કોરોનાને માત આપ્યાના બે સપ્તાહ પછી દર્દીઓને થઈ રહી છે ગંભીર સમસ્યા.

કોરોના મહામારી ની બીજી લહેર બાદ રીકવર થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસ નું સંક્રમણ ફેલાવા લાગ્યું હતું. આ સમસ્યાને કાબુમાં લેવામાં સફળતા મળી ત્યાં ડોક્ટરો સામે વધુ એક સમસ્યા ઊભી થઈ છે. કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં હવે વધુ એક સમસ્યા જોવા મળી રહી છે. ડોક્ટરોની ચિંતા એટલા માટે વધી છે કે દર્દીઓની નસમાં અને ધમનીઓમાં બ્લડ કલોટ થવા લાગ્યા છે.

image source

મુંબઈની કોકીલાબેન હોસ્પિટલ ના નિષ્ણાંતોએ પુષ્ટિ કરી છે કે કોરોના વાયરસ ના કારણે લોહીની નસોમાં લોહીના ગઠ્ઠા જામવાના કેસ સામે આવ્યા છે. જો કે ડોક્ટરો માટે ચિંતાની વાત એ છે કે લોહીના ગઠ્ઠા હવે ધમનીઓમાં જામવા લાગ્યા છે. ડોક્ટરી ભાષામાં આ સમસ્યા નહીં આર્ટરિયલ થોમ્બ્રોસિસ કહે છે. જો ધમનીમાં લોહીના ગઠ્ઠા થાય તો ગેંગરીન થવાનું જોખમ વધી જાય છે. તેવામાં દર્દીનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેના હાથ કે પગ કાપવા પણ પડી શકે છે.

image source

તમને માં લોહીના ગઠ્ઠા થવાથી શરીરના અન્ય અંગો પર પણ જોખમ વધી જાય છે. ચિંતાની વાત એ છે કે કોરોનાથી રિકવર થયાના સરેરાશ બે સપ્તાહ પછી ધમની માં લોહીના ગઠ્ઠા થવા ના કેસ સામે આવી રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ સમસ્યા 30 વર્ષથી નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળી રહી છે. આ સમસ્યાનું કારણ જાણવા માટે મુંબઈ દિલ્હી હૈદરાબાદ સહિત મોટા સેન્ટરમાં ખાસ ટીમ અધ્યયન પણ કરી રહી છે.

કેવી રીતે ખબર પડે કે ધમનીમાં જામ્યા છે લોહીના ગઠ્ઠા ?

image source

1. પગમાં દુખાવો જે દિવસે ને દિવસે વધે.

2. આંગળી અને અંગુઠા સુન્ન થઈ જવા

3. પગની ગતિશીલતા ઘટી જવી.

4. ઓક્સિજન નું પ્રમાણ ઘટી જવાથી શરીર પીળું દેખાવું.

5. જો તકલીફ વધી જાય તો રોગીના પલ્સ મળતા નથી.

image source

નિષ્ણાંતોનું કહેવું છે કે આ પ્રકારના 40 થી વધુ દર્દી અત્યાર સુધીમાં સામે આવ્યા છે. ધમનીમાં લોહીના ગઠ્ઠા જમ્યાના 8થી 24 કલાકની અંદર જ દર્દી હોસ્પિટલ જાય તો એન્જિયોગ્રાફી દરમિયાન તેને દૂર કરી અને દર્દીને રાહત આપી શકાય છે. જોકે આ સમસ્યા શા માટે થાય છે તેના કારણની પુષ્ટિ હજી સુધી થઈ નથી. પરંતુ ડૉક્ટર શક્યતા વ્યક્ત કરે છે કે કોરોના સંક્રમિત થયા બાદ દર્દીની ધમનીમાં નાના-નાના લોહીના ગઠ્ઠા બન્યા હોય અને ધીરે ધીરે તે વધે છે. તેના કારણે 14 કે તેનાથી વધુ દિવસ થયા બાદ આ સમસ્યા સામે આવે છે.

image source

ડોક્ટર જણાવે છે કે આ પ્રકારના લોહીના ગઠ્ઠા પગ કે શરીરના કોઈ પણ ભાગમાં હોય તો તેનાથી જીવનું જોખમ વધી જાય છે. કારણકે જો આવી સ્થિતિમાં દર્દીને છીંક કે ઉધરસ આવે તો આ લોહીનો ગઠ્ઠો હૃદય સુધી પહોંચી શકે છે અથવા તો મગજ સુધી પહોંચી શકે છે જેના કારણે દર્દીનું અચાનક મોત પણ થઇ શકે છે.

image source

હાહરે જઈને શરીરમાં લોહીના ગઠ્ઠા જામવાની સમસ્યા થઈ હોય તેને સમયસર હોસ્પિટલ પહોંચાડી અને સારવાર કરી તેનો જીવ બચાવી શકાય છે જો લોહીના ગઠા વધારે સમયથી હોય તો દર્દીના અંગને કાપીને તેનો જીવ બચાવી શકાય છે.