વાહનચાલકો માટે નવો આદેશ, પીયુસી વગર નીકળ્યા તો પડી શકે છે મોટી મુશ્કેલી, થશે દંડ અને જેલની સજા પણ

દેશની રાજધાની દિલ્હીમાં હવે વાહનચાલકો માટેના નિયમો કડક બનવા જઈ રહ્યા છે, આપ સરકારે મોટી જાહેરાત કરતા નિર્ણય લીધો છે કે હવેથી દરેક વાહનચાલકે તેનું પીયુસી કાર્ડ સાથે જ રાખવું પડશે અને જો એમ કરવામાં વાહનચાલક નિષ્ફળ નીવડશે તો તેને સજા પણ થઈ શકે છે.

image source

દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસી) સાથે દરેક લોકોએ સાથે રાખવું જરુરી છે અથવા સજા ભોગવવા માટે પણ જે તે વાહનચાલકે તૈયાર રહેવું પડશે.

image source

આમ રાજધાની દિલ્હીમાં ટ્રાફિક નિયમોની અવગણના કરવી હવે ઘણી જ મોંઘી પડી શકે છે. હવે જો તમે દિલ્હીમાં પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) વગર ડ્રાઇવિંગ કરતા પકડાશો તો મોટી કાર્યવાહી થઇ શકે છે. દિલ્હી સરકારે વાહન માલિકોને માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર સાથે રાખવાની અપીલ કરી છે. આ સંદર્ભે, પરિવહન વિભાગ દ્વારા રવિવારે જાહેર નોટિસ પણ જારી કરવામાં આવી છે. મહત્વનું છે મહત્વનું છે કે હવેના દિવસોમાં શિયાળો આવવાનો છે અને દિલ્હીમાં આ સમયે ઘણી વાર પ્રદુષણનું સ્તર ઘણું વધી જાય છે, જેને લઈને અદાલત પણ ગેસ ચેમ્બર એવી ટિપ્પણી કરી ચૂકી છે.

પરિવહન વિભાગ દ્વારા રવિવારે જારી કરવામાં આવેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો માન્ય પીયુસી વગર પકડાય તો ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી શકાય છે. આ સિવાય, વાહન માલિકોને છ મહિનાની જેલ અથવા 10 હજાર રૂપિયાનો દંડ અથવા બંનેનો સામનો કરવો પડી શકે છે.

image source

દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની સરકારના પરિવહન વિભાગે દિલ્હીના તમામ વાહન માલિકોને માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર સાથે વાહનો ચલાવવા વિનંતી કરી છે. તેઓ નિયમિતપણે કાર્બન ડાયોક્સાઈડ અને વાહનોમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઈડ જેવા પ્રદૂષિત તત્વો માટે તપાસવામાં આવે છે, ત્યારબાદ પીયુસી આપવામાં આવે છે.

image source

દિલ્હીમાં આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતોની પરાળી સળગાવવાના કારણે પણ ઘણું પ્રદુષણ થાય છે, પરંતુ હાલના ખેડૂત આંદોલનને જોતાં આ પ્રશ્ન પર સરકાર દ્વારા કોઈ નિર્ણય કે કાર્યવાહી કરી શકવામાં મુશ્કેલી થઈ શકે છે, પરંતુ પ્રદુષણનું એક મુખ્ય કારણ વાહનચાલકોનું આવાગમન પણ છે, જેને નિયંત્રણમાં લેવા આ પગલું લેવાયું હોઈ શકે છે.