જાણો રિક્ષા ચાલક પિતાનો પુત્ર કેવી રીતે બન્યો ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર, આંસુ લાવી દે તેવી છે કહાની

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ BMW કાર ખરીદી છે. સિરાજે નવી કારનો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સિરાજ ગુરુવારે તેમના વતન હૈદરાબાદ પરત ફર્યો હતો અને સૌથી પહેલા સિરાજ તેમના પિતાની કબર પર ગયો હતો, જે ગયા મહિને અવસાન પામ્યા હતા. સિરાજ તે સમયે ઓસ્ટ્રેલિયામાં હતો અને કોરોના પ્રોટોકોલ્સને કારણે ઘરે પરત ફરી શક્યો નહોતો.

સિરાજના પિતા મોહમ્મદ ગૌસ વ્યવસાયે રિક્ષા ચાલક

image source

બ્રિસ્બેનમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચની શરૂઆત પૂર્વે રાષ્ટ્રગીત ચાલી રહ્યું હતું ત્યારે તે ગમગીન થઈ ગયો હતો. આ જ મેચમાં સિરાજે પાંચ વિકેટ લીધી હતી ત્યારે પણ હાથ ઉંચા કરીને તેના પિતાને યાદ કર્યા હતા. સિરાજના પિતા મોહમ્મદ ગૌસ વ્યવસાયે ઓટો રિક્ષા ચાલક હતા. તેમાના પિતાએ પોતાના પુત્રને એક સફળ ક્રિકેટર બનાવવા માટે સખત મહેનત અને બલિદાન આપ્યું હતું, પરંતુ જ્યારે તેનો પુત્ર દેશ માટે રમ્યો ત્યારે તે આ દુનિયામાં નહોતા રહ્યા.

તેમનું સપનુ હતું કે હુ દેશ માટે રમું

image source

તેમના પિતાને તેમના સૌથી મોટા સપોર્ટર બતાવતા તેમણે કહ્યું કે, મારા પિતાની હંમેશા એ ઇચ્છા હતી કે મારો પુત્ર દેશનું નામ રોશન કરશે અને હું તે ચોક્કસ કરીશ. આ મારા માટે મોટો આંચકો છે. મેં મારા જીવનનો સૌથી મોટો આધાર ગુમાવી દીધો. તેમનું સપનુ હતું કે હુ દેશ માટે રમું અને મને ખુશી છે કે મેં તે વાતને સમજી અને તેમને ખુશ થવાની તક આપી.

હૈદરાબાદથી સિકંદરાબાદ જવા માટે તેની પાસે પૈસા નહોતા

image source

સીરાજના સંઘર્ષની જો વાત કરીએ તો એક સમયે તેમની પાસે સારા કપડા લેવા કે સારી જગ્યાઓ કોચિંગ લેવા પણ પૈસા નહતો. તમને જણાવી દઈએ તે હૈદરાબાદના ફ્રી-લાન્સર એરિયામાં સિરાજનો પરિવાર 2017 સુધી ભાડેથી રહેતો હતો. રિક્ષાચાલક પિતા મોહમ્મદ ગૌસ સિરાજને સ્કૂલના દિવસોમાં અનેકવાર 70 રૂપિયા ખીચા ખર્ચી માટે આપતા હતા. સિરાજ સ્કૂલેથી અનેકવાર રજા પાડીને નજીકના ઈદગાહ મેદાન પર ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો. તમને જણાવી દઈએ કે તેમની માતાને ક્રિકેટ પસંદ નહોતુ. તેમની મા ઈચ્છતી હતી કે સિરાજ મોટા ભાઇની જેમ એન્જિનિયરિંગ કરે અને સારી નોકરી મેળવે. નોધનિય છે કે તેમના માતા ક્રિકેટ રમવા બદલ માર મારતી હતા. બધા સૂઈ જાય તો સિરાજ અડધી રાતે પણ ક્રિકેટ રમવા નાસી જતો હતો. તેણે મહામહેનતે શફા જુનિયર કોલેજમાંથી 10મું પાસ કર્યું. એકવાર સિરાજના કોચે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સિકંદરાબાદ જિમખાના ગ્રાઉન્ડ પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશને અંડર 23 ખેલાડીઓ માટે ફિટનેસ કેમ્પ આયોજિત કર્યો હતો, પણ હૈદરાબાદથી સિકંદરાબાદ જવા માટે તેની પાસે પૈસા નહોતા. આવી ગરીબીમાંથી પસાર થયા બાદ આજે સીરાજ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર બની ગયો છે.

રવિ શાસ્ત્રીએ સિરાજની જોરદાર પ્રશંસા કરી

image source

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સિરાજની જોરદાર પ્રશંસા કરતાં કહ્યું કે સિરાજ ઓસ્ટ્રેલિયા પ્રવાસની શોધ છે. શાસ્ત્રીએ ટ્વિટ કર્યું હતું કે, ‘સિરાજે જે રીતે બોલિંગ એટેકની જવાબદારી નિભાવી હતી, તે અર્થમાં તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની શોધ છે.

image source

સિરાજે તેના પિતાને ગુમાવ્યા, વંશીય ટિપ્પણીઓ સહન કરી, પરંતુ આ બધા વચ્ચે તે ટીમની ધરી બની રહ્યો. સિરાજે ઓસ્ટ્રેલિયા સાથે આયોજીત ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતા 13 વિકેટ ઝડપી હતી. બ્રિસ્બેનમાં રમાયેલી નિર્ણાયક ટેસ્ટમાં સિરાજે ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. સિરાજ અને અન્ય યુવા ભારતીયના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમે શ્રેણી 2-1થી જીતી ઇતિહાસ રચી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત