પોલીસ પોતાના દંડનો ટાર્ગેટ પુરો કરવા આપણી સાથે કરે છે આવું, જો જો તમે પણ ફસાઇ ન જતાં

રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોની કડકાઈથી અમલવારી થાય તે માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. મેટ્રો સિટીમાં વિવિધ રસ્તા પર સિગ્નલ, સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે છે જેથી વાહન ચાલકો નિયમાનુસાર વાહન ચલાવે અને કોઈ દુર્ઘટના કે નિયમભંગ ન થાય. પરંતુ આ ટ્રાફિક પોલીસ અને સિગ્નલ જાણીજોઈને લોકોને દંડ ફટકારવા લાગે તો ?

image source

જાણીને નવાઈ લાગશે અને ગુસ્સો પણ આવશે. પરંતુ આવું થઈ રહ્યું છે રાજકોટ શહેરમાં. રાજકોટમાં ટ્રાફિક પોલીસ ટારગેટ પુરો કરવા માટે વાહનચાલકોને કઈ રીતે બકરા બનાવે છે તે વાતનો ખુલાસો દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવ્યો છે. આ વાત ટ્રાફિક પોલીસના દંડ વસુલવાના કિમીયાને પણ ઉજાગર કરે છે.

image source

રાજકોટમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સ્થળે સ્માર્ટ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ સિગ્નલ કરતાં પણ વધારે સ્માર્ટનેસ ટ્રાફિક પોલીસ દાખવી રહી છે અને લોકો પાસેથી 500-500નો દંડ ખંખેરી રહી છે. ખાસ વાત એ છે કે આ ટ્રાફિક પોલીસ વાહનચાલક પાસેથી સ્થળ પર દંડ વસુલ કરતી નથી પરંતુ સિગ્નલની મદદથી એવું કામ કરે છે કે જેના કારણે વાહનચાલકને સિગ્નલ તોડ્યાનો ઈ-મેમો ઘરે આવે છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર સ્માર્ટ સિગ્નલ હોય તેવા સર્કલ કે રસ્તા પર ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ સિગ્નલ સમયે વાહનચાલકોને રોકે તો છે પરંતુ જ્યારે સિગ્નલ ખુલવાને વાર હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ સિગ્નલ ખોલી વાહન ચાલકોને જવા દેવાનો ઈશારો કરે છે. આ થોડી સેકન્ડ દરમિયાન જે વાહન ચાલક રસ્તો ક્રોસ કરે તે સ્માર્ટ સિગ્નલમાં નિયમ ભંગ કરતો ઝડપાઈ જાય છે અને તેને ઘરે સિગ્નલ તોડ્યાનો મેમો પહોંચી જાય છે.

image source

શહેરમાં શહેરીજનોની સુરક્ષા માટે આઈ-વે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. પરંતુ આ સીસીટીવી હવે શહેરીજનો પાસેથી દંડ વસુલવાનું માધ્યમ બન્યા છે. આ રીતે શહેરીજનો પાસેથી 125 કરોડ રૂપિયા વસુલવામાં આ્વ્યા છે. દંડ વસુલવાના નવા ખેલની ફરિયાદો શહેરીજનો પણ વ્યાપક પ્રમાણમાં કરી રહ્યા છે.

image source

શહેરના ધમધમતા કેકેવી ચોક, ભૂતખાના ચોક જેવા વિસ્તારમાંથી પસાર થયેલા લોકોમાંથી એક એવા આરોહી ભટ્ટને પણ આ કડવો અનુભવ થયો હતો. તેણે કહ્યું હતું કે તેને કેકેવી ચોક ખાતે રોજ બપોરે પસાર થવાનું થાય છે. તેવામાં એક દિવસ ટ્રાફિક સિગ્નલ રેડ હોય ત્યારે તેમણે સ્કુટર ઊભું રાખી દીધું પરંતુ ટ્રાફિક પોલીસે વાહન લઈ નીકળી જવાનો ઈશારો કર્યો. ટ્રાફિક પોલીસની રમતથી અજાણ આરોહી ત્યાંથી નીકળી તો જતી પરંતુ ત્યારબાદ તેના ઘરે સિગ્નલ તોડ્યાના ઈ-મેમો આવવા લાગ્યા. આમ આરોહીને 1500 રૂપિયાનો ચાંદલો ધરાર ટ્રાફિક પોલીસે કરાવ્યો.

image source

જાણવા એમ પણ મળે છે કે ટ્રાફિકના નિયમના ભંગ માટેના રોજના 600 ઈ-ચલણ કરવાનો ટ્રાફિક અધિકારીઓને આદેશ કરાયો છે જેના પગેલા ટ્રાફિક પોલીસે આ રીતે ઈ-ચલણ કરાવવાનો ગોરખધંધો શરુ કર્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત