દિલ્હીના કુતુબ મિનાર પાસે આવેલો “લોહ સ્થંભ” તમે જોયો છે? જે છે અનેક રહસ્યોથી ભરપૂર

દિલ્હીનો પ્રખ્યાત કુતુબ મિનાર તો આ આર્ટિકલ વાંચનારા પૈકી મોટાભાગના લોકોએ જોયો જ હશે. કુતુબ મિનારને ઈંટ દ્વારા બનાવાયેલ દુનિયાનો સૌથી ઊંચો મિનારો માનવામાં આવે છે.

આ કુતુબ મિનાર પાસે જ એક વિશાળ સ્થંભ પણ છે જેને “લોહ સ્થંભ” તરીકે ઓળખવામાં આવે છે જો કે તેના વિષે બહુ ઓછા લોકો જ જાણે છે. પરંતુ આ સ્થંભનો ઇતિહાસ ઘણો જૂનો છે તેમજ આ સ્થંભની અનેક એવી રોચક વાતો પણ છે જે બહુ ઓછી જાણીતી છે. સૌથી નવાઈની વાત તો એ છે કે આ સ્થંભ આ સ્થાને કેટલાય વર્ષોથી હોવા છતાં તેમાં હજુ સુધી કાટ લાગ્યો નથી. આવું કેમ છે તે આજદિન સુધી એક રહસ્ય જ બનેલું છ્હે.

image source

કહેવાય છે કે આ લોહ સ્થંભનું નિર્માણ રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય (375 – 412) એ કરાવ્યું હતું અને તેની માહિતી સ્થંભ પર લખાયેલા લેખ પરથી જ જાણવા મળે છે જે ગુપ્ત શૈલીમાં લખાયેલ છે. જો કે અમુક નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે લોહ સ્થંભનું નિર્માણ સંભવત 912 ઈસા પૂર્વે થયું હતું. વળી, અમુક ઇતિહાસકાર એવું પણ માને છે કે આ સ્થંભ સમ્રાટ અશોકનો છે અને તેણે સ્થંભનું નિર્માણ પોતાના દાદા ચંદ્રગુપ્ત મૌર્યની યાદગીરી રૂપે બનાવડાવ્યો હતો.

image source

લોહ સ્થંભ પર સંસ્કૃતમાં જે લેખ અંકિત કરવામાં આવેલ છે તે મુજબ આ સ્થંભને ધ્વજ સ્થંભ તરીકે બનાવવામાં આવ્યો હતો. એવું પણ મનાય છે કે મથુરામાં આવેલી વિષ્ણુ પહાડ પર સ્થિત વિષ્ણુ મંદિર સામે જ આ સ્થંભને રાખવામાં આવ્યો હતો તથા 1050 ઈસ્વી માં તોમર વંશના રાજા અને દિલ્હીના સંસ્થાપક અનંગપાલ સ્થંભને અહીં દિલ્હી લાવ્યા હતા.

image source

શુદ્ધ લોખંડ બનાવાયેલા આ સ્થંભની ઊંચાઈ સાત મીટરથી પણ વધુ છે જયારે તેનું વજન 6000 કિલોથી પણ વધુ છે. રાસાયણિક પરીક્ષણ દ્વારા જાણવા મળ્યું છે કે આ સ્થંભનું નિર્માણ ગરમ લોખંડના 20 થી 30 કિલો વજનના અનેક ટુકડાઓને જોડીને કરવામાં આવ્યું હશે. પરંતુ પ્રશ્ન એ થાય કે લગભગ 1600 વર્ષ પહેલા ગરમ લોખંડને જોડવાની પ્રણાલી વિકસિત થઇ ગઈ હશે ? કારણ કે સ્થંભમાં જોડેલા લોખંડના ટુકડાઓને એ રીતે જોડવામાં આવ્યા છે કે તેનો કોઈ સાંધો નથી દેખાતો અને તે સમયમાં આટલી ચોકસાઈથી કરેલું કામ ખરેખર આશ્ચર્યજનક જ છે.

image source

આ સ્થંભની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં હજુ સુધી કાટ નથી લાગ્યો. એવું મનાય છે કે સ્થંભના નિર્માણ સમયે તેમાં વિશેષ પ્રમાણમાં ફાસ્ફોરસ ભેળવવામાં આવ્યું હતું જેથી આ સ્થંભ હજુ સુધી કાટ રહિત રહી શક્યો છે. પરંતુ વિચારવા જેવી વાત છે કે ફાસ્ફોરસની શોધ 1669 ઈસ્વી માં હૈમ્બુર્ગના વેપારી હેનિંગ બ્રાન્ડે કરી હતી જયારે સ્થંભનું નિર્માણ તેના 1200 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. તો શું તે સમયમાં લોકોને ફાસ્ફોરસ વિષે માહિતી હતી ? જો હા તો તેના વિષે ઇતિહાસના કોઈ પુસ્તકમાં કોઈ માહિતી કેમ નથી ? આવા પ્રશ્નો જ આ લોહ સ્થંભને એક રહસ્યમયી સ્થંભ માનવા મજબુર કરે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત