હાહાકાર: આ દેશને માસ્કમાં છૂટ આપવી ભારે પડી, કોરોનાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા તાબડતોબ લેવો પડ્યો આ નિર્ણય

છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી આખી દુનિયા કોરોનાના સકંજામાં ઝકડાયેલી છે.કેટલાય લોકોને આ કોરોના ભરખી ગયો છે ને
કેટલાય એના સંક્રમણનો ભોગ બન્યા છે. આ કોરોનાએ તો જાણે માનવજીવન ઠપ કરી નાખ્યું છે. અને હજી પણ દુનિયાભરમાં કોરોના
વાયરસનો કહેર શરૂ છે પણ નવા વેરિયન્ટને કારણે હજુ પણ સંક્રમણ વધી રહ્યું છે.

image source

માસ્કથી છૂટ આપનારો પહેલો દેશ ઇઝરાયલ બન્યો હતો, પરંતુ ડેલ્ટા વેરિયન્સથી ટેંશન વધ્યું છે. સંપૂર્ણ વેક્સિનેશન પછી પણ આ
દેશ ડેલ્ટા વેરિએન્ટની ચપેટમાં આવી ગયો છે. ઇઝરાયલ સરકારે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે હવે લોકોને ઘરોમાં માસ્ક
લગાવવાની જરૂરિયાત નથી.

image source

કોરોનાના આ કહેર અને નવા વેરિયન્ટની ચર્ચાઓ વચ્ચે ઈઝરાયલે પોતાના નાગરિકોને માસ્ક ન પહેરવા પર છૂટ આપી દીધી હતી.
પણ માસ્ક ન પહેરવાની છૂટ આપ્યા પછી છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસોમાં સતત વધારો થવા લાગ્યો છે. એટલે હવે
સાવચેતીના ભાગ રૂપે ઈઝરાયલની કેબિનેટ મિટિંગમાં સરકારે જાહેર સ્થળો પર માસ્ક પહેરવું પડશે, તેવા આદેશ આપ્યા છે.
ઇઝરાયલ સરકાર દ્વારા આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે એક જ દિવસમાં 100થી વધુ કેસ આવ્યા અને પરિણામે માસ્ક
ફરજિયાત કરવામાં આવ્યું. સાથે જ વિદેશથી આવતા લોકોનું કોરોના ટેસ્ટિંગ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ સરકારે કોરોનાની સામે વેક્સિનેશન ઝુંબેશ ચલાવીને દેશમાં માસ્ક મુક્તિ જાહેર કરી હતી.. જો કે
હવે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે ઈઝરાયેલ સરકારને એમનો નિર્ણય બદલવા માટે મજબૂર કરી છે..

ઇઝરાયલમાં ડેલ્ટા વેરિએન્ટના 100થી વધુ કેસ નોંધાતા ઈઝરાયેલ સરકારે 10 દિવસમાં જ માસ્કની છૂટનો પોતાનો આદેશ પરત
ખેંચી લીધો છે.. ઈઝરાયેલના PM નફ્ટાલી બેનેટ દ્વારા પર કોરોના સંક્રમણના પગલે લોકોને ચેતવણી આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં અડધાથી વધુ વસ્તીને કોરોના વેક્સિન લગાવી દેવામાં આવી છે. જેથી માસ્ક મુક્તિ જાહેર કરાઈ
હતી. જો કે હવે ફરી એકવાર કોરોના કેસ વધતા આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે..

image source

આ અંગે ઇઝરાયલના પીએમ બેનેટે કહ્યું કે, અમારું લક્ષ્ય હવે મુખ્ય રૂપથી ઇઝરાયલી લોકોને કોરોનાના ડેલ્ટા સંક્રમણથી બચાવવાનો
છે, જે હાલ દુનિયાભરમાં ફેલાયો છે. તમને જણાવી દઈએ કે પોતાની મોટા ભાગની વસતિને કોરોનાની રસી આપી ચૂકેલા
ઇઝરાયેલમાં એકવાર ફરી કોરોનાનો પગ પેસારો શરૂ થઈ ગયો છે.

image source

એ સાથે જ એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ લોકોનું કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે. ઈઝરાયેલમાં અત્યાર સુધી 8.40 લાખ
લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. અને 6428 લોકોના મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!