કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પ્રથમવાર લાલ કિલ્લા પર ‘આવો’ રહેશે સ્વતંત્રતા સમારોહ

કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પ્રથમવાર લાલ કિલ્લા પર આવો રહેશે સ્વતંત્રતા સમારોહ

કોરોના મહામારીના કારણે દેશને વિવિધ રીતે અસર થઈ રહી છે. ધંધારોજગાર ઠપ થતાં જે નુકસાન થયું છે તેમાંથી દેશને બેઠો થતાં વાર લાગશે તો બીજી બાજુ ઉત્સવો પણ સામાન્ય દિવસોની જેમ ઉજવાય તેમ નથી. આ વર્ષના લગભગ બધા જ તહેવારો ફીક્કા જ રહેશે તેવું જણાઈ રહ્યું છે. સ્વતંત્રતા દિવસને હવે માત્ર એક મહિનાની જ વાર છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ થોડી અલગ રહેશે. અને આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વરા જ લેવામાં આવ્યો છે.

image source

ઇતિહાસમાં પ્રથમવાર સ્વતંત્રતા દિવસનું આવું થશે આયોજન

કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશમાં વધારે અને વધારે કથળી રહી છે કેટલાક વિસ્તારોમાં તો રાજ્ય સરકારો દ્વારા ફરી લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. તો વળી બીજી બાજુ ધાર્મિક મેળાવડા, ઉત્સવો, તેમજ મોલ્સ, પાર્ક્સ વિગેરે ખોલવાની પણ હજુ સુધી પરવાનગી મળી નથી. અને આ બધી જ કટોકટીને ધ્યાનમાં રાખીને આ વર્ષે દિલ્લીના લાલ કિલ્લા ખાતે સ્વયંત્રતા દિવસની ઉજવણીમાં પણ ધરખમ ફેરફાર કરવનો વારો આવ્યો છે આવું ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી પર લગભઘ દસ હજાર જેટલા લોકો હાજરી આપે છે. પણ આ વર્ષે તેમ નહીં થાય. આ વર્ષે માત્ર 20 ટકા વિઆઈપીની જ હાજરી રહેશે અને બાકીના લોકો અન્ય દેશવાસીઓની સાથે વડાપ્રધાનનું જીવંત ભાષણ સાંભળશે.

image source

એક અહેવાલ પ્રમણે આ વર્ષના સ્વતંત્રતા દિવસની લાલ કિલ્લા ખાતેની ઉજવણીમાં હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને ઘણાબધા મૂળભૂત ફેરફારો કરવામા આવશે. તે પ્રમાણે આ સમારોહમાં કોઈ પણ બાળકને શામેલ કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયા રક્ષા સચિવ અજય કુમારે સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું અને તેમાં તેમણે સોશલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટેના ખાસ નિર્દેશ પણ આપ્યા હતા.

હાજર રહેનારની સંખ્યામાં ધરખમ ઘટાડો – બેઠક વ્યવસ્થામાં પણ પરિવર્તન

image source

દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા ખાતે દેશના વડા પ્રધાન દ્વારા ભાષણ આપવામા આવે છે અને તે સમયે લાલકિલ્લાના આગળના ભાગમાં 900 લોકોના બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. પણ આ વર્ષે આ સંખ્યાને ઘટાડીને માત્ર 100 કરી દેવામાં આવી છે અને આ 100 લોકોની જ બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.

કોરોનાની જંગ જીતનાર 1500 લોકોને આમંત્રણ

image source

હાલ કોરોનાની મહામારીના કારણે સમગ્ર દેશના લોકોમાં એક પ્રકારની નિરાશા છવાઈ ગઈ છે અને તે નિરાશાને દૂર કરવા અને લોકોમાં જુસ્સો વધારવાના હેતુથી સ્વતંત્ર દિવસની ઉજવણીમાં 1500 જેટલા એવા કોરોના સંક્રમિતોનો સમાવેશ કરવામા આવશે જેમણે કોરોના સામે જંગ જીતી છે. આ લોકોમાં 500 સ્થાનિક પોલીસનો પણ સમાવેશ થાય છે અને અન્ય 1000 લોકોમાં દેશના ખૂણે ખૂણેથી લોકોને ચૂંટવામાં આવ્યા છે. તાજેતરમાં જ રક્ષા મંત્રાલયમાં થયેલી એક બેઠક બાદ આ નિર્ણય લેવામા આવ્યો છે. હાલ આ યોજના પર કામ ચાલી રહ્યું છે. આમ આ વર્ષે દર વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછા લોકો લાલ કિલ્લા પર થતી સ્વતંત્રતા દિવસની ઉજવણી પર હાજર રહી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત