આ બાળકીનું માથું થઈ ગયું 3.5 કિલોનું, સારવાર પણ શક્ય હતી, પિતાએ કે સરકારે ધ્યાન ન આપ્યું અને થયું મોત

જીવન અને મોત આપણા હાથમાં નથી, એ બધું ઉપરવાળો નક્કી કરે છે. પણ ક્યારેક એવા કેસ સામે આવે છે કે જેમાં આપણા હાથમાં કેસ હોવા છતાં આપણે ધ્યાન ન આપીએ અને આપણી બેદરકારીના લીધે જીવ ગુમાવી બેસીએ. ત્યારે હાલમાં કંઈક એવો જ કિસ્સો સામે આવ્યો છે અને લોકો પરિવાર પર ફિટકાર વરસાવી રહ્યા છે. સાથે સાથે સરકાર પર પણ લાલઘૂમ થઈ રહ્યા છે. આ વાત છે બિહારની કે જ્યાં આરાની સદર હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ એટલે કે શનિવારે જન્મેલી અસામાન્ય બાળકીએ આ દુનિયાને જોઈ 40 કલાક બાદ જ વિદાય લઈ લીધી. જો કે આ ઘટનામાં વાત એવી હતી કે આ બાળકી જીવી શકે એમ હતી, પણ પિતા અને ડોક્ટરના લીધે તે બચી શકી નહીં.

image source

હવે તમને એમ થતું હશે કે આ દુનિયામાં એવો કયો બાપ હશે કે જે દીકરીને મારી નાકવા માટે રાજી હોય. પણ આ કેસ કંઈક અલગ જ છે. કારણ કે ન તો પિતા સારવાર કરાવવા તૈયાર થયા અને ન તો સરકારે કે સમાજસેવીઓએ તેની નોંધ લીધી. એક સમાચાર પત્રએ બાળકીના જન્મના દોઢ કલાક બાદ જ તેની સ્થિતિ અંગે જાણકારી મેળવી સરકાર સુધી વાત પણ પહોંચાડી હતી, પણ કોઈએ આ વાતને ધ્યાન પર લીધી નહીં. જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો આ બાળકીને હાઈડ્રોસેફલસની બીમારી હતી. સાદી ભાષામાં માથામાં પાણી ભરાયું હતું. એવું પાણી ભરાયું હતું કે 5 કિલો 225 ગ્રામ વજન વાળી બાળકીના માથાનો જ વજન લગભગ 3.5 કિલો થઈ ગયો હતો.

image source

આ બાળકી વિશે એવી પણ માહિતી મળી રહી છે કે જન્મથી જ બાળકીની સ્થિતિ નાજૂક હતી, માટે ડોક્ટર્સે પટના રેફર કરી દીધી. જો કે, બાળકીના પિતા સુશીલે સ્પષ્ટ કહી દીધુ હતું કે મારી પાસે પૈસા નથી, માટે આગળ સારવાર કરાવી શકું તેવી સ્થિતિમાં નથી. આ સાથે જ તેમણે હોસ્પિટલને લેખિતમાં જાણ કરી દીધી હતી કે બાળકીને અહીં જ રાખવામાં આવશે, જો કંઈ પણ થશે તો પોતે જવાબદાર હશે. જો તેમની માતા સુશીલ વિશે વાત કરવામાં આવે તો આરાના શાહપુરમાં રહેતી સુશીલ સલૂન ચલાવે છે. આ તેમની 5મી દિકરી હતી.

image source

જો કે વાત કઈક એવી હતી કે સુશીલ અને તેના ઘરના અન્ય લોકો પણ બાળકીની સારવાર માટે રાજી ન હતી. શા માટે રાજી નહોતા એના વિશે કોઈ કારણ બહાર આવ્યું નથી. આ સાથે જ જો વાત કરીએ તો આરાની સદર હોસ્પિટલમાં બાળકીની દેખરેખ કરનારા ડો.અજય કુમાર પાંડે કહે છે કે શંટ સર્જરી મારફતે મગજમાંથી પાણી કાઢી શકાય છે. તેમાં લાખો રૂપિયાનો ખર્ચ આવે છે. જો કે અફસોસની વાત એ છે કે આ પ્રકારના ઓપરેશનની વ્યવસ્થા ભોજપુરમાં ક્યાંય નથી. મોટી હોસ્પિટલોમાં જ આ પ્રકારની સર્જરી કરી શકાય છે. ત્યારે હવે હાલમાં આ ઘટના ભારે વાયરલ થઈ રહી છે અને લોકો પોતાની રીતે તારણો આપી રહ્યા છે તેમજ ઘટનાને વાયરલ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!