છોટાઉદેપુર બાદ આ જિલ્લામાં જોવા મળી કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટ

સમગ્ર ભારતમાં અત્યારે કોરોના સામે લડવા રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. જેમા ઘણી જગ્યાએ વેક્સિન લીધા બાદ આડઅસર જોવા મળી રહી છે. નોંધનિય છે કે કોરોના રસીકરણ અભિયાનનો આ પહેલો તબક્કો ચાલી રહ્યો છે જેમાં સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. તો આજે ગુજરાતમાં પણ કોરોના રસી લીધા બાદ આડઅસર થઈ હોવાની વાત સામે આવી છે. નોંધનિય છે કે સુરેન્દ્રનગરમાં કોરોનાની રસી લીધા બાદ બે આરોગ્યકર્મીની તબીયત લથડી છે. આ ઘટના સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે સામે આવી છે.

તબિયત નોર્મલ થઈ જતા રજા આપવામાં આવી

image source

તમને જણાવી દઈએ કે રસી લેનાર વ્યક્તિને રસી લીધાના 15 મિનિટ બાદ ચક્કર આવવા લાગ્યા હતા. ગાંધી હોસ્પીટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતાં ભાવનાબેન વાઘેલાને કોરોના વેક્સીન આપ્યાના 15 મીનીટ બાદ અચાનક ઉલ્ટી, ઉબકા અને ચક્કર આવ્યાં હતાં જ્યારે અન્ય એક આરોગ્ય આ બંને આરોગ્યકર્મીને ચક્કર અને ઊલટીની તકલીફ સામે આવતા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. જો કે થોડા સમય બાદ બાદ બંનેની તબિયત નોર્મલ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટના અંગે સરકારી હોસ્પીટલના સીવીલ સર્જનના જણાવ્યા મુજબ બન્ને કર્મચારીઓની તબીયત કોરોના વેક્સીન આપ્યા બાદ લથડી હતી પરંતુ સામાન્ય તકલીફ થઈ હોવાનું જણાવ્યું હતું.

છોટાઉદેપુરમાં 2 આશા વર્કર બહેનોની તબિયત લથડી હતી

image source

નોંધનિય છે કે થોડા દિવસ પહેલા પણ બે આશાવર્કર બહેનોની તબિયત લથડી હતી. તમે જણાવીલદઈએ કે છોટાઉદેપુર જિલ્લામાં ગયા શનિવારે વેક્સીનેશનનો પ્રારંભ કરાયો હતો. જેમાં બે આશાવર્કર બહેનોને રિએક્શન આવ્યું હતું. એક પાવીજેતપુરની મહિલા અને બીજી બોડેલીની મહિલાની તબિયત બગડી હતી.

image source

નોંધનિય છે કે પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ પીએચસી ખાતે વેક્સિન લીધા બાદ એક આશાવર્કર બહેનને આડઅસર જોવા મળી હતી. રસી લીધા બાદ તેમને ગભરામણ બાદ ચક્કર આવ્યા હતા અને બોડેલી તાલુકાના સુર્યાઘોડા સેન્ટરમાં એક આશા વર્કર બહેનને રસી લીધા બાદ પેટમાં દુખાવો અને ચક્કર આવતા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જોકે બંનેને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. નોંધનિય છે કે ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકોઓના 161 વેક્સીનેશન કેન્દ્ર પર કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જાણો શું કહે છે નિષ્ણાતો

image source

રસીની આડઅસરો અંગે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રસી મૂકાવ્યા બાદ ઇન્જેક્શનની જગ્યાએ સામાન્ય દુખાવો થવો, ઉબકા આવવા, ઠંડી લાગવી, સામાન્ય તાવ આવવો, સામાન્ય નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો વગેરે જેવા લક્ષણો સામાન્ય છે, જો આમાંથી કઈ પણ જણાય તો ગભરાવવાની જરાય જરૂર નથી. એના માટે પેરસિટામોલ અને એવિલ ટેબ્લેટ લઈ શકાય. સાથે જ વેક્સીન અંગેની તથા તેની આડઅસરને લગતી કોઈ પણ અફવાઓ કે ડરામણી વાતોથી દૂર જ રહેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત