કોરોનાએ ગુજરાતને પરસેવે રેબઝેબ કરી નાંખ્યું, નવા કેસોનો આંકડો જોઈ કંપારી છુટી જશે, અ’વાદીઓ હાફડા-ફાફડા થઈ ગયાં

ચૂંટણી બાદ કોરોનાએ ગામ માથે લીધું છે અને ભારે કેસો આવી રહ્યા છે. ગઈ કાલે પણ 1400 ઉપર કેસો આવ્યા હતા જ્યારે આજે 1500 ઉપર કેસો નોંધાયા છે. આજે કોરોનાના કુલ કેસો 1565 જેટલા આવ્યા છે અને વધુ 6 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસ ફરી હાહાકાર મચાવવા લાગ્યો છે. માંડમાડ કોરોનાનો ડર નિકળવા લાગ્યો હતો તેવામાં ફરી સંક્રમણ વધતાં સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ ફેલાયો છે. આમ પણ જોવા મળ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને શહેરમાં ક્રિકેટ મેચના કારણે કોરોના વિસ્ફોટ થયા છે. ગુજરાતમાં આજે કોવિડ-19ના 1565 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. કોરોના કેસ વધતાં ગુજરાત સરકાર અને તંત્ર દોડતું થઈ ગયું છે, લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બીજી બાજુ કોરોનાના નવા સ્ટેઈનના કારણે ડોક્ટરો પણ ચિંતામાં મૂકાયા છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 1565 કેસ નોંધાયા છે, જ્યારે 969 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે.

image source

જો કુલ આંકડા વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં 2,74,249 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો ઘટ્યો છે. રાજ્યમાં સાજા થવાનો રેસિયો 96.08 ટકાએ પહોંચ્યો છે.

image source

વિતેલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1415 કેસ નોધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1607 કેસ 27મી નવેમ્બરના રોજ નોધાયા હતા. આજે ગુજરાતમાં કોરોનાના નવા 1565 કેસની વાત કરીએ તો આજે વધુ 6 દર્દીના મોત થયા છે. આજે વધુ 969 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.

image source

જો જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 406 કેસ અને 2નાં મોત, સુરતમાં નવા 484 કેસ અને 2નાં મોત થયા છે. રાજકોટમાં 152 અને વડોદરામાં 151 કેસ, જામનગરમાં 32 અને ગાંધીનગરમાં 33 કેસ, ભાવનગરમાં 35 અને જૂનાગઢમાં 13 કેસ, મહેસાણામાં 29, ખેડામાં 27, પંચમહાલમાં 24 કેસ, દાહોદમાં 19, નર્મદામાં 18, કચ્છમાં 16 કેસ, સાબરકાંઠામાં 16, ભરૂચ – મહિસાગરમાં 14 – 14 કેસ, આણંદમાં 12, બનાસકાંઠા – મોરબીમાં 11 – 11 કેસ, પાટણમાં 11, અમરેલીમાં 8, નવસારીમાં 5 કેસ, સુરેન્દ્રનગરમાં 5 અને ગીર સોમનાથમાં 4 કેસ, છોટાઉદેપુર, દ્વારકા, તાપીમાં 3 – 3 કેસ, અરવલ્લી – વલસાડમાં 2 – 2, બોટાદ – પોરબંદરમાં 1 – 1 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 4443 દર્દીના મોત થઈ ચૂક્યા છે.

image source

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જોઈએ તો કુલ 6737 એક્ટીવ કેસ છે, જેમાંથી 69 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 6668 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં આજ રોજ કોવિડ 19નાં કારણે કુલ 06 લોકોના દુ:ખદ મોત થયાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન 2, રાજકોટમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે. ગઈ કાલની વાત કરીએ તો રાજ્યમાં વધુ ચાર દર્દીના મોત થયાં હતા. સારવાર દરમિયાન કાલે 948 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 6147 કેસ હતા. રાજ્યમાં 67 દર્દીઓ વેન્ટીલેટર પર હતા. ત્યાં જ સ્ટેબલ 6080 દર્દીઓ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *