કોરોનાકાળમાં પ્રથમ વાર મળેલી સંસદમાં બની આવી ઘટના, જાણો શું થયા મોટા ફેરફારો

કોરોનાના કારણે દરેકની રોજીંદી કામગીરીમાં પરિવર્તનો આવી ગયા છે. હવે અમુક ચીજો તમારા રોજૂીંદી પ્રક્રિયાના ભાગ બની ગયા છે. જેની અસર આજે પાર્લામેન્ટમાં પણ જોવા મળી. કોરોનાના કહેર વચ્ચે સોમવારે સંસદમાં ચોમાસું સત્રનો પ્રારંભ થયો. તે દરમિયાન પહેલી વાર લોકસભાના સભ્યોએ રાજ્યસભામાં બેસીને સદનની કાર્યવાહીમાં ભાગ લીધો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ એકબીજાના ગૃહમાં બેસવા માટેના નિયમો અને પ્રક્રિયાઓમાં છૂટછાટ આપવામાં આવી હતી.

લોકસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યા દરમિયાન શરૂ

image source

આ દરમિયાન સોમવારે લોકસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યા દરમિયાન શરૂ થઈ હતી જે બપોરના 1 વાગ્યા સુધી ચાલી હતી. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યે શરૂ થઈ હતી અને તે સાંજના 7 વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવી. તેમણે કહ્યું કે પ્રક્રિયાના હિસ્સાની અનુરૂપ બંને સદનોની ચેમ્બર અને ગેલેરી ત્યા સુધી લોકસભાનો હિસ્સો માનવામાં આવશે જ્યાં સુધી આ સદનની કાર્યવાહી ચાલશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેનાથી અમુક સાંસદોને થોડી તકલીફ પડશે પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગ માટે તે જરૂરી છે.

સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું

image source

આ દરમિયાન દરેક સભ્યોની સુરક્ષા માટે સીટની આગલ પ્લાસ્ટિક શિલ્ડ કવર લગાડેલું છે. લોકસભા કર્મીઓ સાંસદોને તેમની નવી બેઠક વ્યવસ્થામાં મદદ કરતા જોવા મળ્યા હતા. લોકસભા ચેમ્બરમાં 200 અને ગેલેરીમાં 50 સભ્યો હતા. લોકસભા ચેમ્બરમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. જેના દ્વારા રાજ્યસભામાં બેઠેલા લોકસભાના સભ્યો પણ જોવા મળ્યા હતા.

બધા નેતાઓ માસ્ક પહેરેલા જોવા મળ્યા

image source

આ સાથે બધા નેતાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા જોવા મળ્યા હતા. દરેક સભ્યો અને નેતાઓએ અલગ અલગ પ્રકારના માસ્ક પહેર્યા હતા, જેમાં પીએમ મોદીએ થ્રી પ્લાઈ બ્લ્યુ માસ્ક પહેર્યું હતું. જ્યારે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સિતારમણ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સફેદ માસ્ક પહેર્યા હતા. અમુક સાંસદો જો કે ફેસ શિલ્ડ પહેરીને સંસદમાં આવ્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અપાઈ શ્રદ્ધાંજલિ

image source

ધારા 370 હટાવ્યા બાદ ફારૂક અબ્દુલાને નજર કેદ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ધરપકડથી મુક્ત થયેલા સાંસદ ફારુખ અબ્દુલ્લાએ પણ હાજરી આપી હતા. અધીર રંજન ચૌધરી, સુપ્રિયા સુલે જેવા સાંસદોએ તેમનું અભિવાદન કર્યું હતું. સદનની કાર્યવાહી રાષ્ટ્રગાનથી શરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ, વર્તમાન લોકસભા સાંસદ વસંત કુમાર અને 13 પૂર્વ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત