ગુજરાતમાં ફરી શાળાઓ ખુલવાનું કાઉન્ટડાઉન શરૂ, જાણો શું કહ્યું શિક્ષણ મંત્રીએ

ગુજરાતમાં વર્તમાન સમયમાં કોરોનાના દૈનિક કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, તો બીજી તરફ છેલ્લા દોઢ વર્ષી બંધ શાળા કોલેજો ફરી ખુલશે તેવી અટકળો ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ કડીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ શાળા ખોલવા અંગે સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે સરકારની ઉચ્ચસ્તરીય સમિતીમાં બધી પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ શાળા-કોલેજો ખોલવા અંગે નો નિર્ણય લેવાશે. સંભવતઃ 15 ઓગસ્ટ બાદ શાળાઓ-કોલેજો ફરી શરુ કરાઇ શકે છે.

image source

તો બીજી તરફ વાલીઓ માગ કરે છે કે શાળા ફીમાં 50 ટકા જેટલી માફી આપવી જોઇએ. જ્યારે તેની સામે શાળા સંચાલકોએ સરકારને કોર્ટમાં જવાની ચીમકી આપી રહ્યા છે. હાલમાં સરકારની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.

image source

નોંધનિય છે કે, રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગત 24 ફેબ્રુઆરીના રોજ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી ફીમાં 25 ટકાની રાહત યથાવત્ રહેશે. જો કે ફીમાં રાહત આપવાની માત્ર મૌખિક જાહેરાત થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ લેખીતમાં આ મુદ્દે કોઈ પરિપત્ર પ્રસિદ્ધ થયો નથી. જેના કારણે સંચાલકો દ્વારા ફીમાં રાહત આપવાના બદલે વાલીઓ પાસેથી વધારા સાથે ફીના ઉઘરાણા કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મોટાભાગની સ્કૂલોએ તો પ્રથમ ક્વાર્ટરની ઈચ્છા પ્રમાણે ફી પણ વસુલી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

image source

નોંધનિય છે કે, આ મુદ્દે શિક્ષણ નિષ્ણાંતો કહ્યું કે, ખાનગી સ્કૂલ સંચાલકોના દબાણથી ફીમાં રાહત આપવાના નિર્ણયમાં સરકાર પાણીમાં બેસી ગઈ છે. નોંધનિય છે કે, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતુ કે, ફી મુદ્દે વિવાદ ન થાય તેના માટે સૌથી વધુ જવાબદારી શાળા સંચાલકોની છે. તો બીજી તરફ જો કોઈ ખરાબ પરિસ્થિતિને કારમે કોઈ વાલી એક સાથે ફી ભરી ન શકે તો તેમને સંચાલકે શાળામાં બોલાવી તેમને હપ્તા કરી દેવા જોઈએ. આ ઉપરાંત નવો નિર્ણય ન થાય ત્યાં સુધી અત્યારે આપણે 25 ટકા રાહત ચાલુ રાખીએ છીએ. જો કે આશ્ચર્યની વાત એ છે કે આ મુદ્દે હજુ સુધી કોઈ લેખિત પરિપત્ર ન થતાં સંચાલકો મનફાવે તેટલી ફી વસૂલી રહ્યાં હોવાનું વાલીઓ જણાવે છે.

image source

તો બીજી તરફ સંચાકલો ટેક્સ માફી માગી રહ્યા છે. હવે જોવુ એ રહ્યું કે સરકાર, વાલિ મંડળ અને સ્કૂલ સંચાલકો વચ્ચે આગામી સમયમાં શું નિર્ણય આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!