોનાથી રાહત મેળવવી છે તો લાડુ, ફૂલ અને તલથી તેમની પૂજા કરવી જોઈએ. આ પૂજા કર્યા પછી કોરોનાનો પ્રકોપ ઓછો થઇ જશે.
અંધભક્તિ બિહારના બક્સરમાં ફેલાઈ રહી છે

બિહારના બક્સર ક્ષેત્રમાં અંધવિશ્વાસ એ હદે ફેલાઈ રહ્યો છે કે, કોરોના માની પૂજા કરવા સોમવાર અને શુક્રવાર દિવસ પણ નક્કી કરવામાં આવ્યા છે. ગત શુક્રવારે ભારે વરસાદ હોવા છતાં સ્ત્રીઓ ગંગા કિનારે કોરોનાની પૂજા કરવા માટે નીકળી હતી. આ સ્ત્રીઓનું માનવું છે કે બધા ગમે તે કહેતી હોય પણ પતિ અને પુત્રની રક્ષા માટે આ પૂજા કરવી જરૂરી છે. એક વાયરલ વીડિયોનાં કારણે શરુ થયેલ અંધભક્તિ આખા બક્સરમાં ફેલાઈ રહી છે.
કોરોનાની પૂજા માટે મહિલાઓના ટોળા ઉમટ્યા

બિહારના બક્સરમાં કોરોના વાયરસ મહામારીને લઈ એક વિચિત્ર ઘટના સામે આવી છે. મહિલાઓના ટોળાઓ કોરોના માતાની પૂજા કરવા ઉમટી રહ્યા છે. કોરોના વાયરસની મહામારીને સ્ત્રીઓના ટોળાએ કોરોના માતા તરીકે ઓળખાવી છે. મળતી માહિતી મુજબ આ પૂજા માટે ગંગા સ્નાન જરૂરી છે. સ્નાન કરીને મહિલાઓએ ૯ લાડુ, ૯ ફૂલ, ૯ લવિંગ અને ૯ અગરબત્તી દ્વારા પૂજા કરી હતી. આ જોઇને અનેક લોકો આશ્ચર્યચકિત રહી ગયા હતા.
ગંગા માતાના કિનારે કોરોના માઈની પૂજા

બિહારનાં બક્સર વિસ્તારમાં ભારે વરસાદ હોવા છતાં સ્ત્રીઓનું એક ટોળું અચાનક જ ગંગા કિનારે સ્નાન કરવા આવી ગયું અને સ્નાન પતાવી પૂજા પાઠમાં લાગી ગયું. લાડવા અને ફૂલ સાથે પૂજા કર્યા બાદ જ્યારે એ લોકોને આ પૂજાનું કારણ સમજાયું તો તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા. એક તરફ ચક્રવાતનાં કારણે બિહારમાં જોરદાર વરસાદ વરસતો હતો ત્યારે આ સ્ત્રીઓ કોરોના બીમારી દૂર કરવા માટે કોરોના માતાની પૂજા કરવામાં લાગેલી હતી. ભારે વરસાદમાં ગંગા કિનારે કોરોના માઈની પૂજા કરવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત