કોરોનાનો હાહાકાર: કોઇની સ્ટ્રેચર પર, તો કોઇની ખુરશીઓ પર થઇ રહી છે સારવાર, આટલું દુખ ભગવાન કોઇને ના આપે..

દિવસે ને દિવસે કોરોના પોતાનું ભયાનક સ્વરૂપ લઈ રહ્યો છે. એવામાં ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ વણસી રહી છે. એક તરફ એવું દ્રશ્ય છે કે સ્મશાનોમાં કોરોના દર્દીઓના મૃતદેહો માટે લાઈનો પડી છે. તો બીજી તરફ, દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ પણ લાંબુલચક બનતું જાય છે.

image source

આવા કપરા સમયમાં ભરૂચ જિલ્લામાંથી કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના હોસ્પિટલ દર્દીઓથી ખીચોખીચ ભરાઈ ગયા છે. આવામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે જગ્યા નથી મળી રહી. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં જગ્યા જ્યાં મળે ત્યાં દર્દીઓને બેસાડીને કોરોનાની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ત્યારે જંબુસરની હોસ્પિટલનો આ વીડિયો તમને ખૂબ જ શોકિંગ લાગશે.

image source

આ વીડિયો જંબુસરની અલ મહેમૂદ હોસ્પિટલનો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે હોસ્પિટલમાં બેડની સુવિધાનો અભાવ દેખાઈ રહ્યો છે. સ્ટ્રેચર, ખુરશીઓ પર સૂઈ લોકો સારવાર લેતા હોવાનો વાયરલ વીડિયોમાં દાવો છે. આવી પરિસ્થિતિ લગભગ ગુજરાતના મોટાભાગના હોસ્પિટલની છે. બેડની સુવિધાના અભાવે દર્દીઓની હાલત કફોડી બની છે

હવે જો ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં છેલ્લા 12 કલાકમાં 11 વ્યક્તિઓના મૃતદેહને અંતીમ સંસ્કાર આપવામાં આવ્યા. એટલે કે દર 1 કલાકે 1 વ્યક્તિનો અગ્નિ દાહ કરવામાં આવી રહ્યો છે. જેથી ભરૂચની પરિસ્થિતિ પણ વિકટ છે

image source

રાજ્યમાં છેલ્લા છ દિવસમાં નવા કેસમાં રેકોર્ડ બ્રેકીંગ વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 ,180 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.

અત્યાર સુધીમાં રાજ્યમાં 3, 24, 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3,02, 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4598 લોકોને કોરોના વાયરસ ભરખી ગયો છે.

image source

જેમ જેમ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે એની સામે સરકારે વેકસીનેશન કાર્યક્રમને પણ પુરજોશમાં આગળ ધપાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 78, 85, 630 લોકોને કોરોમાં રસી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ ઉંમરના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,75 , 777 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અપાયો જ્યારે 29, 886 લોકોને કોરોના રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!