અહીં આવી ગઈ કોરોનાની ચોથી લહેર, કોરોનાનો આ વેરિઅન્ટ છે જવાબદાર

આમ તો દુનિયામાં બીજા લહેર બાદ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ધીરે ધીરે કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થયો છે પરંતુ સાથે જ નિષ્ણાંતો ત્રીજી લહેર આવવાની સંભાવના પણ વ્યક્ત કરી ચુક્યા છે. તેવામાં સાથે ડેલ્ટા વેરિયંટનું જોખમ તો માથે ઊભું જ છે. છેલ્લા કેટલાક સપ્તાહથી દરેક જગ્યાએ કોરોનાના નવા કેસમાં ઉછાળો આવી રહ્યો છે. આ વાતને ઘણા દેશોમાં ત્રીજી લહેરની શરુઆત તરીકે પણ જોવામાં આવી રહી છે. કેસમાં વધારો થતાં લોકોની ચિંતા પણ વધી રહી છે.

image source

સૌથી વધુ ચિંતા અને જોખમ ડેલ્ટા વેરિયંટને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જ રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે ડેલ્ટા વેરિયંટ જોખમી છે અને તે એવા લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે જેણે રસીના ડોઝ લઈ લીધા છે. તેથી એવા લોકો કે જે રસી લઈને સંપૂર્ણ રીતે સુરક્ષિત અનુભવ કરતાં હતા કે તેમણે રસી લઈ લીધી છે તેમની ચિંતા પણ વધી ગઈ છે. આ ચિંતાનો અંત આવ્યો નથી ત્યાં કેનેડામાં કોરોનાની ચોથી લહેરનું જોખમ ઊભું થયું છે.

image source

દેશની મુખ્ય સાર્વજિક સ્વાસ્થ્ય અધિકારી ડો થેરેસા ટૈમનું કહેવું છે કે ઉનાળાના અંત સુધીમાં મહામારીની ચોથી લહેર આવી શકે છે. હજુ તો દુનિયાના લોકો કોરોનાની બીજી લહેરની તબાહીના માનસિક આઘાતમાંથી બહાર આવ્યા નથી ત્યાં હવે ચોથી લહેર પણ આવશે તેવી વાત સામે આવી છે.

image source

નિષ્ણાંતના મતે આ ચોથી લહેર આવવા પાછળ જવાબદાર ડેલ્ટા વેરિયંટ હશે. ટૈમનું કહેવું છે કે આ સિવાય ચોથી લહેર આવવાના કારણોમાં લોકોનું રસી ન લેવું અને પ્રતિબંધો હટાવી દેવાનો પણ સમાવેશ થાય છે.

તેમણે કહ્યું છે કે રસીકરણનો દર હોસ્પિટલમાં ભરતી થનાર દર્દી અને મૃત્યુ થાય તે સંખ્યાને ઓછી રાખવામાં મદદ કરી શકે છે. એટલે કે જે લોકો રસી લેશે તેમને કોરોના સામે સુરક્ષા મળશે. તેઓ સંક્રમિત થશે પરંતુ તેમના પર હોસ્પિટલ જવું પડે અથવા તો મૃત્યુ થાય તેવું જોખમ ઓછું રહેશે. જો કે હાલ જે રીતે રસીકરમ થઈ રહ્યું છે તેમાં વધારો થવો જરૂરી છે.

image source

તેમણે કહ્યું હતું કે યુવા વયસ્કોનું રસીકરણ ટુંક સમયમાં પૂર્ણ થવું જોઈએ. તેથી તેમણે વધુને વધુ વયસ્કો રસી લે તેવો આગ્રહ પણ કર્યો હતો. તેમણે કહ્યાનુસાર આ વયના લોકોમાં રસીકરણની વાતમાં દેશ પાછળ છે. ટૈમના જણાવ્યાનુસાર કેનેડામાં 63 લાખ લોકોને રસીના પહેલા ડોઝ અને 50 લાખ લોકોને રસીનો બીજો ડોઝ મળ્યો નથી.