પથ્થર દિલ પણ પાણી-પાણી થઈ જાય એવો કિસ્સો, પ્રેમ પ્રકરણની આડમાં માતાએ સગા દીકરાને વેચી માર્યો, પૂરી ઘટના વાંચીને છૂટી જશે તમારી પણ ધ્રુજારી

આ સમાજને કલંકિત કરતા અને લોહીના સંબંધો લજવતા કિસ્સા આપણે ઘણા જોયા છે. ક્યારેક ઘર કંકાસ તો ક્યારેક ઘર બહારના અતરંગી સંબંધો, તો ક્યારેક પૈસા માટે… ન જાણે એવા કેટલાય કારણોના લીધે કંઈક લોકોના માળા વિંખાઈ ગયા છે. ત્યારે હવે ફરીથી મા દીકરાના સંબંધો શર્મસાર થાય એવી ઘટના સામે આવી છે અને હાલમાં ચારેકોર તેના પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. આ કિસ્સામાં એક કહેવત ખોટી સાબિત થઈ છે કે છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ક્યારેય ન થાય.

image source

આ કળિયુગની માતાનો હૃદયદ્રાવક કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં આવ્યો છે. બીજા પતિને છોડીને 3 વર્ષના સગા દીકરાને તામિલનાડુમાં વેચી દેનારી માતાને શોધીને દીકરાને જ્યાં વેચ્યો હતો ત્યાંથી શોધીને તેની કસ્ટડી પિતાને સોંપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. વધારે વિગતે વાત કરીએ તો રાજકોટના વિજય નામના યુવકના લગ્ન પૂજા ઉર્ફે જયશ્રી નામની યુવતી સાથે થયા હતા. બંનેના આ બીજા લગ્ન હતા. આ લગ્નથી તેમને એક દીકરો મિત જન્મ્યો હતો. મિતના જન્મ પછી બંને છૂટાં પડ્યાં હતાં. પૂજા મિતને લઇને જતી રહી હતી. વિજયને શંકા જતાં તેણે હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરી હતી.

image source

આ કેસ મામલે એડવોકેટ નિશિત ગાંધીએ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે સમગ્ર કેસમાં બાળકની તસ્કરી થઇ હોવાની શંકા છે. હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે આકરી મહેનત કરીને પૂજા અને મિતને તામિલનાડુથી શોધી કાઢ્યા હતા. પૂજાએ પોતાના 3 વર્ષના મિતને તામિલનાડુમાં સોનુ રાજેન્દ્ર પૈકરવ સાથે મળીને વેચી દીધો હતો. આ બનાવ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કેસમાં પોલીસે પૂજાને પણ આરોપી બનાવતાં દીકરાની કસ્ટડીનો પ્રશ્ન થયો હતો. હાઇકોર્ટે આરોપી માતા પાસેથી 3 વર્ષના મિતની કસ્ટડી લઇને પિતા વિજયભાઇને સોંપી, ત્યાર બાદ રાજકોટ સેશન્સ જજને ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસરને નીમવા આદેશ કર્યો હતો. હવે આ મહિલા પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

image source

હવે પછી આ બાળકની સેફ્ટી શું એ અંગે પણ હાઈકોર્ટે વ્યવસ્થા કરી છે કે, આ ઓફિસરે દર મહિને વિજયના ઘરે જઇને મિતની સંભાળ યોગ્ય રીતે લેવાય છે કે નહીં, એનું ધ્યાન રાખવાનું રહેશે અને કોર્ટને હકીકતથી વાકેફ કરવાની રહેશે. હેબિઅસ કોર્પસમાં જ્યારે સગીર સંતાનો ગુમ થયાની ફરિયાદ હોય ત્યારે પોલીસ ગંભીરતાથી બાળકને શોધવા પ્રયત્ન કરે તો માનવ તસ્કરી જેવા ગુના પકડી શકાય છે. આ એક ગુના બાદ કદાચ સરકાર એક્શન પ્લાન હાથ ધરે અને વધારે બાળકોનું પણ ભલું થઈ શકે છે.

image source

આ અગાઉ પણ હેબિઅસ કોર્પસમાં સગીરાઓને વેચી દેવાનું કૌભાંડ પકડાયું હતું, જેની તપાસ સીઆઇડી ક્રાઇમ પાસે છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાંથી બાળકો ગુમ થયાંના અનેક કિસ્સા નોંધાયા છે. મોટા ભાગના કિસ્સામાં આવાં બાળકોનો પત્તો મળતો નથી. આ કિસ્સા પરથી એવું પણ જાણવા મળ્યું કે બાળક ગુમ થવાના કેસમાં ક્યારેક માતા-પિતા સંડોવાયેલાં હોય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં બાળકો ગુમ થવાના કેસ વધી રહ્યા છે. ત્યારે આ અંગે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોએ પ્રશ્ન પુછ્યો હતો. રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ અંગેના જવાબમાં જણાવ્યું હતું કે એક વર્ષમાં ગુજરાતમાંથી કુલ 2307 બાળકો ગુમ થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમ થયેલા બાળકોમાં ટકા 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે.

image source

આ અંગેની આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાંથી 431 તથા રાજકોટ શહેરમાંથી 124, રાજકોટ ગ્રામ્યમાંથી 123, ગાંધીનગરમાંથી 112 અને બનાસકાંઠામાંથી 106 બાળકો ગુમ થયા છે. રાજ્યમાંથી કુલ ગુમ થયેલા 2,307 બાળકોમાંથી 1804 બાળકો મળી આવ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વધુમા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુમ થનાર બાળકોમાં 14થી 18 વર્ષના બાળકોની સંખ્યા વધુ છે અને આ બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થતા હોય છે.

image source

ગૃહ રાજ્યમંત્રીના આ ઉત્તર મુદ્દે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ટીપ્પણી આપી હતી. તેણે કહ્યું હતું કે આ બાળકો અણસમજથી પ્રેમ કરે છે. તેમને પ્રેમથી સુધારવા જોઇએ. તેના માટે માતા-પિતાએ મહત્વની જવાબદારી નિભાવવી પડે. માતા-પિતાએ પોતાના બાળકોને પ્રેમથી સમજાવીને આવા રસ્તે જતા અટકાવવાનો પ્રયાસ કરવો જોઇએ. તથા તેમણે કહ્યું હતું કે આવા કેસમાં સરકારે પણ પગલા ભરવા જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત