દુર્ઘટના: જૂના વાડજમાં પાણીની પાઈપલાઈનનું કામ કરતા સમયે અચાનક ભેખડ ધસી પડતા યુવક દટાયો, ફાયર ફાઈટર ઘટના સ્થળે

અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલા રામપીરના ટેકરા પર આવેલ નરસિંગ સોસાયટી પાસે દુર્ઘટના ઘટી છે. જ્યાં આજે સવારે ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ નીચે દબાઈ જતા મોતને ભેટ્યો છે. ત્યાર બાદ ઘટના અંગે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય કોઈ વ્યક્તિ અંદર છે કે નહીં તેની ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ભેખડ ધસી પડવાની કોઈ જ ઘટના બની નથી

image source

તો આ બાબતે કોન્ટ્રાક્ટ ધ્રુવલભાઈ માલાણીએ એક વેબ પોર્ટલ સાથેની વાતચિતમાં પહેલા તો તેઓએ આવી ભેખડ ધસી પડવાની કોઈ જ ઘટના બની ન હોવાનું કહી દીધું હતું. બાદમાં તેઓએ જણાવ્યું હતું કે કામમાં છીએ પછી વાત કરીશું. પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં એક જ વ્યક્તિ અંદર કામ કરી રહ્યો હતો અને દરમ્યાનમાં માટી તેના પર પડી હતી. અંદાજે 10 ફૂટ જેટલું અંદર મજૂર દટાઈ ગયો હતો. મજૂરને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની જ મદદ લેવી પડી હતી.

અમદાવાદથી નીકળેલા 3 મુસાફરોના મોત

image source

હિંમતનગરના ગાંભોઈ નજીક કરણપુર પાસે બુધવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો પલટી જતા ચાલક સહિત ત્રણના મોત નિપજ્યા હતા. તો ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણેય મૃતક યુવાનો અમદાવાદના રહીશ હતા. અકસ્માતની જાણ ગાભોઈ પોલીસને થતા તાત્કાલિક પી એસઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદથી નીકળેલી સ્કોર્પિયો કાર પલટી

image source

પ્રાપ્ત માહતી અનુસાર, ગંભોઈ પાસે રાત્રે અમદાવાદથી નીકળેલી સ્કોર્પિયો કાર પલટી ગઈ હતી. જીજે 27 એપી 4486 નંબરની કારમાં સવાર થઈને અમદાવાદથઈ કેટલાક લોકો નીકળ્યા હતા. રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો હતો. સ્કોર્પિયો કારમાં છ લોકો સવાર હતા. જેમાથી ત્રણના મોત નિપજ્યા છે. કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા નામના મુસાફરોનું મોત નિપજ્યું છે. આ તમામ મુસાફરો અમદાવાદ ના અમરાઈવાડી અને નિકોલના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તો સાથે જ ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ બન્યા છે. ત્રણ યુવાનોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે 108 માં હિમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણ મૃતકોની લાશ ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત