તૌકતેનું તાંડવ: અત્યાર સુધીમાં 11નાં મોત, મુંબઈમાં વરસાદ શરુ, ગુજરાત માટે પણ ગ્રેટ ડેન્જરનું એલર્ટ, જાણો હાલમાં ક્યાં છે કેવી પરિસ્થિતિ

અરબ સાગરમાં સર્જાયેલા તોફાન તૌકતેના કારણે કેરળ, કર્ણાટક અને ગોવામાં દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે તબાહી મચી છે. આ વાવાઝોડું હવે તીવ્ર ગતિ સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. શક્તિશાળી વાવાઝોડા તૌકતેને લઈને હવે ગુજરાત અને મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરાયું છે.

image source

વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 11 લોકોના મોત થયા છે. જેમાં ગોવામાં અલગ અલગ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. એક ઘટનામાં બાઈક સવાર પર વિજથાંભલો પડ્યો હતો જ્યારે બીજી ઘટનામાં વ્યક્તિ પર ઝાડ તુટી પડ્યું હતું. જાણવા મળ્યાનુસાર ગોવામાં વાવાઝોડાના જોખમને પગલે તમામ ફ્લાઈટ પણ રદ્દ કરી દેવામાં આવી છે. અહીં વાવાઝોડાના કારણે ભારે નુકસાની પણ થઈ છે. દરિયાકિનારાના 100 જેટલા ઘર પડી ભાંગ્યા હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે 500 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે.

image source

કેરળમાં પણ 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. ઉડ્ડપીમાં 4 લોકોના મોત નોંધાયા છે. આમ કુલ મળી અને 11 લોકોના મોત થયા છે.

image source

વાવાઝોડાના જોખમને ધ્યાનમાં લઈ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યાનુસાર અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન તૌકતો રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે 17 મે 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી રાત્રે 8થી રાત્રિના 11.00 કલાક દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી પ્રતિ કલાક પણ થઇ શકે છે.

image source

વાવાઝોડાની અસરના પગલે મુંબઈમાં પણ ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદને લઈ અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના વડાલામાં તોફાનની અસર પણ જોવા મળી હતી. અહીં અલગ અલગ 5 જગ્યાઓએ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે જેથી લોકોનું જરૂર પડ્યે સ્થળાંતર કરી શકાય. પશ્ચિમ મુંબઈમાં એનડીઆરએફની 3 ટીમ અને ફાયરબ્રિગેડની 6 ટીમ તૈનાત કરવામાં આવી છે.

image source

વાવાઝોડાની સંભાવનાને પગલે એન.ડી.આર.એફ.ની 44 ટીમો અને એસ. ડી. આર.એફ.ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં ફાયર બ્રિગેડ, પોલીસ અને કોસ્ટગાર્ડની સેવાઓ લેવામાં આવી હતી. જરૂર પડે તો આર્મી, એરફોર્સ અને નેવીને પણ મદદ માટે સ્ટેન્ડ-ટુ રહેવાની સુચના આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!