ઇન્સ્ટાગ્રામ યુઝ કરનારા લોકો ખાસ વાંચી લે આ માહિતી, કારણકે…

ભારત દેશમાં હાલમાં ઈન્સ્ટાગ્રામ લાઈટ એપનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. બુધવારના રોજ ફેસબુક ફ્યુઅલ વર્ચ્યુઅલ ઇવેન્ટ દરમિયાન ઈન્સ્ટાગ્રામના વાઈસ પ્રેસિડેન્ટ વિશાલ શાહ દ્વારા ઈન્સ્ટાગ્રામ લાઈટ એપ વિષે જણાવવામાં આવ્યું. નવી ઈન્સ્ટાગ્રામ લાઈટ એપ 2mb કરતા પણ નાની સાઈઝમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફેસબુક દ્વારા જુન, ૨૦૧૮માં ભારતમાં ઈન્સ્ટાગ્રામ લાઈટ એપનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું, જો કે, ત્યાર બાદ મે, ૨૦૨૦માં ઈન્સ્ટાગ્રામ લાઈટ એપને ઓફલાઈન થઈ ગઈ જયારે હવે બીજીવાર સપ્ટેમ્બર, ૨૦૨૦માં ઈન્સ્ટાગ્રામ લાઈટ એપને ફરીથી શરુ કરવામાં આવી. નવી ઈન્સ્ટાગ્રામ લાઈટ એપના ટેસ્ટીંગ કરવા સહિત ફોટોસ અને વિડીયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ લાઈટ એપના ‘બોર્ન ઓન ઈન્સ્ટાગ્રામ’ પ્રોગ્રામના બીજા વર્ઝન લાવ્યું છે, જેનો ઉદ્દેશ ક્રિએટર્સને પોતાની સોશિયલ
અવેલેબીલીટી વધારવામાં મદદરૂપ થશે.

ઘણી ભારતીય ભાષાઓને સપોર્ટ કરી શકે છે ઈન્સ્ટાગ્રામ એપ.:

image source

-નવી ઈન્સ્ટાગ્રામ લાઈટ એપ સ્પેશિયલી એન્ડ્રોઈડ ડિવાઈસ માટે બનાવવામાં આવી છે, જેને કોર ઈન્સ્ટાગ્રામ એક્સપિરિયન્સ આપવા માટે ડીઝાઇન કરવામાં આવી છે, ઈન્સ્ટાગ્રામ લાઈટ એપમાં રીલ્સ, શોપિંગ અને IGTVની સાથે અન્ય કેટલાક ફીચર્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સાથે જ ભારતમાં નવી ઈન્સ્ટાગ્રામ લાઈટ એપમાં ભારત દેશની હિન્દી ભાષા સિવાય અન્ય પ્રાદેશિક ભાષાઓ જેવી કે, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

image source

-આજે અમે ભારતમાં IG લાઈટના ટેસ્ટીંગ વિષે જાહેરાત કરવા જઈ રહ્યા છીએ, વિશાલ શાહ દ્વારા ભારતમાં આયોજિત ફેસબુક માટે ફેસબુક ફ્યુઅલમાં વિશાલ શાહ દ્વારા મેઈન સ્પીચ દરમિયાન જણાવ્યું છે કે, ‘તેઓ ભારતમાં અમારા ઉપભોક્તાઓ માટે સારી ગુણવત્તાવાળા ઈન્સ્ટાગ્રામ એક્સપિરિયન્સ પહોચાડવા માટે તૈયાર કરવામાં આવી હતી, ત્યાર બાદ અ એપને આપ કોઈપણ ડિવાઈસ, પ્લેટફોર્મ અને નેટવર્ક સાથે જોડાયા હોવ.’

image source

-ઈન્સ્ટાગ્રામ એપ દ્વારા દેશમાં કરવામાં આવેલ રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, ‘કોમ્પ્રોમાઈઝ્ડ ઈન્ટરનેટ અનુભવ, ઓછી મેમરી ધરાવતા ફોન અને હેવી સાઈઝ એપ્સના પરિણામ સ્વરૂપે હતું. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ એપ દ્વારા કરવામાં આવેલ રીસર્ચને દેશમાં નવી લાઈટ એપના ટેસ્ટીંગ માટે સંદર્ભમાં આપી શકાય છે.

image source

-જો કે, ઈન્સ્ટાગ્રામ દ્વારા વર્ષ ૨૦૧૮માં મેઈન ઈન્સ્ટાગ્રામ લાઈટ એપ તરફથી એક જેવા જ અનુભવ થયા હોવાનું પરીક્ષણ કરવામાં આવ્યું, જયારે નવા વર્ઝનમાં વધારે સારી ગતિ, પ્રદર્શન અને ફીડબેક આપવાનો દાવો કરવામાં આવ્યો છે. જેને સપ્ટેમ્બર, ૨૦૨૦માં ગુગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવા માટે લિસ્ટેડ કરવામાં આવી હતી, જેમ કે, એન્ડ્રોઈડ પોલિસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

image source

-ઈન્સ્ટાગ્રામ લાઈટ એપની સાથે જ ફેસ્બુકની નિક હવે પોતાની નિયમિત એપની સાથે મેસેન્જર અને ‘ઈન્સ્ટાગરમ’નું લાઈટ વર્ઝન પણ ઉપલબ્ધ છે.

‘બોર્ન ઓન ઈન્સ્ટાગ્રામ’ પ્રોગ્રામની ખાસિયત શું છે.?

-હાલમાં નવી એપની સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા દેશમાં ઈન્સ્ટાગ્રામ ‘બોર્ન ઓન ઈન્સ્ટાગ્રામ 2.0’ ક્રિએટર્સ માટે પ્રોગ્રામ લાવ્યું છે.

-આની પહેલા જે વર્ઝન તરીકે તૈયાર કરવામાં આવેલ એપને નવેમ્બર, ૨૦૧૯માં ક્રિએટર્સનો ઉત્સાહ વધારવા અને તેમના ફોટોસ અને વિડીયો જનતાને બતાવવા માટે મદદગાર થવાનું શરુ કરવામાં આવ્યું હતું.

-‘બોર્ન ઓન ઈન્સ્ટાગ્રામ’ [પ્રોગ્રામના નવા વર્ઝનનો હેતુ રીલ્સ સહિત અન્ય સુવિધાઓનો સમાવેશ કરવાનો છે.

image source

-‘બોર્ન ઓન ઈન્સ્ટાગ્રામ’ પ્રોગ્રામ છ મહિના જેટલા લાંબા સમય સુધી ચલાવવામાં આવશે. આંતરિક અને બાહ્ય એક્સપર્ટસ પાસેથી માસ્ટર-ક્લાસ ઓફર કરવાનું પણ શરુ રાખવામાં આવશે.

-પ્રોગ્રામ ક્રિએટર્સ તરફથી મળતા સહયોગ અને સલાહ લેવા માટે અવસરના લાભ લેવાની પરવાનગી પણ આપવામાં આવશે.

-રસ ધરાવતા ક્રિએટર્સ અધિકારીક પોર્ટલથી ‘બોર્ન ઓન ઈન્સ્ટાગ્રામ 2.0’ પ્રોગ્રામને સાઈન અપ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત