કેન્દ્ર સરકારના નવા નિયમો વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યું Whatsapp, શું થઇ જશે બંધ?

વોટ્સએપ પહોચ્યું હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારની સામે, વોટ્સએપએ સોશિયલ મીડિયા ગાઈડલાઈનને લઈને પડkendrasarkarnaniyampramane કારી રહ્યું છે કેન્દ્ર સરકારને.

ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવા ડીઝીટલ નિયમોની સામે WhatsAPP દિલ્લી હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો છે. વોટ્સએપ દ્વારા દિલ્લી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે, ભારતના નવા ડીઝીટલ નિયમો પર રોક લગાવી દેવામાં આવે, કેમ કે, આ નિયમો સોશિયલ મીડિયા યુઝર્સની પ્રાઈવસીની વિરુદ્ધમાં છે.

image source

આ નિયમ ગેરબંધારણીય છે કેમ કે, આવું કરવાથી વોટ્સએપ યુઝર્સની પ્રાઈવસી ખતરામાં આવી જાય છે. ન્યુઝ એજન્સી Reutersના જણાવ્યા મુજબ વોટ્સએપ ભારત દેશના નવા ડીજીટલ નિયમોનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે ભારતના નવા ડીઝીટલ નિયમો મુજબ સોશિયલ મીડિયા કંપનીઓને કોઈ પોસ્ટને સૌથી પહેલા કોના દ્વારા કરવામાં આવી છે તેના વિષે જયારે પણ પૂછવામાં આવે ત્યારે કંપનીએ જણાવવું પડશે. આ નવા નિયમમાં સૌથી વધારે અસર વોટ્સએપને થઈ રહી છે.

image source

વોટ્સએપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ITના નિયમોને ચેલેન્જ કરી રહ્યું છે. વોટ્સએપના એક સ્પોક્સપર્સન દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, કોઈ ઉપયોગકર્તાની ચેટ ટ્રેસ કરવાનો અર્થ થાય છે કે, તમામ મેસેજની ફિંગર પ્રિન્ટ વોટ્સએપ પાસે ઉપલબ્ધ હશે. આમ કરવાથી ઉપયોગકર્તાની પ્રાઈવસીના મૂળભૂત હક છે એનો ભંગ થશે. અમે ભારત સરકારની સાથે વાતચીત શરુ રાખીને એના વિષે કોઈ સમાધાન શોધવાના પ્રયાસો કરવામાં આવશે. એમાં જો કોઈ લીગલ અને વેલિડ રીક્વેસ્ટ અમારી કંપની પાસે કરવામાં આવશે તો તેને સંબંધિત અમારી પાસે રહેલ તમામ માહિતી ઉપલબ્ધ કરાવીશું.

નવા નિયમોને સંબંધિત ભારત સરકાર દ્વારા વોટ્સએપને એવું કહેવામાં આવ્યું છે કે, જે ઉપયોગકર્તા ખોટી પોસ્ટ કરી રહ્યા છે ફક્ત તેમના વિષે જ માહિતી આપવાની રહેશે. ત્યાર બાદ વોટ્સએપ કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આવી રીતે કોઈ એક ઉપયોગકર્તા વિષે માહિતી આપી શકાય નહી કેમ કે, વોટ્સએપના પ્લેટફોર્મ પર મેસેજ ચેટ End-to-end ecrypted હોય છે.

image source

વોટ્સએપની આ એનક્રિપ્શન સિસ્ટમના લીધે વોટ્સએપના કોઇપણ મેસેજને નહી તો વોટ્સએપ કંપની જોઈ શકે છે કે પછી અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ પણ જોઈ શકતી નથી અને વાંચી પણ શકતી નથી.

ભારત દેશના આ નવા નિયમને માનવા માટે કંપનીને મેસેજને રીસીવ કરનાર અને મેસેજને મોકલનાર એમ બંને ઉપયોગકર્તાઓના મેસેજનું Encryptionને બ્રેક કરવું પડે છે. વોટ્સએપ કંપની પાસે ભારત દેશમાં જ અંદાજીત ૪૦૦ મિલિયન ઉપયોગકર્તાઓ ધરાવે છે. ભારતના આ નવા નિયમોને માનવા માટે વોટ્સએપ દ્વારા પોતાની અસમર્થતા વ્યક્ત કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!