મળો આ જૈન પરિવારને જે બન્યો કોરોના મહામારીનો શિકાર, 1 અઠવાડિયામાં થયા તમામના મોત, ઘરની સુરક્ષા માટે રાખ્યા ગાર્ડ

મહાકાળની નગરીમાં મહામારીનો આતંક એટલી હદે ફેલાયો છે કે અહીં શોકની લાગણી ફેલાઈ ચૂકી છે. અહીંનો ઉજ્જૈન પરિવાર મહામારીનો શિકાર બન્યો. ઘરના દરેક સભ્યોના મોત થયા. સંબંધીઓએ વિવાહિત દીકરીને નેધરલેન્ડ ફોન કરીને જાણકારી આપી છે.

ઉજ્જૈન શહેરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક અઠવાડિયામાં એક આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો. પહેલા દાદી, પછી માતા અને પિતા અને પરિવારમાં આખરે દીકરી બચી હતી તેનું પણ મોત થયું છે. આ ખબરથી આખું શહેર શોકમાં ડૂબ્યું છે.

કોરોનાએ આ કોહરામ આદર્શ વિક્રમગનરમાં રહેતા જૈન પરિવારમાં મચાવ્યો છે. ઘરના મોટા સભ્ય સંતોષકુમાર જૈન, તેમની પત્ની મંજુલા અને તેમની 26 વર્ષની દિકરી આયુષીને કોરોનાના કારણે એક અઠવાડિયામાં છોડીને જતા રહ્યા હતા. હવે ઘરની દેખરેખ કરનાર પણ કોઈ બચ્યું નહીં. સંબંધીઓએ નેધરલેન્ડમાં રહેતી તેમની પરિણિત દીકરીને ફોન કરીને આ સમાચાર આપ્યા અને ઘરની બહાર ગાર્ડને તૈનાત કરી દીધો.

image source

સસરાના મોત બાદ 7 દિવસ બાદ વહુનો થયો સ્વર્ગવાસ

મળતી માહિતી અુસાર 3 એપ્રિલે સંતોષ કુમાર જૈનના પિતાનું દેવાસમાં નિધન થયું, અહીંથી આવ્યા બાદ 8 એપ્રિલે તેમની પત્ની મંજૂલાને તાવ આવ્યો અને તપાસમાં રિપોર્ટ્ કોરોના પોઝિટિવ આવ્યો. તેને હોસ્પિટલમાં એડમિટ કરી પણ 2 દિવસ બાદ 10 એપ્રિલે તેઓએ છેલ્લા શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર બાદ સંતોષ કુમારની તબિયત લથડી.

image source

ધીરે ધીરે બધું ખોવાઈ ગયું

સંતોષ અને દીકરી આયુષીના સેમ્પલ કરાવ્યા તો તે પોઝિટિવ આવ્યા. જૈનને ખાનગી હોસ્પિટલમાં જગ્યા મળી અને દીકરીને દેવાસમાં એક હોસ્પિટલમાં દાખલ કરાઈ. આ સમયે 16 એપ્રિલે જૈનનું નિધન થયું અને 19 એપ્રિલે આયુષીએ પણ છેલ્લા શ્વાસ લીધા. દરેકના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલના આધારે સરકારે કર્યા

image source

નેધર લેન્ડમાં રહેતી હીત એક દીકરી

સંતોષ કુમાર જૈન લાઈટની કંપનીથી થોડા સમય પહેલા નિવૃત્ત થયા હતા. દ્યારે પત્ની મંજુલા હરિફાટર વિસ્તારની શાળામાં શિક્ષક હતી. પરિચિતોએ કહ્યું કે જૈન દંપતિની 2 દીકરીઓ છે. એક લગ્ન બાદ નેધરલેન્ડમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!