આ છોકરીએ તો ભારે કરી, ચાલુ ફ્લાઈટે વિમાનનો દરવાજો ખોલાવા લાગી, લોકોએ કર્યા આવા હાલ

ક્રૂ સભ્યોને ફ્લાઇટની ઉડાન દરમિયાન ઘણી વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટની અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડેઇલીમેલના અહેવાલ મુજબ ફ્લાઇટનો વીડિયો ટિકટોક પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાની વિચિત્ર પ્રવૃતિને જોઇને ફ્લાઇટમાં હાજર અન્ય મુસાફરો અને ક્રૂ સભ્યોએ સાથે મળીને તેને ટેપ વડે સીટ સાથે બાંધી દીધી હતી.

image source

ખરેખર, આ વીડિયોમાં એક મહિલા મુસાફર આમ તેમ ફ્લાઈટમાં દોડતી જોવા મળે છે અને તે જ સમયે તે આકાશમાં ઉડતા વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. ખૂબ હંગામો મચાવ્યા પછી ક્રૂ સભ્યોએ મહિલાને પકડી લીધી અને ટેપ વડે તેને સીટ પર બાંધી દીધી.

image source

આ વીડિયોમાં મહિલા ઘણો હંગામો કરતી જોવા મળી રહી છે. કેટલીકવાર તે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે અને કેટલીકવાર તે સીટની નીચે બેસી જાય છે. આ દરમિયાન તેણે પોતાની જાતને બાથરૂમમાં પણ બંધ કરી લીધી હતી.

ફ્લાઇટ કેપ્ટન અને ક્રૂ મેમ્બર્સ સિવાય ઘણા મુસાફરોએ પણ મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ કોઈનું સાંભળ્યું નહીં. આ દરમિયાન, તે ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે દલીલો કરવા લાગી અને તેણે તેને બટકુ ભરી લીધુ.

image source

3 કલાકની મુસાફરી દરમિયાન મહિલાએ લગભગ 2 કલાક સુધી હંગામો મચાવ્યો હતો. આ પછી, બધાએ તેને મળીને પકડી લીધી અને તેને સીટ પર બેસાડી અને તેને ટેપથી બાંધી દીધી. આ દરમિયાન તે જોરજોરથી બૂો પાડવા લાગી હતી, જેના કારણે લોકોએ તેનું મોં પણ ટેપ વડે બંધ કરી દીધુ હતું. ઉતર્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અમેરિકન એરલાઇન્સે જણાવ્યું કે મહિલાની ઓળખ હજુ બાકી છે અને તેને અન્ય મુસાફરોની સુરક્ષા માટે આગળની મુસાફરી માટે બ્લેક લિસ્ટમાં મુકી દેવામાં આવી છે.

image source

આ પહેલા અમેરિકામાં એક મોડેલને તેના શોર્ટ ડ્રેસને કારણે ફ્લાઈટમાંથી નિચે ઉતારી દેવામાં આવી હતી. નોંધનિય છે કે, ‘આધુનિક’ અમેરિકામાં પણ મહિલાઓને કપડાં માટે ટાર્ગેટ કરવામાં આવે છે. બોડીબિલ્ડર અને ફિટનેસ મોડેલ ડેનિઝ સપિનરને આવી જ એક ઘટનાનો સામનો કરવો પડ્યો. તુર્કી છોડીને યુ.એસ. માં સ્થાયી થયેલ સપિનરનો આરોપ છે કે અમેરિકન એરલાઇન્સના કર્મચારીઓએ ટૂંકા વસ્ત્રોનું કારણ આપીને ફ્લાઇટમાં ચઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સપિનરે આ ઘટનાની માહિતી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જે બાદ લોકો એરલાઇન્સ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!