અહીં શાકની થેલી અને દૂધની બરણીમાંથી નીકળ્યા એટલા રુપિયા કે પોલીસ પણ થઈ ગઈ પરેશાન
લોકડાઉન દેશભરમાં લાગૂ થયા પછી પોલીસ સતર્ક થઈ ચુકી છે અને લોકડાઉન દરમિયાન ઘરમાંથી નીકળતા લોકોની તપાસ તેમજ પુછપરછ કરવામાં આવી રહી છે. આ જ રીતે ગ્વાલિયરમાં પણ પોલીસ તૈનાત રહે છે અને શંકાસ્પદ જણાય તેમની પુછપરછ કરે છે.
પરંતુ તાજેતરમાં ગ્વાલિયર પોલીસના હોશ પણ બે વ્યક્તિઓ ઉડાડી દીધા હતા. આ બે વ્યક્તિ કોરોનાના દર્દી હોય અને તેના કારણે પોલીસ ચિંતામાં નથી મુકાઈ પરંતુ આ વ્યક્તિઓ લોકડાઉન વચ્ચે એટલી રોકડ રકમ સાથે લઈ બાઈક પર નીકળા હતા કે પોલીસ તે રકમ વિશે જાણીને આશ્ચર્યમાં પડી ગઈ હતી.

ગ્વાલિયર શહેરના પડાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફૂલબાગ ચાર રસ્તા પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બે યુવક બાઈકમાં સવાર થઈ નીકળ્યા હતા. આ બાઈક સવારને રોકી તેમની પુછપરછ કરતાં પોલીસને શંકા ગઈ અને તેમણે બાઈક સવાર પાસે રહેલી શાકની થેલી અને દૂધની બરણી ચકાસી તો તેમાંથી 17 લાખ રોકડા નીકળ્યા.
પોલીસએ બંનેની અટક કરી અને પુછપરછ કરી તો આ યુવકોએ કહ્યું કે તે બેન્કમાંથી આ રકમ ઉપાડીને આવ્યા છે. પરંતુ પોલીસને આ વાત પર વિશ્વાસ ન થયો કારણ કે તેમની પાસે 17 લાખ રુપિયા રોકડા નીકળ્યા હતા. પોલીસએ હાલ આ મામલે તપાસ શરુ કરી છે.