કથા કરવા આવેલા પંડિતજી આશીર્વાદમાં વરરાજાને કોરોના આપીને ગયા, વરરાજા ના મનાવી શક્યા સુહાગરાત પણ…

લગ્ન પછી કથા આપવા આવેલા પંડિતજીએ વરરાજાને આશીર્વાદમાં કોરોના આપ્યો : કોરોના કહેર

image source

ભોપાલને અત્યારે કોરોના હોટસ્પોટ જાહેર કરવામાં આવેલ છે, ત્યારે અહીના અનેક વિસ્તારો રેડ ઝોનમાં છે. જો કે કોરોના સંક્રમણના અનેક વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો ભોપાલમાં સામે આવ્યો છે. અહીં, એક પૂજારીએ નવા વરરાજાને આશીર્વાદ આપી એનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. જો કે હવે વરરાજા અને તેના ભાઈ બંનેની સારવાર ચાલી રહી છે. સ્થિતિને જોતા કન્યાને પરણણીને પરત મોકલી દેવામાં આવી છે. ભોપાલમાં કોરોનાએ હવે વેગ પકડયો છે. અહી એક જ દિવસમાં 4 લોકોનાં મોત થયા હતાં અને આપાતકાલીન સુવિધા 108 એમ્બ્યુલન્સનાં અન્ય 36 કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

વર-કન્યાની વચ્ચે કોરોના વાયરસ આવી ગયો

image source

આ ઘટના ભોપાલના ગોવિંદપુરા વિસ્તારની છે. અહીના એક પરિવારના પુત્રએ હાલમાં જ આ વિસ્તારની પાવર કોલોનીમાં લગ્ન કર્યા છે. સરકારની માર્ગદર્શિકા પ્રમાણે લગ્નમાં નિશ્ચિત સંખ્યાના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે કોરોનાને રોકવા માટે સામાજિક અંતર સહિત તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, પણ ભાગ્યનું લખેલું કોઈ બદલી ન શકે. આ વર અને કન્યાની વચ્ચે હવે કોરોના વાયરસ પણ આવી ગયો છે. પુત્રવધૂ લગ્ન પછી જ્યારે ઘરમાં આવે છે, ત્યારે પરંપરા મુજબ ઘરમાં વાર્તા કહેવાય છે. આ પ્રસંગે ઘરમાં પંડિતજીને કથા કરવા બોલાવવામાં આવ્યા હતા.

પંડિતજી આશીર્વાદમાં કોરોના આપીને ગયા

image source

આ કથામાં બંને પક્ષના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ વીધી-વિધાન મુજબ આ પૂજા અર્ચના અને કથા થઇ હતી. વર અને વધુને આશીર્વાદ આપ્યા પછી પંડિતજી પોતાના ઘરે પહોચ્યા હતા. આગળના દિવસે ખબર પડી કે પંડિતજીને કોરોના છે. એમની ટેસ્ટ રીપોર્ટમાં કોરોના પોઝીટીવ આવ્યો છે. આ ખબર જ્યારે લગ્ન વાળા ઘરે થઇ ત્યારે એ ઘરમાં પણ જાણે ઝંઝાવાત સર્જાયો હતો. તરત જ કથામાં હાજર રહેલા તમામ ૧૨ લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા. વર અને એના મોટા ભાઈની રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. એટલે કે પંડિતજી આશીર્વાદમાં કોરોના પણ આપીને ગયા હતા. આ સ્થિતિમાં વધુને પિયર મોકલી દેવામાં આવી છે.

વધુ (દુલ્હન)માં આ સંક્રમણ ફેલાયું નથી

image source

રિપોર્ટની જાણ થતા જ વરરાજા અને એના મોટાભાઈ બંનેને કવોરનટાઈન કરીને ઉપચાર શરુ કરવામાં આવ્યો છે. જો કે વધુનો સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યો છે. જો કે ગનીમત રહી છે કે વધુમાં આ સંક્રમણ ફેલાયું નથી. વધુની રીપોર્ટ નેગેટીવ આવી છે. એવામાં સ્થિતિને જોતા વધુને પિયર મોકલી દેવામાં આવી છે.

24 કલાકમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા

image source

ભોપાલમાં કોરોના સંક્રમણનો પ્રભાવ નિરંતર વધતો જઈ રહ્યો છે. પાછળના ૨૪ કલાકમાં અહી લગભગ ૪ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. અત્યાર સુધીમાં એક જ દિવસમાં મૃત્યુ પામવાના આંકડામાં આ સૌથી વધુ છે. જો કે અહી ૩૬ જેટલા આપાતકાલીન સર્વિસ એટલે 108ના કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. આ સ્થિતિ ધ્યાનમાં રાખીને સેન્ટરનું સંચાલન કરનારી સ્વાસ્થ્ય સુધાર સંસ્થાએ હોશંગાબાદ રસ્તા પર આવેલ C-21 મોલમાં આવેલ ત્રણેય કોલ સેન્ટર બંધ કરી દીધા છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત