OMG: ઘરમાં ઘુસીને ચિત્તો ચડી ગયો માળીયા પર અને પછી…5-6 નહિં પણ આટલા કલાકની મહેનત બાદ પોલીસે અને વન વિભાગે કાઢ્યો બહાર

ઉત્તર પ્રદેશના બીજનોરમાં અફઝલગઢ ખાતે માનવ વસાહતમાં એક ચિત્તો મકાનની અંદર ઘુસી ગયો હતો અને મકાનના એક રૂમમાં બનેલા માળીયા પર ચડી ગયો હતો. ચિત્તાને ઘરમાં પ્રવેશ કરતા નજરે જોનાર મકાન માલિકે તક મળતા જ સાવચેતીથી ઓરડાના દરવાજાને બહારથી બંધ કરી દીધો હતો.

घर के अंदर घुसा गुलदार, 8 घंटे की मशक्कत के बाद वन विभाग और पुलिस ने ऐसे पकड़ा.
image source

ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક વન વિભાગ અને પોલીસની ટીમે પીંજરું મંગાવીને 8 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું હતું અને અંતે 8 કલાકની જહેમત બાદ ચિત્તાને સહી સલામત રીતે પકડી લીધો. અને ચિત્તો પકડાઈ ગયા બાદ મકાન માલિક અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો..

ये बिजनोर के अफजलगढ़ में तराई क्षेत्र के गांव नावका का मामला है.
image source

ઘટનાની વિસ્તૃત વિગત મુજબ બીજનોરના અફઝલગઢ ખાતેના તરાઈ વિસ્તારમાં આવેલા નાવકા નામક ગામ ખાતે ઉપરોક્ત ઘટના ઘટી હતી. નાવકા ગામના રહેવાસી એવા સુખબિર સિંહનું ઘર ગામના રહેણાંક વિસ્તાર વચ્ચે આવેલું છે અને તેના ઘરમાં ગત રવિવારે રાત્રે 8 વાગ્યે એક ચિત્તો ઘરના મુખ્ય દરવાજામાંથી થઈને ઘરમાં જ આવેલા એક ઓરડામાં પ્રવેશ્યો હતો. એટલું જ નહીં પણ ચિત્તો ઓરડાના માળીયા પર ચડી ગયો. આ દ્રશ્ય જોતા જ મકાન માલિક સુખબિર સિંહે તક મળતા જ ઓરડાનો દરવાજો બહારથી બંધ કરી દઈ સમય સુચકતા સાથે બહાદુરી બતાવી ગ્રામજનોને એકઠા કર્યા હતા.

घंटों की मशक्कत के बाद गुलदार को वन विभाग की टीम ने पिंजरे के अंदर कैद किया.
image source

સ્થાનિક પોલીસ અને વન વિભાગને આ બાબતની જાણ પણ કરવામાં આવી. સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઓરડાના દરવાજા પર બહારથી ખાટલો આડો મૂકી તેને દોરડા વડે મજબૂત રીતે બાંધી દીધો હતો જેથી ભૂલેચૂકે પણ અંદર રહેલો ચિત્તો બહાર આવીને કોઈ પર હુમલો ન કરી શકે. ત્યારબાદ સ્થાનિક વન વિભાગની ટીમે ચિત્તાને પકડવા માટે પીંજરું મંગાવ્યું હતું. વિભાગની ટીમે પિંજરાને ઓરડાના દરવાજે મૂકી કલાકોની મહેનતના અંતે ચિત્તાને પીંજરામાં કેદ કર્યો હતો.

image source

સ્થાનિક પોલીસ અને વન વિભાગની ચિત્તા પકડવા માટેની ઉપરોક્ત કામગીરી છેક સવારે 4 વાગ્યા સુધી ચાલી હતી. વ્હેલી સવારે 4 વાગ્યા આસપાસ ચિત્તો પીંજરામાં કેદ થયો હતો. આ પહેલા ઘટના સ્થળે ચિત્તાને જોવા ગ્રામજનોની ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ હતી અને ભીડના કારણે વિભાગની ટીમને કામ કરવામાં અડચણ ઉભી થતી હતી.

image source

પોલીસ સ્ટેશન પ્રભારી નરેશ કુમારે જણાવ્યું હતું કે ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ જવાથી મુશ્કેલી ઉભી થઇ હતી અને અંતે લોકોને લાઉડસ્પીકર દ્વારા ઘટના સ્થળથી દૂર ખસી જવા માટે જણાવવું પડ્યું હતું કારણ કે ચિત્તા જેવા જાનવરો ભીડને જોઈને વધુ ભયભીત તેમજ હિંસક થઈ શકે છે. ભીડ ઓછી થયા બાદ રાત્રે 12 વાગ્યે ચિત્તાને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી. બાદમાં પીંજરામાં પકડાયેલા ચિત્તાને જંગલમાં છોડી મુકવાની કામગીરી શરૂ કરાઇ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!