આ સ્ટડીનો રિપોર્ટ છે ડરામણો, ભારતમાં કોરોનાથી આવશે મોટી તબાહી, મે મહિનામાં રોજ થશે 5 હજાર મોત

ભારતમાં કોરોના વાયરસનો કહેર એ રીતે વધી રહ્યો છે કે જ્યારે હોસ્પિટલમાં દર્દીઓના બેડ પણ નથી મળી રહ્યા. હવે જ્યારે એક દિવસમાં કોરોનાના 3 લાખથી વધારે નવા કેસ આવી રહ્યા છે અને સાથે જ 2000થી પણ વધારે મોત થઈ રહ્યા છે. ત્યારે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા ડગમગાઈ ચૂકી છે. ચારેતરફ ઓક્સીજનના બેડ અને દવાઓ માટે હાહાકાર મચ્યો છે ત્યારે અંદાજ લગાવો કે એક દિવસમાં 8 લાખથી વધારે કેસ આવશે અને 5000થી વધારે મોત થશે તો દેશની સ્થિતિ શું થશે. જો કે અમેરિકાના સ્ટ઼ીના અનુમાનના આધારે કહેવાઈ રહ્યું છે કે ભારતમાં મે મહિનાના મધ્યમાં કોરોના પીક પર રહેશે અને સાથે રોજના 5000થી વધારે મોત થશે.

image source

મળતા રિપોર્ટ અનુસાર અમેરિકાના સ્ટડીએ કહ્યું કે કોરના વાયરસથી થતા મોતના આંકમાં ભારત રોજના મે મહિનાના મધ્ય સુધી 5600 સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ થયો કે એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે દેશમાં કોરોના વાયરસના કારણે લગભગ 3 લાખ લોકો પોતાનો જીવ ખોવી રહ્યા છે.

image source

વોશિંગ્ટન યૂનિવર્સિટીમાં ઈન્સ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યૂએશન દ્વાકા કોરોના નામથી શોધ કરાઈ. આ સાતે 15 એપ્રિલે આવેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે આશા છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની રફ્તારને વેક્સીનેશનથી ઘટાડી શકાય છે. આઈએચએમઇના સ્ટડીમાં કહેવાયું છે કે આવનારા અઠવાડિયામાં ભારતમાં કોરના વાયરસથી સ્થિતિ ખરાબ થવનાની છે. આ અધ્યયય માટે વિશેષજ્ઞોએ ભારતમાં સંક્રમણ અને મોતની વર્તમાન દરનું આકલન કર્યું છે.

image source

આ સ્ટડીમાં અુનુમાન કરાયું છે કે ભારતમાં આ વર્ષે 10 મે સુધી એક દિવસમાં કોરોનાથી મરનારાની સંખ્યા 5600 સુધી પહોંચી જશે. 12 એપ્રિલથી 1 ઓગસ્ટમાં 3 લાખ 29 હજાર મોતનું અનુમાન છે. આ રીતે જુલાઈના અંત સુધી દેશમાં કોરોના વાયરસથી મોતની સંખ્યા 6 લાખ 65 હજાર પાર થશે. આ સ્ટડીમાં એ પણ અનુમાન કરાયું છે કે મે મહિનાના એક અઠવાડિયામાં દેશમાં એક દિવસમાં કોરોના દર્દીની સંખ્યા 8 લાખને પાર થશે. મિશિગન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્ખના ડો. ભ્રામર મુખર્જીના નેતૃત્વમાં કોરોના અધ્યયન સમૂહે ભારતમાં પ્રકોપનું વિશ્લેષણ કરવાનું અનુમાન કર્યું છે.

દેશમાં કોરોનાનો હાલનો ગ્રાફ

image source

કોરોનાના કહેર નવા સંક્રમિત અને મોતનો રોજનો નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશમાં સતત ત્રીજા દિવસે 3 લખથી વધ નવા કેસ આવ્યા છે અને સાથે જ 2621 કોરોનાના દર્દીઓના મોત થયા છે. સતત 8 દિવસથી રોજ થતા કોરોના દર્દીની મોતની સંખ્યા પણ રેકોર્ડ તોડી રહી છે.

image source

દેશમાં મહામારીથી મરનારાની કુલ સંખ્યા વધીને 189549 થઈ છે. કોરોનાના કુલ સંક્રમિતની સંખ્યા વધીને 16602456 થઈ છે દેશમાં ઉપચારાધીન દર્દીની સંખ્યા 2543914 પર પહોંચી છે. કુલ સંક્રમિતોની સંખ્યા 15.3 ટકાની છે. આ રીતે દુનિયામાં કોરોના રેકોર્ડ તોડી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *