મોદી સરકાર તૈયાર કરી રહી છે એવો નિયમ કે જેનાથી ટ્રાફિક નિયમ તોડનારા ડરી જશે

કેન્દ્ર સરકાર દેશના હાઈવે અને શહેરના ટ્રાફિકની દુનિયામાં ડિજિટલ યુગની શરૂઆત કરવા જઈ રહી છે. રાજ્યોની પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીઓને હાઈટેક બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. તેના આધારે પોલીસ, ટ્રાફિક અને પરિવહન અધિકારીઓના શરીર પર બોડી કેમેરા લગાવવામાં આવશે. સરકારના આ પગલાથી ટ્રાફિકના નિયમો તોડનારા બચી શકશે નહીં. સરકાર હવે ટ્રાફિકના નિયમોને લઈને કડક થવા જઈ રહી છે.

image source

રાજ્યોની પોલીસ અને પરિવહન અધિકારીઓ હાઈટેક બનાવવાને મટે તેમના વાહનોના ડેશબોર્ડ પર સીસીટીવી કેમેરા, હાઈવે જંક્શન પર સ્પીડ કેમેરા વગેરે ડિજિટલ ઉપકરણો લગાવવાની યોજના પણ છે. બોડી કેમેરાના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કોર્ટમાં સબૂતના રૂપે રજૂ કરી શકાશે. તેનાથી દરેક ચાર રસ્તા અને હાઈવે પર ઉગાડી લૂંટ કરનારા ભ્રષ્ટ અધિકારીઓના કામ પર પણ લગામ લાગશે.

image source

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 25 ફેબ્રુઆરીથી સડક સુરક્ષા, પ્રબંધનની નિગરાની, પ્રવર્તન સંબંધી મસૌદા નિયમ હિતધારોના સુચન- આપત્તિ માટે જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તમામ નિગરાની અને પ્રવર્તન વ્યવસ્થાની ખાસ વાત એ હશે કે લાલ સિગ્નલ ક્રોસ કરવું, ઓવર સ્પીડ, ખોટું પાર્કિંગ, સીટ બેલ્ટ, હેલ્મેટ, મોબાઈલ પર વાત કરવી વગેરે જેવા ટ્રાફિકના નિયમો તોડનારાની ખેર નથી. તેમના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેનાથી તેમને છોડાવી લેવાની પ્રવૃત્તિ પર પણ અંકુશ આવી જશે. ખાસ કરીને હાઈવે પર ટ્રકથી હજારો કરોડની ખોટી વસૂલીના ધંધામાં ઘટાડો જોવા મળી શકે છે.

image source

પોલીસ અને સરકારી વાહનોના ડેશબોર્ડ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જો વધારે દબાણ વાળા નેશનલ હાઈવે, જંક્શન, રાજ્ય રાજમાર્ગ પર પણ આ વાહનો ઊભા રહેશે જેની સાથે સ્પીડ કેમેરા લાગ્યા હશે. આ સિવાય સ્પીડ ગન, વે ઈન મોશન અને અન્ય ડિજિટલ ટેકનિકના ઉપકરણ લગાવવામાં આવશે. તેનાથી શહેરોમાં ટ્રાફિક મેનેજમેન્ટ, હાઈવે પર રોડ ક્રેશ વગેરેની રોકથામ કરીને સડક સુરક્ષાને મજબૂત બનાવવામાં આવશે. તેઓએ કહ્યું કે રાજ્યોની રાજધાનીઓ અને 10 લાખની આબાદી વાળા શહેરોમાં ઉપરની વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે.

image source

તો તમે પણ આજથી કોઈ પણ જગ્યાએ ટ્રાફિકના નિયમો તોડવાનું વિચારો તો આ ન્યૂઝ યાદ કરી લેજો. જેથી તમને કોઈ મોટું નુકસાન ન થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!